Last Update : 21-April-2012, Saturday

 

નવા નિયમો રોકાણકારોના હિતોની વિરુદ્ધ
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા

સસ્પેન્ડેડ કંપનીઓએ ન્યૂનતમ પેઈડ અપ ઈક્વિટી કેપિટલ અથવા નેટવર્થને જાળવવી પડશે તેમ જ શેરોને ડીમેટમાં તબદીલ કરવા પડશે

નવી દિલ્હી, શુક્રવાર
ટ્રેડિંગ સસ્પેન્ડ કરાયું હોય એવી કંપનીઓ માટે મુંબઈ સ્ટોક એક્સચેન્જે (બીએસઈ) બનાવેલા નવા નિયમો સામે રોકાણકારોએ સવાલો ઉઠાવ્યા છે. તેમના મતે આ નિયમો રોકાણકારોના હિતમાં નથી. અત્યાર સુધીમાં ૧૬૦૦ જેટલી કંપનીઓને એક્સચેન્જ પરથી ડિલિસ્ટ કરવામાં આવી છે અને તેમાં રોકાણકારોની રૃા. ૬૪,૦૦૦ કરોડથી વધુની મૂડી સલવાયેલી છે. નવા નિયમ મુજબ આ કંપનીઓએ લઘુત્તમ રૃા. ૩ કરોડની ભરપાઈ થયેલી ઈક્વિટી શેરમૂડી જાળવવી પડશે અને તેના શેરોને ફરજિયાતપણે ડિમેટમાં તબદીલ કરવા પડશે. આ નિયમો આવતા મહિનાથી લાગુ થવાના છે પરંતુ, તેની સામે મનાઈહુકમ આપવા માટે એક રોકાણકારે દિલ્હીની હાઈકોર્ટમાં અરજી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આવી સસ્પેન્ડેડ કંપનીઓને લગતા નવા નિયમોથી તેના પબ્લિક શેરહોલ્ડર્સને ખાસ્સુ નુકસાન થવાની શક્યતા છે. સસ્પેન્ડ થયેલી કંપનીઓએ લઘુત્તમ પેઈડ અપ કેપિટલ અથવા નેટવર્થ જાળવવી પડે અને શેરોને ડીમેટ સ્વરૃપમાં તબદીલ કરવા પડશે વગેરે જેવા નવા નિયમો બીએસઈએ બનાવ્યા છે.
દિલ્હીની અરજદાર વકીલાત કંપનીએ કહ્યુ હતું કે આવા નિયમો રોકાણકારોના હિતોની વિરુદ્ધમાં છે. ઉલ્ટાનું તે સસ્પેન્ડેડ કંપનીના પ્રમોટરની વધારે તરફેણમાં હશે.આથી, આવા નિયમોના અમલ સામે મનાઈ હુકમ આપવાનો અનુરોધ કોર્ટને કર્યો છે. અન્યથા આવી કંપનીઓને ફરીથી ચાલુ કરવાની શક્યતા રહેશે નહીં.
આ બાબતે તેમનો પક્ષ રજૂ કરવા માટે દિલ્હીની હાઈ કોર્ટે મૂડી બજારની નિયામક સંસ્થા ધી સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી), બીએસઈ અને અન્યોને ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. હવે પછી આ બાબતે ૧૬મી મેના રોજ સુનાવણી કરાશે.
સૂત્રોના કહેવા પ્રમાણે નવા નિયમોને ૧૫મી મેથી અમલી બનાવવાનું નક્કી કરાયુ હતું. આ નિયમો એટલી હદે કડક છે કે તેનું પાલન સસ્પેન્ડેડ કંપનીઓ કરી શકે તેમ નથી. લઘુત્તમ મૂડીને વધારીને રૃા. ૩ કરોડ સુધીની કરવાનું આવી કંપનીઓ માટે ઘણું જ મુશ્કેલ છે.
તેમણે કહ્યુ હતું કે કોઈ કંપની જ્યારે સસ્પેન્ડ થયેલી હોય ત્યારે તે ન્યૂનતમ મૂડીને વધારવા માટે નવું ભંડોળ કેવી રીતે ઉભું કરી શકશે કેમ કે નિયમ એમ કહે છે કે જારી કરાયેલી બધી જ મૂડી લિસ્ટેડ હોવી જોઈએ.
આવી જ રીતે ફરીથી લિસ્ટિંગ કરાવવા માટે ઓછામાં ઓછા ૫૦૦ શેરધારકો હોવા જોઈએ, શેરોને ફરજિયાતપણે ડિમેટમાં તબદીલ કરવા જોઈએ અને નફાનો ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ વગેરેનું પાલન કરવામાં પણ કંપનીઓને તકલીફ પડશે.
ફરજિયાત ડિમટિરિયલાઈઝેશનનો પણ પ્રશ્ન છે. કંપની તેના શેરધારકોને તેના શેરોને ડિમેટ કરાવવાની ફરજ કેવી રીતે પાડી શકે. વળી, ડિમેટ માટે રૃા. ૧ કરોડની પોઝિટિવ નેટવર્થના નિયમનું પાલન કરવામાં પણ ઘણી કંપનીઓ નિષ્ફળ જશે અને તેથી ડિપોઝિટરીઝ તેમના શેરોના ડિમેટનો ઈનકાર કરશે. આ સંજોગોમાં ડિમેટ સ્વરૃપમાં ૫૦ ટકા પબ્લિક હોલ્ડિંગને જાળવવાનું કઠિન બનશે.
ગયા વર્ષે જુલાઈ ૨૦૧૧થી નવા નિયમો અમલી બનશે તેમ બીએસઈએ કહ્યુ હતું પણ રોકાણકારોએ વિરોધ કરતાં તેનો અમલ મુલતવી રખાયો હતો. સસ્પેન્ડ કરાઈ હોય એવી ૧૬૦૦ જેટલી કંપનીઓમાં રોકાણકારોના પરસેવાની મૂડી સલવાયેલી છે તેને છૂટી કરવાના પગલા પહેલાં લેવાવા જોઈએ. નવા નિયમોને લાગુ કરતાં પહેલાં આવી કંપનીઓના કામકાજ અને ક્યાં ખામી છે તેમ કોઈ એજન્સીને કામ આપીને તપાસ કરવી જોઈએ.
નવા નિયમોથી કંપનીઓ જાતે જ સસ્પેન્ડ નથી થઈ એવી દલીલ કરશે અને છટકી જશે. પરિણામે રોકાણકારોને મોટુ નુકસાન થશે. જો કોઈ કંપનીના પ્રમોટર્સ જાણીબુઝીને ડિફોલ્ટ કરતાં હોય તો તેમને દંડ કરવો જોઈએ.
લિસ્ટિંગ એગ્રિમેન્ટના નિયમોનો ભંગ કરવા બદલ મોટા ભાગની કંપનીઓ સસ્પેન્ડ થયેલી છે. અમુક કિસ્સામાં જાણી જોઈને નિયમોનુ પાલન કરાયુ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved