Last Update : 21-April-2012, Saturday

 

જૂન ૨૦૧૦માં મોડેલે આપઘાત કર્યો હતો
વિવેકા બાબાજીના મૃત્યુ પાછળ સિમરન સુદ જવાબદાર હોવાની પોલીસને આશંકા

બોયફ્રેન્ડ ગૌતમ વોરા સાથે સિમરનની નિકટતા વધી હોવાથી વિવેકા અપસેટ થઈ હોવાની થિયરી

મુંબઈ, તા. ૨૦
ઈન્ટરનેશનલ મોડેલ વિવેકા બાબજીએ જૂન ૨૦૧૦માં કરેલા આપઘાત પાછળ તેના બોયફ્રેન્ડ અને સ્ટોક બ્રોકર ગૌતમ વોરા અને સિમરન સુદ વચ્ચે વધેલી નિકટતા જવાબદાર હોવાનું માનવા માટે પોલીસ પાસે હવે એક કારણ છે. બોયફ્રેન્ડના સંબંધો સિમરન સાથે વધ્યા હોવાથી વિવેકા અપસેટ થઈ હોવાની થિયરી ઉપર પોલીસ ચાલી રહી છે.
પોલીસને એવી શંકા છે કે જાણીતી રેમ્પ મોડેલ દ્વારા કરાયેલા અણધાર્યા આપઘાત પાછળનું કારણ સિમરન હોઈ શકે છે.જૂન, ૨૦૧૦માં પાલી હિલના તેના ઘરમાં વિવેકા સિલિંગ પર લટકતી હાલતમાં મળી આવી હતી. ક્રાઈમ બ્રાંચ સમક્ષ વિજય પલાંદેએ આપેલા નવા નિવેદન મુજબ ૩૭ વર્ષની સિમરનને વોરા સાથે સંબંધો હતાં અને તેણે વિવેકાનું દિલ તોડયુ હતું જે તેને આપઘાત કરવા તરફ દોરી ગયુ હતું.
સિમરને કબુલ કર્યુ હતું કે તેણે અને પલાંદએ લગ્ન કર્યા હતાં અને તેના આ નિવેદનને ગઈકાલે પલાંદેએ પુષ્ટિ આપી હતી. તેણે કહ્યુ હતું કે ૧૯૯૯માં આર્ય સમાજની વિધિથી તેણે અને સિમરન ઉર્ફે સપનાએ લગ્ન કર્યા હતાં.
૨૦૦૫માં જ્યારે તે જેલમાં સજા કાપતો હતો ત્યારે સિમરનને વોરા સાથે અફેર હોવાની જાણ તેને થઈ હતી. જોકે વોરા સાથેના અફેરને કારણે સિમરન સાથેના તેના સંબંધોને કોઈ અસર થઈ નહોતી તેમ આગ્રહપૂર્વક તેણે કહ્યુ હતું. પલાંદેથી પરિચિત હતો કે કેમ અને સિમરનને કોઈ આર્થિક સહાય કરતો હતો કે નહીં તેમ જાણવા માટે પોલીસ હવે ગોતમ વોરાને બોલાવશે. ઉપરાંત, પલાંદેનો બીજો ટાર્ગેટ વોરા હતો કે નહીં તેની તપાસ પણ પોલીસ કરશે.
વિવેકાના મૃત્યુ પછી પોલીસે કબજે લીધેલી તેની ડાયરીમાં તેણે તેના મૃત્યુ પાછળ વોરાના છળકપટનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. વિવેકાના મોતના ત્રણ અઠવાડિયા પછી ખાર પોલીસે કેસ બંધ કર્યો હતો અને વોરાને મુક્ત કર્યો હતો.સિમરન અને વિવેકા સાથે ફકત મિત્રતાના સંબંધો હોવાનું વોરાએ કહ્યુ હતું.
વિવેકાની માતાના કહેવા પ્રમાણે વોરા અને તેમની પુત્રી વચ્ચે બધું સારૃં હતું અને વોરા સાથે લગ્ન વિષે ચર્ચા થઈ હતી. વોરા અને વિવેકો તેમના જન્માક્ષર સુદ્ધાં જોવડાવ્યા હતાં. પરંતુ, બંને વચ્ચે કંઈક ભંયકર ખોટુ થયું હશે. પોલીસે કહ્યુ હતું કે પલાંદે વારંવાર તેનો નિવેદનોને બદલે છે અને વિરોધાભાસ પેદા કરે છે. હવે જો તે એમ કહેતો હોય કે વોરા સાથે સિમરનને અફેર હતું તો અમે તેની તપાસ કરીશું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved