Last Update : 21-April-2012, Saturday

 
૨૦૧૪માં ચૂંટણી ન પતે ત્યાં સુધી આર્થિક સુધારા અશક્યઃ કૌશિક બસુ

વડાપ્રધાનના આર્થિક સલાહકારના નિવેદનથી હોબાળોઃ સરકાર પક્ષાઘાતથી પીડાય છેઃ ભાજપ

નવી દિલ્હી, તા. ૨૦
ભારતમાં આર્થિક સુધારાથી ગતિ મંદ પડી છે અને ૨૦૧૪ની સામાન્ય તેવા મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુના નિવેદને ઘરઆંગણે ભારે વિવાદ ઉભો કર્યો છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ અને વર્લ્ડ બેંકની વાર્ષિક 'સ્પ્રીંગ' બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે જોકે એવો દાવો પણ કર્યો હતો કે ૨૦૧૫ સુધીમાં ભારત સૌથી વધુ ઝડપે વિકસી રહેલું રાષ્ટ્ર બની રહેશે તેમ છતાં અમેરિકાના કોર્પોરેટ જગતે આર્થિક સુધારાના બીજા તબક્કાના પગલા કેમ નથી લેવાતા? તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
બસુના આ નિવેદને વિપક્ષને વિવાદ માટે નવો મસાલો પુરો પાડયો છે તો અનેક કૌભાંડો અને અણ્ણા - રામદેવ આંદોલનથી ક્ષોભિત થયેલી સરકાર માટે વધારે ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ કર્યું છે. બસુના નિવેદનનો વિપક્ષે તો વિરોધ કર્યો છે પણ આયોજન પંચના નાયબ વડા મોન્ટેકસિંહ અહલુવાલિયાએ સ્પષ્ટતા કરી છે કે બસુના આર્થિક નીતિના પૃથ્થકરણ સાથે તેઓ સંમત નથી. કોંગ્રેસે પણ તેમના નિવેદનનો બચાવ કરવા પ્રયાસ કર્યો છે.
જોકે વિપક્ષે સરકારની આર્થિક નીતિ લકવાગ્રસ્ત થઇ ગઇ હોવાનો અને કોઇજ સુદ્રઢ આર્થિક નિર્ણયો લેવાતા ના હોવાનો આક્ષેપ કર્યો હતો. સી.પી.આઇ.ના સીતારામ યેચુરી પણ વિપક્ષ સાથે જોડાયા હતા અને આર્થિક સુધારણા મુદ્દે પૂર્વ નાણાપ્રધાન તેમજ ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ જણાવ્યું હતું કે 'સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુએ વિદેશી રોકાણકારોને જે કંઇ કહ્યું તેનાથી મને સ્હેજ પણ આશ્ચર્ય થયું નથી. વર્તમાન સરકાર નિર્ણય લેવા મુદ્દે પક્ષઘાતથી પીડાઇ રહી છે. હાલ તે વેન્ટીલેટર પર છે અને ડો. બાસુએ તે બાબત રજુ કરી છે કે આગામી ૨૦૧૪ સુધીમાં આ સરકાર કોઇ આર્થિક નીતિ વિષયક નક્કર નિર્ણય લેવાની સ્થિતિમાં નથી. સી.પી.આઇ.(એમ.)ના નેતા સીતારામ યેચુરીએ પણ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારના મુખ્ય આર્થિક સલાહકારનું નિવેદન ખરેખર ક્ષુલ્લક બચાવરૃપ છે કે ગઠબંધન સરકાર હોવાના કારણે વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી પર્યન્ત આપણે આર્થિક સુધારાઓ અમલી બનાવી શકીએ તેમ નથી. આમ વિપક્ષે બસુના નિવેદનને વિરોધનો મુદ્દો બનાવી દીધો છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved