Last Update : 21-April-2012, Saturday

 

આ ગામના પરિવારો ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે

- વલસાડના પારડી તાલુકાનું રાતા ગામ

 

 

- સરકારે બેજા ફળિયાના રહીશોને એક લાઈટ પણ આપી નથી

વાપી, ગુરૃવાર
ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં જયોતિ ગ્રામ યોજના હેઠળ લોકોને ૨૪ કલાક વીજળી પુરી પાડી રહી હોવાનો દાવો કરે છે. પરંતુ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રાતા ગામે બેજા ફળિયામાં રહેતા ૧૫થી વધુ આદિવાસી પરિવાર આઝાદીના ૬૫ વર્ષ બાદ પણ ફાનસ યુગમાં જીવન વીતાવી રહ્યા છે. વીજળી પૂરી પાડવા પરિવારોએ અનેક વખત રજૂઆત કરી હોવાછતાં પરિણામ શૂન્ય રહ્યું છે.
પારડી તાલુકાના રાતા ગામે નદી કિનારે આવેલા બેજા ફળિયામાં ૧૫ થી વધુ આદિવાસી પરિવાર રહે છે. જો કે આ પરિવાર પ્રત્યે રાજય સરકાર કે સ્થાનિક વહીવટી તંત્રના ઉદાસીન વલણને કારણે પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં તંત્ર ઉણું રહ્યુંછે. ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ મોટા મોટા વચનો આપી મતદારોને રીઝવતા હોય છે પરંતુ રાતા ગામના બેજા ફળિયાના આદિવાસી પરિવારો માટે પારડીના ધારાસભ્યએ કોઈ પહેલ નહીં કરતાં આઝાદીના ૬૫ વર્ષ બાદ પણ આ તમામ પરિવારોને વીજળી પુરી પાડવામાં આવી નથી. વર્ષોથી પરિવારોએ પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા ગ્રામ પંચાયતથી લઈ સંબંધિત વિભાગના અધિકારીને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ હકારાત્મક પગલા નહીં ભરાતા પરિવાર ઘરમાં દીવો કે ફાનસ સળગાવી રોશની મેળવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય કે રાજય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં જયોતિગ્રામ યોજના અંતર્ગત ૨૪ કલાક વીજળી પુરી પાડવાનો દાવો કરી રહી છે. પરંતુ રાતા ગામના બેજા ફળિયામાં રહેતા ૧૫થી વધુ પરિવારોને આઝાદી બાદ પણ ઘરમાં રોશનીના દર્શન પણ દુર્લભ બન્યા છે. તંત્રના ઉદાસીન ભર્યા વલણને કારણે આ પરિવારો હજી પણ ફાનસ યુગમાં જીવન જીવી રહ્યા છે. વર્ષો બાદ પણ ફળિયામાં રહેતા બીપીએલ ધારકોને પડી રહેલી મુશ્કેલીમાંથી મુકત કરાવવા ગ્રામ પંચાયતની બેઠકમાં વીજળીનો પુરવઠો પુરો પાડવા ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
ફળિયામાં રહેતા રતનભાઈ લક્ષીએ નારાજગી સાથે જણાવ્યું હતું કે, ફળિયામાં રહેતા ૧૫થી વધુ પરિવારોને વીજળી પુરી પાડવા વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં નહીં આવતા રાત્રિ દરમિયાન વીજળીના અભાવે પરિવારો મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. ફાનસ યુગમાં જીવતા આદિવાસી પરિવારોને ઘરમાં વીજળી પુરી પાડવા વીજ કંપનીને પણ રજૂઆત કરાઈ હતી. પરંતુ વીજ કંપની દ્વારા હજી સુધી વીજ જોડાણ નહી અપાતા પરિવારો દિવસ કરતા રાત્રિ દરમિયાન ભારે યાતનાઓ ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે સૌર ઉર્જામાં એશિયાનો સૌથી મોટો પાર્ક બનાવ્યાનીની જાહેરાતો કરી છે ત્યારે જયોતિગ્રામ યોજના હેઠળ ચાલતા આવા અંધારા ગુજરાતની ભાજપ સરકાર ક્યારે ઉલેચશે ? એ પ્રશ્નો ઉઠી રહયાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved