Last Update : 21-April-2012, Saturday

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી

સેન્સેક્ષ અફડાતફડીના અંતે ૧૩૦ પોઇન્ટ ઘટયો ઃ ઇન્ફોસીસ ફ્યુચરમાં એક મીનિટમાં રૃા. ૨૪૨૫થી તૂટી રૃા. ૧૯૫૦ બોલાયો
નિફ્ટી ફ્યુચરમાં ત્રણ સેકન્ડમાં ૬૨૧ પોઇન્ટનો ઉથલો ઃ ૫૨૦૦થી ૫૨૪૯, ૫૦૭૭, ૫૨૨૫, ૫૦૦૦ થઇ અંતે ૫૨૫૧
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝનમાં ખાનગી ક્ષેત્રની બેંકોના અપેક્ષાથી સારા પરિણામ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં ધિરાણ નીતિમાં રેપોરેટ અડધો ટકો ઘટાડીને ઉદ્યોગો માટે ધિરાણને સસ્તુ બનાવવાનું પગલું લીધા બાદ આઇસીઆઇસીઆઇ બેંક, પંજાબ નેશનલ બેંક, આઇડીબીઆઇ બેંકે તેના બેઝરેટ ૦.૨૫ ટકો ઘટાડીને ધિરાણ દરો ઘટાડયા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સાંજે પરિણામ જાહેર થતા પૂર્વે નબળા પરિણામોની ધારણા તેમજ ટીસીએસ, વિપ્રો સહિતના આગામી સપ્તાહમાં જાહેર થતા પૂર્વે અને રૃપિયા સામે ડોલરની તેજીની દોટ બાવનની સપાટી કુદાવી જતા ફરી ક્રુડ ઓઇલ અને કાચામાલોની આયાત વધુ મોંઘી બનવાથી ઔદ્યોગિક વૃદ્ધિ જોખમાવાના ભયે આજે એફઆઇઆઇ-લોકલ ફંડોની પાવર-કેપિટલ ગુડઝ, રીયાલ્ટી, બેંકિંગ, ઓઇલ-ગેસ, મેટલ શેરોમાં વેચવાલી નીકળી હતી. ટ્રેડીંગનો આરંભ છેલ્લા કેટલાક દિવસોના ટ્રેન્ડ મુજબ સાંકડી વધઘટે સાવચેતીએ નરમાઇ સાથે થયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૫૦૩.૭૧ સામે ૪૩.૯૯ પોઇન્ટના ઘટાડે ૧૭૪૫૯.૭૨ મથાળે ખુલી ૩૦થી ૩૫ પોઇન્ટની સાંકડી વધઘટ બપોરે બે વાગ્યા સુધી બતાવતો રહ્યો હતો. જે સપ્તાહનો અંતિમ દિવસ રહેતા અને ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હાએ શેરબજારમાં બે વર્ષ માટે રોકાણ ઇચ્છનીય નહીં હોવાના કરેલા નેગેટીવ નિવેદન સાથે આગામી સપ્તાહમાં ડેરીવેટીવ્ઝમાં એપ્રિલ વલણનો અંત હોઇ મંદીના મહાખેલાડી ફંડોએ બે વાગ્યા બાદ નિફ્ટીમાં એકાએક કડાકો બોલાવી દેવાતા પણ સેન્સેક્ષ પણ ૧૭૫૧૯.૮૮ મથાળેથી ૨૮૮.૫૪ પોઇન્ટ તૂટી જઇ નીચામાં ૧૭૨૩૧.૩૪ સુધી ગબડાવી દઇ અફડાતફડીના અંતે ૧૨૯.૮૭ પોઇન્ટના ઘટાડે ૧૭૩૭૪.૮૪ મથાળે બંધ મૂક્યો હતો.
ઇન્ફોસીસ ફ્યુચરમાં ૧૧ઃ૪૩ વાગ્યે એક મીનિટમાં રૃા. ૨૪૨૫થી તૂટી ૧૯૫૦ બોલાયો!
આઇટી જાયન્ટ ઇન્ફોસીસ ટેક્નોલોજીસમાં ગત સપ્તાહના પરિણામ સાથે નબળા ગાઇડન્સે કડાકો બોલાયા બાદ વેચાણથી વંચિત રહી ગયેલા હેજ ફંડ અને એફઆઇઆઇએ લેણની મોટી પોઝિશન એફએન્ડઓમાં ફોડી હોવાની ચર્ચા વચ્ચે ૧૧ઃ૪૩ વાગ્યે ઇન્ફોસીસ એપ્રિલ ફ્યુચર રૃા. ૨૪૨૫થી તૂટીને રૃા. ૧૯૫૦ સુધી ગબડાવી દઇ એક જ મીનિટમાં ૨.૩૮ લાખ શેરોનું વોલ્યુમ થઇ ગયું હતું.
ત્રણ સેકન્ડમાં ૬૨૧ પોઇન્ટની ઉથલપાથલ
નિફ્ટીમાં આજે ફ્યુચરમાં મોટી ઉથલપાથલ થઇ ગઇ હતી. હેજ ફંડ કે એફઆઇઆઇ માટે મશીનમાં આગોતરો મોટો સોદો ફીટ કરવામાં ભૂલથી ખોટો ભાવ ભરાઇ ગયાને પરિણામે ૧૭.૩૪ લાખ નિફ્ટીનો સોદો બ્રોકર- ફંડને રૃા. ૩૦ કરોડ જેટલા ખાડામાં ઉતારી ગયાની ચર્ચા હતી. નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૨ઃ૨૫.૩૮ વાગ્યે ૫૨૦૦.૫ સપાટીએ હતો, એ ૨ઃ૨૫.૩૬ વાગ્યે ૫૨૪૯.૫ની સપાટીથી ૨ઃ૨૫.૩૭ વાગ્યે ૫૦૭૭ સુધી ખાબકી અને ૨ઃ૨૫.૩૭ વાગ્યે ૫૨૨૫.૯ના લેવલથી ૨ઃ૨૫.૩૮ વાગ્યે ૫૦૦૦ સુધી ખાબકી ગયો હતો, જે આ જ તળીયાના લેવલથી ૨ઃ૨૫.૩૮ વાગ્યે તુરંત ૫૨૫૧ની ઊંચી સપાટીએ આવી ગયો હતો. આમ ત્રણ સેકન્ડમાં ૬૨૧ પોઇન્ટની ઉથલપાથલ થઇ ગઇ હતી. આ અડધાથી ઓછી મીનિટની ઉથલપાથલમાં નિફ્ટી એપ્રિલ ફ્યુચરમાં ૧૭.૩૪ લાખ નિફ્ટીનું વોલ્યુમ થઇ ગયું હતું. નિફ્ટીનો આ સોદો ભૂલથી કોનાથી ભરાઇ ગયો કે તેજી-મંદીના ખેલંદાઓને બન્ને તરફ ટ્રેપમાં લઇ કોણ મહારથી - હેજ ફંડે ઉથલપાથલ મચાવી એની અટકળો બજારમાં હતી.
નિફ્ટી સ્પોટમાં ૫૨૪૫ બોટમ અને એપ્રિલ ફ્યુચર ૫૦૦૦નું તળીયું દેખાયું
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૩૨.૪૦ સામે ૫૩૧૩.૯૫ ખુલી ઉપરમાં ૫૩૩૬.૧૫ સુધી જઇને પાછો ફરી બે વાગ્યા પછીની ઓફ એન્ડઓની ઉથલપાથલમાં સ્પોટ નિફ્ટી તૂટીને અંતે ૪૧.૫૫ પોઇન્ટ ઘટીને ૫૨૯૦.૮૫ બંધ રહ્યો હતો. નિફ્ટી એપ્રિલ ફ્યુચર ૩,૪૧,૦૬૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૯૦૪૪.૮૬ કરોડના ટર્નઓવરે ૫૩૫૬.૨૦ સામે ૫૩૧૦ ખુલી ઉપરમાં ૫૩૫૩.૫૫થી નીચામાં ૫૦૦૦ સુધી પટકાઇ જઇ અંતે ૫૩૦૪.૮૦ હતો.
ઇન્ફોસીસ ફ્યુચરમાં રૃા. ૨૪૫૯ થઇ નીચામાં રૃા. ૧૯૫૦ સુધી એક મીનિટમાં પટકાયો અને ફરી રૃા. ૨૪૧૩
ઇન્ફોસીસ ટેક્નોલોજીસ એપ્રિલ ફ્યુચર ૨૪૧૫.૬૦ સામે રૃા. ૨૪૫૦ ખ ુલીને ઉપરમાં રૃા. ૨૪૫૯ થઇ નીચામાં ૧૧ઃ૪૩ વાગ્યે એક જ મીનિટમાં રૃા. ૧૯૫૦ સુધી પટકાઇ જઇ અંતે રૃા. ૨૪૧૨.૯૫ રહ્યો હતો. ઇન્ફોસીસમાં એપ્રિલ ફ્યુચરમાં ૧૭૫૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૨૮.૮૨ કરોડનું ટર્નઓવર થયું હતું. ઇન્ફોસીસ કેશમાં બીએસઇમાં રૃા. ૨૪૦૪.૧૫ સામે રૃા. ૨૩૮૭.૨૫ ખુલી ઉપરમાં રૃા. ૨૪૨૭.૭૦ થઇ નીચામાં રૃા. ૨૩૬૫ સુધી જઇ અંતે રૃા. ૨.૧૦ વધીને રૃા. ૨૪૦૬.૨૫ રહ્યો હતો.
ઓટો શેરોમાં ટાટા મોટર્સ સહિતમાં નફારૃપી વેચવાલી ઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વધ્યો
ઓટોમોબાઇલ શેરોમાં આરંભિક લેવાલી બાદ સપ્તાહના અંતે ટાટા મોટર્સ સહિતમાં નફારૃપી વેચવાલી હતી. ટાટા મોટર્સ રૃા. ૨.૬૫ ઘટીને રૃા. ૩૧૬.૭૦, હીરોમોટોકોર્પ રૃા. ૪.૮૫ ઘટીને રૃા. ૨૧૮૭.૯૦, બજાજ ઓટો રૃા. ૨૩.૨૦ ઘટીને રૃા. ૧૭૦૮.૮૫ રહ્યા હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૨૦.૪૦ વધીને રૃા. ૭૨૬.૬૫, મારૃતી સુઝુકી રૃા. ૧૩૯૦.૮૫ રહ્યા હતાં.
કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૧૮૫ પોઇન્ટ ઘટયો ઃ લાર્સન, ભેલ, સિમેન્સ ગબડયા
કેપિટલ ગુડઝ- પાવર શેરોમાં પણ ફંડોની નફારૃપી વેચવાલીએ લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૨૬.૭૦ ઘટીને રૃા. ૧૨૯૨.૦૫, ભેલ રૃા. ૫.૧૫ ઘટીને રૃા. ૨૪૬.૦૫, સિમેન્સ રૃા. ૧૬.૪૫ ઘટીને રૃા. ૮૧૩, ભારત ઇલેક્ટ્રોનીક્સ રૃા. ૩૧.૬૦ ઘટીને રૃા. ૧૫૦૦.૮૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૫.૧૦ ઘટીને રૃા. ૩૯૦.૩૫ રહ્યા હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved