Last Update : 21-April-2012, Saturday

 

ભરઉનાળે અષાઢી બીજનો માહોલ ગુજરાતભરમાં ગાજવીજ અને વરસાદ

ડાંગમાં એક કલાક વરસાદઃ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ, ભાવનગર સહિત ઠેર ઠેર વરસાદ ઃ ઘઉં, જીરુ, કેરી અને શાકભાજીને નુકસાન
અમદાવાદ,તા.૨૦
ગુજરાતમાં ભરઉનાળે અષાઢી બીજનો માહોલ સર્જાયો છે. ઉનાળાની કાળઝાળ ગરમી અદ્દશ્ય બની ગઇ છે અને અરબી સમુદ્ર પરથી ધસી આવેલા વરસાદી ભેજથી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છવાઇ ગઇ છે. ગુજરાતભરમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતત કરી દીધાં છે. ખેતરમાં ઘઊંનો પાક લણ્યા વગરનો પડયો છે અથવા તો લણીને ઢગલા કરેલા છે. ઘઊં ઉપરાંત જીરુ, દિવેલા, કેરી અને શાકભાજીને કમોસમી વરસાદે ભારે પ્રતિકૂળ અસર પહોંચાડી છે.
હવામાનખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ટ્રફ એટલે કે વરસાદી ભેજ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છવાયેલો છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. ગુરૃવારથી વાતાવરણ બદલાયું છ. ગાજવીજ સાથે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડયો છે. અરબી સમુદ્રમાં ૬૫ પૂર્વ રેખાંશ અને ૨૦ ઉત્તર અક્ષાંસ ટ્રફ પ્રવર્તે છે. જેની અસર હેઠળ આવતીકાલે પણ આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજનો માહોલ સર્જાયો છે. રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી અને ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ગાજવીજ સાથે વરસાદના હળવા ઝાપટાં પડયા છે. ભરઉનાળે ગરમીના બદલેે વાતાવરણમાં ગરમીને બદલે ઠંડક સર્જી દીધી છે. કચ્છમાં ભુજ,અંજાર, મુંદ્રા, રાપર, ભચાઉ, નખાત્રાણામાં ગાજવીજ સાથે ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ભારે ઝાપટા પડયા હતા.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં મધરાત બાદ વહેલી પરોઢે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. અનેક ખેતરોમાં ઘઊં અન જીરુનો પાક પલળી ગયો હતો. જ્યારે શાકભાજીમાં કોબીઝ અને ફ્લાવરને નુકસાન થયું હતું.
અમદાવાદ શહેર અને જિલ્લામાં મધરાત બાદ દોઢ બે વાગ્યાના સુમારે જોરદાર વીજળીના કડાકા થયા હતા અને વરસાદનું હળવા ઝાટપાટા પડયા હતા. સવારે ફરીથી ગાજવીજ થઇ હતી અને વરસાદના ઝાપટા પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. અમદાવાદમાં ૩ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. જ્યારે ગાંધીનગરમાં ૧.૫ મિ.મિ. વરસાદ પડયો હતો. અમદાવાદ જિલ્લામાં પણ ઠેરઠેર વરસાદ પડયો હતો. ધોળકા, ધંધુકા, વિરમગામ,સાણંદ અને બાવળા પંથકમાં ઘઊંના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભરઉનાળે ચોમાસાના વાતાવરણે ખેડૂતોને પારવાર મુશ્કેલીમાં મૂકી દીધાં હતા. ગાંધીનગર જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદ પડયો હતો. મધ્ય ગુજરાતમાં ખેડા,આણંદ અને વડોદરા જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદના હળવા ઝાપટાં પડયા હતા અને ઘઊં અને એરંડાના પાકને નુકસાન પહોંચ્યું હતું. કમોસમી વરસાદ ખેડૂતોને ચિંતિત કરી દીધા હતા.
દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. કલાકના ૧૮ થી ૩૦ કિલોમિટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ડાંગ જિલ્લામાં વઘઇ અને સાપુતારામાં ભારે વરસાદ પડયો હતો. સાપુતારામાં આજે બપોરે એક કલાક સુધી વરસાદ પડયો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved