Last Update : 21-April-2012, Saturday

 
રાધનપુરમાં બે યુવકોનાં મોત નિપજાવવાના કેસમાં
શંકર ચૌધરી સહિતના આરોપીઓ સામેની ટ્રાયલ હાઇકોર્ટ દ્વારા સ્ટે

આ કેસમાં સીબીઆઇ તપાસની માંગણી કરતી ફરિયાદીની અરજી હાઇકોર્ટે ફગાવી ઃ જામીનનો મામલો તા.૨૪મીએ

અમદાવાદ,શુક્રવાર
ગોધરાકાંડ બાદ કોમી તોફાનો દરમ્યાન રાધનપુરમાં બે મુસ્લિમ યુવકોના મોત નીપજાવવાના ચકચારભર્યા કેસમાં ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી સહિતના આરોપીઓ સામેના નીચલી કોર્ટમાં પડતર ટ્રાયલને ગુજરાત હાઇકોર્ટે આજે સ્ટે કરી દીધો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટના હુકમ મુજબ આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને તેથી આ વધુ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી હાઇકોર્ટે ટ્રાયલ સામે મનાઇહુકમ ફરમાવ્યો હતો. વધુમાં, આ કેસમાં સીબીઆઇ તપાસની માંગણી કરતી ફરિયાદી નાનામીયાં પ્યારમહંમદ શેખની અરજી જસ્ટિસ અનંત એસ.દવેએ ફગાવી દીધી હતી.
બીજીબાજુ, આ કેસમાં સંડોવણી ધરાવતા રાધનપુરના આરોપી ધારાસભ્ય શંકર ચૌધરી સહિતના આરોપીઓના જામીન રદ કરાવવાની માંગણી કરતી સાક્ષીઓની અરજીની વધુ સુનાવણી હાઇકોર્ટે તા.૨૪મી એપ્રિલે મુકરર કરી છે. તો, આ કેસના સાક્ષીઓ તરફથી આજે હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓને આરોપીઓ તરફથી ધમકી મળી રહી છે અને તેથી તેઓને પોલીસ રક્ષણ પૂરૃ પડાવું જોઇએ. જેથી હાઇકોર્ટે તેઓને જે સાક્ષીઓને ધમકી મળતી હોય અને જેઓને પોલીસ પ્રોટેકશન જોઇતું હોય તો તેની યાદી અદાલત સમક્ષ રજૂ કરવા પરવાનગી આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આગામી સુનાવણી વખતે અદાલત આ મુદ્દો વિચારણામાં લેશે.
ગત તા.૧-૩-૨૦૦૨ના રોજ રાધનપુરમાં તોફાનો દરમ્યાન લઘુમતી કોમના લોકો પર તોફાની ટોળા દ્વારા હુમલો કરાયો ત્યારે ભાજપના ધારાસભ્ય શંકર ચૌધરી દ્વારા પણ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ બનાવ દરમ્યાન ગુલામ જીલાની અને ગુલામ નબી નામના બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને તાજના સાક્ષી એવા યાકુબભાઇ ચૌહાણ સારવાર માટે જીપમાં લઇને જતા હતા ત્યારે રસ્તામાં તેમની જીપ આંતરી એક યુવકને જીવતો સળગાવી દેવાયો હતો, જયારે બીજાને રહેંસી નંખાયો હતો. આ બનાવ સંદર્ભે રાધનપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી, જયારે બીજી ફરિયાદ નાનામીયા પ્યારમંહમદ શેખે નોંધાવી હતી. જેમાં પોલીસે કોઇ ગુનો બનતો નહી હોવાનો પાછળથી સી સમરી રિપોર્ટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. પરંતુ કોર્ટે પોલીસનો સી સમરી રિપોર્ટ નામંજૂર કર્યો હતો અને આ કેસમાં વધુ તપાસનો હુકમ કર્યો હતો.
આ હુકમ સામે આરોપી ધારાસભ્ય શંકર ચૌધરી તથા અન્યોએ હાઇકોર્ટમાં રિટ કરતાં હાઇકોર્ટે નાનામીયાંની ફરિયાદ રદ કરી હતી. જે હુકમને ફરિયાદી નાનામીયાંએ સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટે આ મેટર નિર્ણિત કરવા ફરીથી હાઇકોર્ટને મોકલી આપી હતી. આ કેસની સુનાવણીમાં આજે રાજય સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર જે.એમ.પંચાલે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં વધુ તપાસનો મેજિસ્ટ્રેટ કોર્ટનો હુકમ અદાલતે કાયમ રાખ્યો છે ત્યારે હવે સીબીઆઇ તપાસનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેસની વધુ તપાસ ચાલી રહી છે તે તબક્કે હવે સીબીઆઇ તપાસની જરૃરિયાત રહેતી નથી. વળી, જયાં સુધી કેસ સંબંધી વધુ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી શંકર ચૌધરી સહિતના આરોપીઓ સામેનો ટ્રાયલ ચલાવવો પણ ન્યાયોચિત નહી ગણાય. કારણ કે, વધુ તપાસ દરમ્યાન જો કોઇ નવા પુરાવા કે દસ્તાવેજો હાથ લાગે તો તે ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય, જે ટ્રાયલની સુનાવણી દરમ્યાન ઘણા મદદરૃપ બને. આ સંજોગોમાં હાઇકોર્ટે આરોપીઓ સામેનો ટ્રાયલ સ્ટે કરવો જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ હુકમ જારી કર્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved