Last Update : 21-April-2012, Saturday

 

વિના વિલંબે
આજે સો ટકા લોકલ સર્વિસ દોડાવવાનો મધ્ય રેલવેનો દાવો

સિગ્નલ યંત્રણા યોગ્ય રીતે કાર્યરત થશે ઃ માલગાડી ન દોડાવતા કરોડોનું નુકસાન
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૦
કુર્લા સિગ્નલ કેબિનમાં આગ લાગ્યા બાદ આજે ત્રીજા દિવસે માત્ર ૯૩ ટ્રેન રદ કરાતા લગભગ ૯૪ ટકા લોકલ સર્વિસ દોડાવી હતી. આવતીકાલથી કુર્લા અને વિદ્યા વિહાર વચ્ચેના તમામ સિગ્નલ યોગ્ય રીતે ફરી કાર્યરત થશે એવો દાવો મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કર્યો હતો.
જો કે છેલ્લા ત્રણ દિવસ માત્ર લોકલ અને બહારગામની ટ્રેનો દોડાવી છે. પરંતુ એક પણ માલગાડી દોડાવી નહોતી. રેલવેને આવકમાં નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
મધ્ય રેલવે પાસે ૧૨૦ રેક છે. આમાંથી પાંચ રેક કુર્લા યાર્ડમાં અટકાયેલી છે. આજે મોડી રાતે પાંચ રેકને બહાર લાવ્યા બાદ આવતીકાલથી લોકલ સર્વિસમાં કાર્યરત થતાં પ્રવાસીઓની સો ટકા લોકલની ફેરીઓ ઉપલબ્ધ થશે. એમ તેમણે જણાવ્યું હતું.
સિગ્નલ કેબિનના પેનલો સમારકામ યુધ્ધના ધોરણે હાથ ધર્યું છે. આથી આજે મોડી રાત બાદ તમામ કુર્લા અને વિદ્યાવિહાર વચ્ચેના સિગ્નલો યોગ્ય રીતે કાર્યરત થશે.
સિગ્નલ યંત્રણામાં લાલ, પીળો, ડબલ પીળો, લીલો એમ ચાર રંગના સિગ્નલ હોય છે. હાલમાં લાલ અને પીળા રંગની સિગ્નલ લાઈટ શરૃ થઈ છેચ આથી ટ્રેનની સ્પીડ પર કાબૂ રાખીને કુર્લા અને વિદ્યા વિહાર વચ્ચે સડસડાટ ટ્રેન દોડાવી છે. આ બન્ને સ્ટેશનો વચ્ચે ૩૦થી ૪૦ કિ.મી. પ્રતિ કલાક પ્રમુખ ટ્રેન દોડાવતા લગભગ આજે મધ્ય રેલવેની લોકલ ૨૫થી ૩૦ મિનિટ વિલંબથી દોડી હતી. પરંતુ આવતીકાલે ટ્રેન ખાસ વિલંબથી નજર દોડે, એમ તેમણે ઉમેર્યું હતું.
આવતીકાલથી ડબલ પીળો અને લીલા રંગના સિગ્નલની લાઈટ શરૃ થતાં નિયમિત રીતે સિગ્નલ યંત્રણા કાર્યરત લોકલ સેવા યોગ્ય રીતે શરૃ થશે, એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આજે સાંજ સુધી ૧૪૬૮ ફેરીની સામે ૧૩૭૬ લોકલ સર્વિસ દોડાવી હતી અને ૯૩ લોકલ રદ્દ કરાઈ હતી. એટલે કે ૯૪ ટકા લોકલ દોડાવવામાં આવી હતી. આજે તમામ બહારગામની ટ્રેનો દોડાવી છે.
બુધવાર ૧૮થી ૨૦ એપ્રિલ સુધીના ત્રણ દિવસ દરમિયાન માલગાડી દોડાવી નથી. બી.પી.ટી. અને ટ્રોમ્બે ખાતે કોલસાથી સિમેન્ટ અને પેટ્રોલિયમ પ્રોડકસથી ભરેલી લગભગ ૧૨ માલગાડી ઊભી રાખી છે. જયાર સુધી સંબંધિત વિભાગ માલગાડી દોડાવવા માટે લીલી ઝંડી નહિ આપે ત્યાં સુધી માલગાડી દોડાવવામાં આવશે. માલગાડી નહિં દોડાવવાથી મધ્ય રેલવેને કરોડો રૃપિયાનું નુકસાન છે. આ સિવાય સિગ્નલ કેબિનમાં લાગેલી આગને લીધે સાધનસામગ્રી બળી જવાથી નુકસાની રેલવેને સહન કરવી પડી છે. એમ તેમણે જણાવ્યું હતું.
કુર્લા યાર્ડમાં પાંચ રેક અટકી પડી છે. કારણ કે પાટાના ઈન્ટરલોક સિસ્ટમ ખરાબ થઈ છે. યાર્ડ આગમાં ઈન્ટરલોક સિસ્ટમને મેન્યુઅલ રીતે ચલાવવાના હોવાથી મોડી રાત બાદ આ રેકને બહાર લાવવામાં આવશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved