Last Update : 21-April-2012, Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૦૪-૨૦૧૨, શનિવાર
ચૈત્ર વદ અમાસ - અનાજના ભાવ વધે !
શનિવારી અમાસ - અશુભ સંકેતના એંધાણ ?
રાષ્ટ્રીય વૈશાખ મહિનો શરૂ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૪ મિ. (સૂ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૬ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- અશ્વિની રાત્રે ૧૨ ક. ૩૧ મિ. સુધી પછી ભરણી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મેષ.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકેઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.વૈ.૧. માસ-તિથિ-વારઃ- ચૈત્ર વદ અમાસને શનિવાર.
શનિવારી અમાસ, અશુભ સંકેતના એંધાણ. રાષ્ટ્રીય વૈશાખ મહિનો શરૂ. બપોરના ૧૨ ક. ૪૯ મિ. સુધી અમાવાસ્યા છે. અનાજના ભાવમાં તેજી? અનાજનો સંગ્રહ લાભદાયી ? વર્ષ મઘ્યમ ? લોકોમાં રોગચાળો ફેલાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદીઉલઅવ્વલ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૧ આદર માસનો ૭ રોજ અમરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ચૈત્રી અમાસનો આજનો દિવસ અસ્વસ્થતા, બેચેની વાળો રહે. ઘરમાં કે નોકરી ધંધામાં એકલતા-મુશ્કેલી અનુભવતા હોવ તેમ લાગે.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં ખર્ચ-નાણાંભીડ, કામનો અભાવ તમને અસ્વસ્થતા અકળામણ રખાવે. પરંતુ શાંતિથી દિવસ પસાર કરવો.

 

મિથુન ઃ આજે આપના અંગત કામમાં ઘ્યાન આપી શકો. સંતાનના કામ અંગે ચંિતા-વ્યસ્તતા છતાં કામનો ઉકેલ આવતો જાય, ધંધો થઈ શકે.

 

કર્ક ઃ આપના નોકરી-ધંધાના કામમાં હળવાશ-શાંતિ-રાહત રહે. વધારાનું કામકાજ કરી શકો. સગા સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય.

 

સંિહ ઃ ચંિતા-વ્યથામાં રાહત રહે. બહાર જવાનું થાય. મિત્રવર્ગના સગા સંબંધીના કામમાં તમે મદદરૂપ થઈ શકો. સંતાનથી રાહત રહે.

 

કન્યા ઃ ચૈત્રી અમાસનો આજનો દિવસ ચંિતા-વ્યથા-ઉચાટમાં પસાર થાય. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. આપને કંઈ ગમે નહીં.

 

તુલા ઃ આજે આપના અંગત કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામ અંગેની, પુત્ર પૌત્રાદિકના કામ અંગેની ચર્ચાવિચારણા થાય.

 

વૃશ્ચિક ઃ ચૈત્રી અમાસના આજના દિવસે યાત્રા પ્રવાસમાં, બહાર જવા આવવામાં, વાહન ચલાવવામાં, ધર્મકાર્યમાં, સામાજીક વ્યવહારિક કામમાં ચંિતા રહે.

 

ધન ઃ ચર્ચા વિચારણામાં, વાતચીતમાં, લેખીત કાર્યવાહીમાં બંધનમાં આવી ન જાવ તેની સાવધાની રાખવી. પત્ની-સંતાન-પરિવારને ચંિતા રહે.

 

મકર ઃ ચૈત્રી અમાસનો આજનો દિવસ તમારા સગા સંબંધી-મિત્રવર્ગ, પરિવારથી ચંિતા-ખર્ચ-વ્યસ્તતા જણાય પરંતુ શાંતિ-રાહત રહે નહીં.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કે વ્યવહારિક, સામાજીક કામ અંગે બહાર જવાનું થાય. અન્યના કારણે વધારાનો ખર્ચ આવી જાય.

 

મીન ઃ ચૈત્રી અમાસનો આજનો દિવસ કુટુંબ પરિવાર સગા સંબંધી- મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ-વ્યસ્તતાનો રહે. પગ, થાપામાં, કમરમાં દર્દપીડા જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૦૪-૨૦૧૨, શનિવાર

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ ચંિતામુક્તથી, બંધનમુક્તિથી તમારા આનંદ, ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો થાય. વર્ષનો ઉત્તરાર્ધ તબક્કો કાર્ય સફળતા પ્રગતિનો રહે. વિશેષમાં - * આપની શારીરિક-માનસિક સ્વસ્થતા સારી થતી જવાના કારણે તમારા કાર્યક્ષેત્રમાં તમે સ્ફૂર્તિ, ઉત્સાહથી કામ કરી, સફળતા મેળવી શકો. * આ વર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી નાણાંકીય ખેંચ-ચંિતા-મુંઝવણ ઓછી થાય, આવક, સુખસંપત્તિ, બચતમાં વધારો થાય. * નોકરી-ધંધાના, ઘર, પરિવારના તેમજ વ્યવહારીક, સામાજીક, કૌટુંબિક કામની ચંિતા, રૂકાવટ, મુશ્કેલીમાંથી મુક્ત થતા જાવ. * સ્ત્રીવર્ગને વર્ષ ધર્મકાર્ય, શુભકાર્યનું અને પતિ-સંતાન-પિયરપક્ષની પ્રગતિનું રહે. * વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય. મહેનતનું શુભ ફળ પ્રાપ્ત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

એક ઉંદર બની ઠનીને જઈ રહ્યો હતો. બીજા ઉંદરે એને જોયો... ‘આમ બની ઠનીને ક્યાં જઈ રહ્યો છે ?’ બીજા ઉંદરે પૂછ્‌યું.
‘મારો ભત્રીજો સંિહ છે ને ?... એના લગ્નમાં હું જઈ રહ્યો છું.’ પહેલો ઉંદર બોલ્યો.
‘પણ તું તો ઉંદર છે,’ બીજો ઉંદર બોલ્યો, ‘સંિહ તારો ભત્રીજો ક્યાંથી થાય ?’
‘બરોબર,’ ઉંદરે કહ્યું, ‘પણ હું પરણ્યો એ પહેલાં સંિહ જ હતો...’

[Top]
 

આજ ની રેસીપી

 

આદું તથા લીલાં મરચાનું અથાણું


સામગ્રીઃ ૧૦૦ ગ્રામ મરચા, ૫૦ ગ્રામ આદું, ૧ લીંબુનો રસ, ૨ ચમચા મીઠું.
રીતઃ મરચાંને કપડાથી લૂછી નાખો. આદુંની છાલ ઉતારીને તેને પાતળું તથા લાંબુ સમારી લો. એક નાની બોટલમાં મીઠું તથા લીંબુ નાખીને રાખી દો. મરચાંને નાના નાના ટુકડામાં સમારી લો. પછી તેમાં સામગ્રી મિક્સ કરીને બોટલમાં ભરી દો. આ અથાણું તમે બીજા દિવસથી જ ખાઈ શકો છો. તે ૧૦-૧૫ દિવસ સુધી ફ્રિજમાં રાખી શકાય છે. આ અથાણું દાળભાત સાથે ખૂબ સરસ લાગે છે.

આખાં લાલ મરચાંનું અથાણું


સામગ્રીઃ ૫૦૦ ગ્રામ મોટાં લાલ મરચાં (અથાણાં માટેનાં), ૧૦૦ ગ્રામ આમચૂર, ૧૦૦ ગ્રામ આખા ધાણા, ૨૫ ગ્રામ સૂકી મેથી, ૨૫ વરિયાળી, ૧૦ ગ્રામ ક્લોંજી, ૧ ચમચો હળદર પાઉડર, ૫૦૦ મિલીલિટર તેલ તથા મીઠું સ્વાદ મુજબ.
રીતઃ મરચાંને લૂછીને તેનાં ડીટિયાં કાઢી નાખો. તેને થોડીવાર તડકામાં સૂકવો. આખા મસાલાને એક પેનમાં શેકીને તેને પીસીલો. પછી તેમાં મીઠું અને તેલ મિક્સ કરો. પછી જ્યાંથી મરચાંના ડીટિયા કાઢ્‌યાં હતા તે જગ્યાએથી મસાલો સરખી રીતે અંદર ભરી દો. એક અઠવાડિયા સુધી તડકે સૂકવો તથા વચ્ચે વચ્ચે હાથફેરો કરો. આખા મરચાનું આ અથાણું આખું વર્ષ ખરાબ નહીં થાય. પૂરી, પરોઠાં સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved