Last Update : 21-April-2012, Saturday

 
કરાંચીથી ઇસ્લામાબાદ જતું
પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

ભોજા એરલાઈને અને જૂનું વિમાન શાહિન એરલાઇન પાસેથી ખરીદ્યું હતું ઃ સંપૂર્ણ વિમાન બળીને ખાખ

ઇસ્લામાબાદ, તા. ૨૦
પાકિસ્તાનમાં કરાંચીથી ઇસ્લામાબાદ જઈ રહેલું ભોજા એરલાઈનનું પ્રવાસી વિમાન ચકલાલા એરબેઝ નજીક તૂટી પડતાં ૧૧૮ પ્રવાસીઓ અને ૯ ક્રૂ મેમ્બર સહિત ૧૨૭નાં મૃત્યુ થયાં છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ભોજા એરલાઈનનું બોઇંગ ૭૩૭ વિમાન કરાંચીથી સાંજે પાંચ વાગ્યે ઉપડયું હતું. અને ૬.૪૦ કલાકે ઇસ્લામાબાદ પહોંચવાનું હતું. પરંતુ રસ્તામાં જ ચકલાલા નજીક તૂટી પડયું હતું. પાકિસ્તાન ઉડ્ડયન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વિમાનને ઇસ્લામાબાદ ઉતરવાની છૂટ મળી હતી પરંતુ વિમાને કન્ટ્રોલ ટાવર સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.
પાકિસ્તાનની સેનાના જવાનો સહિત બચાવ ટૂકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસદળની બચાવ ટૂકડીના એક સભ્યે જણાવ્યું હતું કે વિમાન હુસેનાબાદ ગામમાં તૂટી પડયું હતું. આ સ્થળ ઇસ્લામાબાદ હાઇવેથી ત્રણ કિલોમીટરના અંતરે છે.
વિમાન તૂટી પડયા પછી તેમાં આગ લાગી હતી અને વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે. તેમ નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું.
બચાવ ટૂકડી ઘટના સ્થળે પહોંચી ત્યારે વિમાનનો ભંગાર સળગી રહ્યો હતો અને ચારે તરફ મૃતદેહો અને કપાયેલા અંગો પડયા હતાં.
ભોજા એરલાઈને આ વિમાન શાહિન એરલાઇન પાસેથી ખીરદ્યું હતું. શાહિન એરલાઇન્સે તે નકામું થઈ જતાં ભંગારમાં વેચ્યું હતું.
વિમાન તૂટી પડવા માટે ખરાબ હવામાન જવાબદાર હોવાનું જણાવ્યું હતું. જોકે ભોજા એરલાઇન તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
અગાઉ ૨૦૧૦ના જુલાઈમાં કરાચીના ઇસ્લામાબાદ આવી રહેલું વિમાન તૂટી પડતાં ૧૫૨ પ્રવાસીઓનાં મોત થયાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved