Last Update : 21-April-2012, Saturday

 

અમદાવાદ:બિલ્ડરને ઠગી બંટી-બબલી ફરાર

-રૂપિયા ૧.૭૫ કરોડની ઠગાઇ કરી

 

- દસ લાખના નફાની લાલચ આપી

અમદાવાદ,ગુરૃવાર
અમદાવાદના બિલ્ડર સાથે મુંબઇની ઠગ બંટી બબલીની જોડીએ રૃપિયા ૧.૭૫ કરોડની ઠગાઇ આચરી છે. બિલ્ડરને દર મહિનાનું દસ ટકા વ્યાજ ચુકવવાની ખાતરી આપીને બંટી બબલી અને તેમની મહિલા સાગરિત ફરાર થઇ ગયા છે. આ ટોળકી બિલ્ડરને મુંબઇમાં મળી ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતી હોવાનો ડોળ કર્યો હતો. ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે બિલ્ડર અગાઉ રોકેલી રકમ પરત આપીને કરોડોની ઠગાઇ આચરી હતી. બિલ્ડર સાથે ૨૦૧૧ જુલાઇ ઓગષ્ટ મહિનામાં હોટલ રોયલ ઓર્ચિડમાં મુલાકાત કરીને ટોળકીએ ઠગાઇ આચરી હતી.
બિલ્ડર અને પ્રોપર્ટી લે-વેચમાં રોકાણ કરતા અતુલભાઇ હિરાલાલ શાહ પ્રહલાદનગર ખાતે આમ્રશિરીષ બંગલોમાં રહે છે. અતુલભાઇ દોઢ વર્ષ પહેલા મુંબઇ ગયા ત્યારે રમણ નાયર, રઝીયાખાન કરીમ અને પૂર્ણિમાસિંગ સાથે તેમની મુલાકાત થઇ હતી. રમણ નાયર અને પૂર્ણિમાસિંગ બન્ને વચ્ચે લિવ ઇન રિલેશનશીપના સંબધો હતા.
રમણ નાયર,પૂર્ણિમાસિંગ અને રઝીયાખાને અતુલભાઇનો વિશ્વાસ કેળવીને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે જણાવ્યું હતું. અતુલભાઇએ રમણ અને પૂર્ણિમા પર ભરોસો મુકી શરૃઆતમાં ૧૫ લાખ અને ૨૫ લાખનું રોકાણ કર્યું જે રકમ સમયસર વ્યાજ સાથે પરત મળી ગઇ હતી. ૨૦૧૧ જુલાઇ -ઓગષ્ટ માસમાં આ ત્રિપુટી એલિસબ્રિજની હોટલ રોયલ ઓર્ચિડમાં રોકાઇ જયાં અતુલભાઇને બોલાવ્યા હતા. બે કરોડના રોકાણ સામે દર મહિને દસ લાખનું વ્યાજ ચુકવવા ત્રિપુટીએ ખાતરી આપતા તેમણે બે કરોડ રોક્યા હતા.. જે પેટે રમણ નાયરે અતુલભાઇને ચેક આપ્યા જેમાં પહેલો ૨૫ લાખનો ચેક પાસ થઇ ગયો હતો. તે પછી રોકડ રકમ આપવાની ખાતરી આપી બાકીના ચેક રમણ નાયર લઇ ગયો હતો. જોકે,બાકીની રકમ પરત ના આવતા અને રમણ,પૂર્ણિમા અને રઝીયાખાનનો કોન્ટેક કરવા અતુલભાઇએ પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણેય જણા ગલ્લા તલ્લા કરવા લાગતા અતુલભાઇએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved