Last Update : 21-April-2012, Saturday

 

જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના

રૃપિયાપાંચકરોડથીવધુનાટર્નઓવરપરડયૂટીહોવાથીઝવેરીઓએહાલમાંગભરાવાનીજરૃરનથી

બજેટમાં જણાવેલી તારીખની અંદર એકસાઈઝ ડયૂટી જમા નહીં કરાવનારા અનબ્રાન્ડેડ જ્વેલરી વેચતા જ્વેલર્સોએ ગભરાવાની આવશ્યકતા નથી. આ સંદર્ભમાં નાણાં મંત્રાલયે ફિલ્ડ સ્ટાફને ખાસ સૂચના આપી છે અને વધુ આદેશ ન આવે ત્યાં સુધી આ સૂચના જારી રહેશે એમ એકસાઈઝ વિભાગના સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું. ૨૦૧૨-૧૩ માટેના બજેટમાં બ્રાન્ડેડ તથા અનબ્રાન્ડેડ ગોલ્ડ જ્વેલરી પર ૧ ટકો એકસાઈઝ લાદવામાં આવી છે. જો કે ડયૂટી સોદાના ૩૦ ટકા મૂલ્ય પર લાગવાની હોવાથી ઈફેકટિવ રેટ ૦.૩૦ ટકા રહેશે. રૃપિયા પાંચ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા જ્વેલર્સોને જ એકસાઈઝ ડયૂટી લાગુ થશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ્સૅે (સીબીઈસી) જ્વેલર્સો સામે પગલાં નહીં લેવા અથવા રજિસ્ટ્રેશન જેવી કામગીરી હાથ નહીં ધરવા ફિલ્ડ સ્ટાફને સૂચના આપી છે. એકસાઈઝ ડયૂટીની દરખાસ્ત પર ફેરવિચારણા કરવા નાણાં પ્રધાને ઝવેરીઓને આપેલી ખાતરીને પગલે આ સૂચના આવી પડી છે. ઝવેરીઓમાં પ્રવર્તતી મુંઝવણ દૂર કરવા આ સ્પષ્ટતા આવી પડી છે. સામાન્ય રીતે એકસાઈઝ ડયૂટી તે જાહેર થાય તે દિવસની મધરાતથી જ લાગુ થઈ જાય છે. આ વર્ષે ૧૭ માર્ચ ૨૦૧૨થી ડયૂટી અમલી બની છે.
આમ નિયમ પ્રમાણે ઝવેરીઓએ ૧૭ માર્ચથી ૩૧ માર્ચ સુધીના સમયગાળા માટે ૩૧ માર્ચ સુધીમાં એકસાઈઝ ડયૂટી ભરી લેવાની રહે છે. એપ્રિલની ડયૂટી પ-૬ મે સુધીમાં ભરી દેવાની રહે છે. નિયત સમયની અંદર જો ડયૂટી ભરી દેવામાં ન આવે તો સિસ્ટમમાં વ્યાજની ઓટોમેટિક ગણતરી શરૃ થઈ જાય છે અને ક્રેડિટ ફેસિલિટી પાછી ખેંચી લેવામાં આવે છે.
ટર્નઓવર રૃપિયા પાંચ કરોડથી ઉપર જાય ત્યારે જ એકસાઈઝ ડયૂટી ભરવાની રહેશે. ચાલુ નાણાંકીય વર્ષનો પ્રથમ જ મહિનો ચાલી રહ્યો છે અને નાના જ્વેલરોની વાત કરીએ તો તેમનું એક મહિનામાં રૃપિયા પાંચ કરોડનું ટર્નઓવર થવાની શકયતા નહીંવત છે,આમ એપ્રિલ મહિનામાં તો તેઓ આમપણ વેરા જાળની બહાર રહેશે.
જો કે બજેટ દરખાસ્ત પર નાણાં પ્રધાને શું નિર્ણય લીધો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે મેના પ્રથમ સપ્તાહમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. પ્રણવ મુખરજી ૭ મે બાદ ફાઈનાન્સ બિલ પર રિપ્લાય આપવાના છે. એકસાઈઝ ડયૂટીના વિરોધમાં દેશભરના ઝવેરીઓએ ૨૧ દિવસ સુધી હડતાળ પાડી હતી. એકસાઈઝ ડયૂટી પર વિચાર કરાશે એવી નાણાં પ્રધાનની ખાતરી બાદ હડતાળ પાછી ખેંચાઈ હતી.
સોનાચાંદીની આયાત માટેના ધોરણ સખત બનાવાયા
સોનાની આયાત પર નિયંત્રણ લાવવા નાણાં મંત્રાલયે વિદેશથી પાછા ફરતા ભારતીય દ્વારા લવાતા ગોલ્ડ માટેના નિયમ સખત બનાવ્યા છે. નવા નિયમ પ્રમાણે જો કોઈ ભારતીય છ મહિના કે તેથી વધુ સમય બાદ વિદેશમાંથી પાછો ફરતો હોય તો તે હવે માત્ર ૧ કિ.ગ્રા. સોનું જ લાવી શકશે. અગાઉ આ મર્યાદા ૧૦ કિ.ગ્રા. સુધીની હતી. ચાંદી માટેના ધોરણ પણ બદલવામાં આવ્યા છે. ચાંદી માટેનો નિયમ ૧૦ કિ.ગ્રા. રખાયો છે જે અગાઉ ૧૦૦ કિ.ગ્રા. હતો. સોનાચાંદીની આયાતમાં થયેલો વધારો સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે. આને કારણે કરન્ટ એકાઉન્ટ ખાધ વધી ગઈ છે અને વિદેશી અનામત હૂંડિયામણ પર દબાણ આવ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved