Last Update : 20-April-2012, Friday

 

ઈંગ્લેન્ડનો ભવ્ય-ભભકાદાર ‘દુકાળ’!!

 
કહે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે! અને એ પણ પુરા ૧૭૬ વરસ પછી!
યાર, આપણે ત્યાં દુકાળ પડે તો ખાવાનાં ફાંફા થઈ જાય.. પાણી માટે રમખાણો ફાટી નીકળે... અને મરેલાં ઢોરોનાં હાડપંિજર ઠેર ઠેર રઝળતાં દેખાય...
બીજી બાજુ આપણા દેશમાં દુકાળિયા પ્રદેશમાં ‘ઈન્સ્ટન્ટ પૂણ્ય’ કમાવા માટે દાનેશ્વરીઓની ટોળકીઓ ઉતરી પડે... ઠેર ઠેર સદાવ્રતો ખુલી જાય... લોકો દુકાળના ટાઈમમાં ય બે ટાઈમ મફતિયું ખાઈને આરામથી ટેસડા કરતા હોય!
પણ ઈંગ્લેન્ડના દુકાળની કંઈ વાત થાય? એમનો ઠાઠ કંઈ અલગ જ હશે! જરા કલ્પના કરી જુઓ...
* * *
ટુંક સમયમાં ઈંગ્લેન્ડની સરકાર જાહેરાત કરશે કે દુકાળમાં પાણીની તંગી હોવાને કારણે ૧૦-૧૦ દહાડા સુધી નહિ નહાનારા ધોળિયાઓને સરકાર મફતના ભાવે ભીના ટીશ્યુ પેપરો ઈશ્યુ કરશે!
* * *
પાણીની તંગીના આ વસમા દિવસોમાં ઈંગ્લેન્ડની પોલીસ ઠેર ઠેર છૂપાં માઈક્રોફોન ગોઠવીને ચાંપતી તપાસ રાખતી હશે. જેના ઘરના ટોઈલેટમાં ધડધડધડધડ કરતું પાણી ફ્‌લશ થતું સંભળાશે તેની તાત્કાલિક ધરપકડ થશે!
* * *
ત્યાંના જાહેર શૌચાલયોમાં તો પાણી જ નહિ આવતું હોય! (સીધી વાત છે યાર, ઈન્ડીયાનો માણસ ૧ છીછી માત્ર ૧ લોટા પાણીમાં પતાવે છે, જ્યારે ઈંગ્લેન્ડનો ગોરો ૧ છીછી પાછળ ૧ ડોલ ભરાય એટલું પાણી ફ્‌લશ કરે છે!)
આથી જાહેર શૌચાલયોમાં દાખલ થતાંની સાથે તમને એક પ્લાસ્ટીકની કોથળી પકડાવવામાં આવશે જેના પર લખ્યું હશે ઃ ‘‘પ્લીઝ ડુ યોર પોટી ઈન ધીસ બેગ!’’
* * *
ઈંગ્લેન્ડ તો ધનવાન દેશ છે એટલે પાણીની કરકસર પણ વૈભવી રીતે કરશે! જેમકે...
- એમનાં સ્વીમીંગ પુલો છલોછલ ભરવાને બદલે ચાર ઇંચ ઓછા લેવલે ભરવામાં આવશે.
- એમના બાથરૂમના બાથટબોમાં લોકો ‘સ્વૈચ્છિક’ રીતે ૪૩ લિટરને બદલે માત્ર ૩૭ લિટર પાણી ભરીને નહાઈ લેશે!
- ક્વીન વિક્ટોરીયાના રાજવી પેલેસના બગીચામાં રોજનું ૧૨૦૦૦ ગેલનને બદલે માત્ર ૧૧૦૦૦ ગેલન પાણી છાંટવામાં આવશે.
- તમામ નાઈટ ક્લબો તથા સોશિયલ ક્લબો આ સમરમાં માત્ર ત્રણ જ વાર ‘રેઈન-ડાન્સ’ પાર્ટીઓ કરશે.
- દારૂના બારમાં પણ પાણીનો વપરાશ ઘટે એ માટે ‘ઓન રૉક્સ ડ્રીંક્સ’ (બરફ સાથે શરાબ)ના ભાવ ૨૦ ટકા વધારવામાં આવશે જેથી બરફ બનાવવા માટે પાણીનો વપરાશ ઘટે.
- અને છેલ્લે... ‘પાણી વિનાના’ ગે પુરુષોનું સરકાર જાહેરમાં સન્માન કરશે!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved