Last Update : 21-April-2012, Saturday

 

અઠવાડિક ભવિષ્ય તા.૨૨-૪-૨૦૧૨ રવિવારથી તા.૨૮-૪-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ. લ. ઈ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે આપને આપના કામમાં સાનુકૂળતા રહે. નોકરી- ધંધાના કામમાં, વ્યવહારિક સામાજિક, ધાર્મિક કામ અંગે ખર્ચ થાય. બહાર જવાનું થાય નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં જૂના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ- મિત્રતા થાય પરંતુ સાંસારિક પ્રશ્નમાં, સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે પ્રેમ- મિત્રતા- લાગણીના સંબંધમાં સાવધાની રાખવી પડે. જાહેર સંસ્થાકીય કામમાં નાણાંકીય જવાબદારીવાળા કામમાં ગાફેલ રહેવું નહીં તા. ૨૨ એપ્રિલ રવિ- શાંતિથી, ધીરજથી કામકાજ કરવું, તા. ૨૩ સોમ- નોકરી ધંધાના કામમાં ચંિતા પછી પ્રગતિ, રાહત, ૨૪ મંગળ- ધર્મકાર્ય, યાત્રા- પ્રવાસ મિલન મુલાકાતથી આનંદ રહે, ૨૫ બુધ- કામકાજમાં સફળતા પ્રગતિ, ૨૬ ગુરૂ- વધારાના કામમાં ઘ્યાન આપવું પડે, ૨૭ શુક્ર - બજારોની વધઘટમાં સંભાળવું પડે, ૨૮ શનિ- હૃદય- મનને ઉચાટ વ્યગ્રતા રહે.

 

વૃષભ (બ. વ. ઉ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે આપ નોકરી, ધંધાના ઘર- પરિવારના કામ અંગે ચંિતા, માનસિક પરિતાપ- વ્યગ્રતા રહે, મસ્તકમાં કમરમાં દર્દ પીડા, ગળાની, મોંની કે દાંત- દાઢની તકલીફમાં, આંખની દર્દપીડામાં ચંિતા- ખર્ચ બેચેની અનુભવાય, હરિફ વર્ગ, ખટપટ ઇર્ષા કરનાર આપના કામમાં રૂકાવટ, મુશ્કેલી કરે. વડીલ વર્ગની ગેરહાજરીમાં, બીમારી, ચંિતામાં તમે મુંઝવણ- મુશ્કેલી અનુભવો, પત્ની સંતાનને બીમારી કે પડવા વાગવાથી સંભાળવું પડે. તા. ૨૨ એપ્રિલ રવિ- આજે રવિવાર છતાં આપને શાંતિ- રાહત જણાય નહીં, ૨૩ સોમ- માનસિક પરિતાપ ચંિતા રહે, ૨૪ મંગળ- વ્યવહારિક સામાજિક, કૌટુંબિક કે ધાર્મિક કામ અંગે ખર્ચ થાય, બહાર જવાનું થાય, ૨૫ બુધ- નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે, ૨૬ ગુરૂ - વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૨૭ શુક્ર- કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા, ૨૮ શનિ- ધર્મકાર્ય થાય, બહાર જવાનું બને.

 

મિથુન (ક. છ. ઘ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે શેરોની લે-વેચનું, લોખંડ, ધાતુ, ચોખા, ખાંડ, દૂધ- મીઠાઈના વેપાર- ધંધામાં લોભ- લાલચ ઉતાવળ કર્યા વગર શાંતિથી ધંધાકીય નિર્ણય કરવા, નોકરીમાં વાણીની મીઠાશ ને વ્યવહારમાં નમ્રતા રાખવી, પુત્ર- પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ લગ્ન કે સાંસારિક પ્રશ્નમાં ચંિતા રહે તે સિવાય પત્નીના નસીબ- ભાગ્યના કારણે ક્ષણિક કોઈ લાભ મળે ફાયદો થાય, ધર્મકાર્યમાં ખર્ચ થાય, સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય. તા. ૨૨ એપ્રિલ રવિ- વધારાના કામની વ્યસ્તતા રહે, ૨૩ સોમ- અન્યના કારણે ચંિતા- ખર્ચ, ૨૪ મંગળ- ધર્મકાર્ય, શુભકાર્યમાં ખર્ચ થાય, નોકરી- ધંધાનું કામ થાય, ૨૫ બુધ - સરકારી ખાતાકીય કામમાં બેંકના કામમાં ઘ્યાન રાખવું, ૨૬ ગુરૂ- શાંતિ રાખવી વિવાદ કરવો નહિ, ૨૭ શુક્ર- ચંિતા છતાં કામ ઉકેલાય, ૨૮ શનિ- આનંદ ઉત્સાહ રહે, બહાર જવાનું થાય.

 

કર્ક (ડ. હ.)

 

વૈશાખ મહિનાનો પ્રારંભ છતાં આપના નોકરી- ધંધાના, ઘર, પરિવારના પ્રશ્નમાં શાંતિ, રાહત જણાય નહીં હરો ફરો કામકાજ કરો પરંતુ હસતું મોઢું રાખીને આંતરિક મનોવ્યથા, ચંિતાને ભૂલવા પ્રયત્ન કરવો પડે, બી.પી.ની વધઘટ, છાતીમાં દર્દપીડા, હાર્ટની તકલીફ હોય તેમણે બેકાળજી રાખવી નહીં, લાંબા અંતરના યાત્રા- પ્રવાસે જનારે પહાડી વિસ્તારમાં જનારે વિશેષ સંભાળવાનું રહે, ટ્રાવેલ્સનો મકાન- બાંધકામનો, ધાતુનો સોના- ચાંદીનો ધંધો હોય તેમને ધંધાકીય તકલીફ, નાણાંભીડ અનુભવાય, તા. ૨૨ એપ્રિલ રવિ- પરિવારની ચંિતા, ૨૩ સોમ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, ૨૪ મંગળ- ઇચ્છા- અનિચ્છાએ અન્યના કાર્યમાં વ્યસ્ત રહેવાનું થાય, ૨૫ બુધ - પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિચા, ૨૬ ગુરૂ - ચંિતા ખર્ચ, ૨૭ શુક્ર- જોખમી ઉતાવળિયો નિર્ણય કરવો નહિ, ૨૮ શનિ- હળવાશ, રાહત આનંદ રહે.

 

સંિહ (મ. ટ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે આપના આનંદ, ઉત્સાહમાં વધારો થાય, નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે, ધંધો- આવક વધે નિકટના સગા- સંબંધી મિત્રવર્ગના વ્યવહારિક, સામાજિક, ધાર્મિક કૌટુંબિક કામ અંગે આપને વ્યસ્તતા રહે, ખર્ચ થાય ધર્મકાર્યથી, હૃદય-મનની પ્રસન્નતા રહે, યાત્રા- પ્રવાસના આયોજનમાં પ્રગતિ જણાય, નોકરીમાં વધારાની કામગીરી, આવક થાય પરંતુ શારીરિક- માનસિક શ્રમ, થાક કંટાળો અનુભવો, ભાઈભાંડુની કે વડીલ વર્ગની આરોગ્યની ચંિતા, ધંધાકીય પ્રશ્નની ચંિતા આપને ખર્ચ, દોડધામ કરાવે, તા. ૨૨ એપ્રિલ રવિ- વધારાના કામની વ્યસ્તતા રહે, ૨૩ સોમ- નોકરી- ધંધાના કામમાં ઘ્યાન રાખવું પડે, ૨૪ મંગળ - સગા- સંબંધી મિત્રવર્ગના કામ અંગે બહાર જવાનું થાય, ૨૫ બુધ - ભાઈભાંડુ, વડીલ વર્ગના પ્રશ્ને ચંિતા રહે, ૨૬ ગુરૂ- કામકાજમાં સફળતા પ્રગતિ, ૨૭ શુક્ર- પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા, ૨૮ શનિ- ધર્મકાર્ય- શુભકાર્ય- યાત્રાપ્રવાસનો કે અન્ય ખર્ચ થાય.

 

કન્યા (પ. ઠ. ણ.)

 

યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતમાં, નોકરી- ધંધાના કામમાં વૈશાખ મહિનાના પ્રારંભે આપને શાંતિ- રાહત જણાય નહીં. સંતાનના પ્રશ્નમાં ચંિતા રહે, કુટુંબ, પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. રસ્તામાં આવતા જતા કે વાહન ચલાવતા પડવા વાગવાથી, ઈજાથી વિવાદથી સંભાળવું પડે. પૈસા, પાકીટ, મોબાઇલ- લેપટોપ કે વાહનનું અન્ય જરૂરી ચીજવસ્તુ માલસામાનનું ઘ્યાન રાખવું, અપેક્ષા પ્રમાણેનો ધંધો આવક થાય નહી. ઇચ્છા- અનિચ્છાએ અન્યના કામ અંગે બહાર જવું પડે, પ્રવાસ કરવો પડે તા. ૨૨ એપ્રિલ રવિ - અશાંતિ, ઉચાટ, ઉદ્વેગ રહે, ૨૩ સોમ- બપોર પછી કામમાં વ્યસ્તતા છતાં ચંિતા, ૨૪ મંગળ - ઇચ્છા અનિચ્છાએ અન્યના કામ માટે બહાર જવાનું થાય, ૨૫ બુધ - નોકરી- ધંધાના ઘર પરિવારના કામમાં ચંિતા વ્યસ્તતા રહે, ૨૬ ગુરૂ - ઉચાટ- ઉદ્વેગ, બેચેની અનુભવો, ૨૭ શુક્ર - નોકરી- ધંધાના કામમાં સંભાળવું પડે, ૨૮ શનિ- કામકાજમાં પ્રગતિ આનંદ રહે.

 

તુલા (ર. ત.)

 

આપના સાંસારિક, કૌટુંબિક કે મિત્રવર્ગના પ્રશ્નમાં વૈશાખ મહિનાનો પ્રારંભ ચંિતા- ખર્ચ વ્યથાવાળો રહે. મસ્તકમાં દર્દપીડા, નકારાત્મક વિચારો, અનંિદ્રા અનુભવાય, વાતવાતમાં ઉશ્કેરાટ, ગુસ્સો, આવી જાય. તમારી વાણી વ્યવહારના કારણે તમે પોતે જ મુશ્કેલીમાં મુકાવ પત્ની, સંતાનની- મિત્રવર્ગની ગેરહાજરીના કારણે તમારા કામકાજમાં શું કરવું ? તેની મુંઝવણ- વિચારોમાં, ચર્ચા- વિચારણામાં અટવાયેલા રહો. જાહેર સંસ્થાકીય કામમાં તમારી મહેનતનો ફાયદો- લાભ અન્યને થાય. તા. ૨૨ એપ્રિલ રવિ- વિચારોમાં નકારાત્મકતા રહે, ૨૩ સોમ - તન, મન, ધનથી વાહનથી સંભાળવું, ૨૪ મંગળ શારીરિક- માનસિક આર્થિક તકલીફ- પીડા, શ્રમ થાક કંટાળો અનુભવો, ૨૫ બુધ - નોકરી- ધંધામાં જાગૃતિ, સાવધાની રાખવી ૨૬ ગુરૂ- વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે, ૨૭ શુક્ર- કામકાજમાં પ્રગતિ, ૨૮ શનિ- ધર્મકાર્ય થાય, આનંદ રહે, વધારાનું કામ થાય.

 

વૃશ્ચિક (ન. ય.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે તમારા નોકરી- ધંધાના કામમાં નુકસાન, તકલીફ થાય નહીં તેની તકેદારી રાખવી, સરકારી ખાતાકીય કામમાં, બેંકના પ્રશ્નમાં, કાનૂની પ્રશ્નમાં ઘ્યાન આપવું જરૂરી રહેશે. પત્ની- સંતાનના પ્રશ્નમાં માનસિક પરિતાપ રહે, આપે ખાવાપીવામાં તેમજ વાહન ચલાવવામાં ઘ્યાન આપવું, પેટ- કમર- ગુદામાં પેશાબમાં દર્દ-પીડા, આંખની તકલીફથી તમારા રોજીંદા કામમાં રૂકાવટ, મુશ્કેલી અનુભવો, વડીલ વર્ગને બીમારી- ચંિતાનું આવરણ આવી જાય. ધર્મકાર્ય, શુભકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં, તા. ૨૨ એપ્રિલ રવિ- વધારાનું કામ થાય, ૨૩ સોમ નોકરી- ધંધાના કામ અંગે ચંિતા રહે, ૨૪ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગના કામ અંગે બહાર જવું પડે, ૨૫ બુધ - નોકરી- ધંધાનું કામ સંભાળવાનું રહે, ૨૬ ગુરુ- આકસ્મિક ચંિતા ઉપાધી. ૨૭ શુક્ર- નોકરી- ધંધાના તેમજ આરોગ્યમાં સંભાળવું, ૨૮ શનિ- બપોર પછી હળવાશ, રાહત થતી જાય.

 

ધન (ભ. ધ. ફ. ઢ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે શેરોની લે-વેચમાં, ખાંડ, તેલ, રસકસના વેપાર- ધંધામાં લાકડાના ધંધામાં ઘ્યાન રાખવું જરૂરી રહેશે. સંતાનના બહારગામ કે પરદેશમાં હોય, આપના ઘેર પુત્ર- પૌત્રાદિકના સંતાન આવેલ હોય કે આવવાના હોય તે અંગે તમે ચંિતા- ઉચાટમાં રહો, વધારાનો ખર્ચ થાય તે સિવાય ધર્મકાર્યમાં આનંદ રહે વ્યવહારિક સામાજિક, કામની વ્યસ્તતા રહે. પત્નીના માતા-પિતા, મિત્રવર્ગથી, આડોશપાડોશથી ચંિતા રહે, નોકરીમાં શાંતિથી કામકાજ કરવું, તા. ૨૨ એપ્રિલ રવિ- વિચારોમાં દ્વિધા, શંકા રહે, ૨૩ સોમ- નોકરી- ધંધાનું કામ શાંતિથી કરવું, ૨૪ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગથી, નોકરી- ધંધાના સંબંધથી ખર્ચ થાય, બહાર જવાનું થાય ૨૫ બુધ નોકરી- ધંધાના બેંકના, કાનુની પ્રશ્નમાં સરકારી કામમાં સાવધાની રાખવી, ૨૬ ગુરૂ- હળવાશ, રાહત રહે, ૨૭ શુક્ર- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૨૮ શનિ- આકસ્મિક- ચંિતા- ઉપાધિ- ખર્ચ.

 

મકર (ખ. જ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભમાં એક બાજુ આનંદ અને બીજી બાજુ ચંિતા- ઉચાટ- ઉદ્વેગમાં સમય પસાર કરતા હોવ તેમ લાગે. ઘર, પરિવારના, સગા- સંબંધી મિત્રવર્ગના તમજ અન્યના પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતિત રહો, માતા-પિતા વડીલ વર્ગને ઘાત- પીડા બીમારીનું આવરણ આવી જાય. આપે બી.પી.ની વધઘટ, છાતીમાં પીઠમાં દર્દપીડાથી સંભાળવું, તે સિવાય ગુદામાં કે પેશાબના ભાગમાં, કમરના ભાગમાં તકલીફ, પડવા, વાગવાથી ઈજાનો અનુભવ થાય, નોકરી- ધંધામાં શાંતિ- રાહત જણાય નહીં તા. ૨૨ એપ્રિલ- રવિ ઘર પરિવાર- વડીલ વર્ગની ચંિતા, ૨૩ સોમ- પુત્ર- પૌત્રાદિકના કામમાં ઘ્યાન રાખવું, ૨૪ મંગળ- સંતાનને ખાવાપીવામાં, હરવા ફરવામાં, બહાર જવામાં સંભાળવું પડે, ૨૫ બુધ - નોકરી- ધંધામાં શેરોની લે-વેચમાં સંભાળવું, ૨૬ ગુરૂ- વિલંબમાં પડેલ કામમાં સાનુકૂળ પ્રગતિથી વ્યસ્તતા રહે, ૨૭ શુક્ર- વધારાનું કામકાજ કરી શકો, ૨૮ શનિ- ધર્મકાર્ય થાય, આનંદ રહે બહાર જવાનું થાય.

 

કુંભ (ગ. શ. સ. ષ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે આપે આપના નોકરી- ધંધાના તેમજ વ્યવહારિક, સામાજિક, ધાર્મિક કે કુટુંબ પરિવારના કામમાં આક્ષેપ, અપયશ, વિવાદથી સંભાળવું પડે ભાઈભાંડુ, નોકર- ચાકર કારીગર વર્ગ, ઉપરીવર્ગ, મિત્રવર્ગના સંબંધ- વ્યવહારમાં આપ તકલીફ- ચંિતા- મુશ્કેલી, મુંઝવણ અનુભવો, યાત્રા- પ્રવાસના કે પરદેશના કામકાજમાં, આયોજનમાં રૂકાવટ જણાય ઘરમાં હોવ કે બહાર હોવ પરંતુ એકલતા અનુભવતા હોય તેમ લાગ્યા કરે. આંતરિક મનોવ્યથા પીડા છતાં હસતું મોઢું રાખવું પડે, તા ૨૨ એપ્રિલ રવિ- યાત્રા- પ્રવાસ- મુલાકાતમાં બહાર જવામાં સંભાળવું, ૨૩ સોમ- નોકરી- ધંધાના કામમાં એકાગ્રતા રાખવી, ૨૪ મંગળ- સગા- સંબંધી મિત્રવર્ગ ઘર પરિવારના પ્રશ્ને આપને શાંતિ રાહત જણાય નહીં, બુધ ૨૫- શારીરિક માનસિક અસ્વસ્થતા, શ્રમ, થાક અનુભવાય, ૨૬ ગુરૂ - ચંિતા- રૂકાવટ છતાં રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો, ૨૭ શુક્ર - કામકાજમાં સાનુકૂળતા, ૨૮ શનિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, બહાર જવાનું થાય.

 

મીન (દ. ચ. ઝ. થ.)

 

વૈશાખ મહિનાના પ્રારંભે આપ કૌટુંબિક કામમાં, પુત્ર- પૌત્રાદિકના કામમાં ચંિતિત રહો, આપ હરો ફરો કામ કરો પરંતુ એક તબક્કે નકારાત્મક વિચારોમાં, ચંિતામાં અટવાઈ પડો. રાત્રે શાંતિથી ઊંઘી શકો નહીં નોકરી- ધંધાના કામમાં વ્યસ્ત રહો. કામ વધે, આવક વધે, જૂના સંબંધો- સંસ્મરણો તાજા થાય વ્યવહારિક, સામાજિક ધાર્મિક પ્રસંગે કોઈને મળવાનું થાય. ભાઈભાંડુના પ્રશ્ને ચંિતા રહે તે સિવાય ચક્કરથી, પડવા વાગવાથી, વિવાદથી બી.પી.ની વધઘટથી ઉશ્કેરાટ આપને તકલીફ અપાવો તા. ૨૨ એપ્રિલ રવિ- કામકાજમાં ચંિતા છતાં વ્યસ્તતા રહે, ૨૩ સોમ- શાંતિથી, ધીરજથી કામમાં, વિચારોમાં ઘ્યાન આપવું, ૨૪ મંગળ- નોકરી- ધંધાના સગા સંબંધી મિત્રવર્ગના સંબંધો સંસ્મરણો તાજા થાય, બહાર જવાનું થાય, ૨૫ બુધ - ઉતાવળિયો નિર્ણય નોકરી- ધંધામાં કરવો નહીં, ૨૬ ગુરૂ- ચંિતા, ઉચાટ, બેચેની અનુભવો, ૨૭ શુક્ર - નોકરી- ધંધામાં જાગૃતિ રાખવી, ૨૮ શનિ - બપોર પછી ચંિતા વ્યથા હળવી થતાં રાહત રહે, આનંદ રહે.

[Top]
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved