Last Update : 20-April-2012, Friday

 

ફિલ્મવારસાની જાળવણી

ભારતીયોને પ્રાચીન સંસ્કૃતિની વાતો કરવામાં જેટલો આનંદ આવે છે, તેટલો ઇતિહાસની જાળવણીમાં આવતો નથી. ઇતિહાસ એટલે કોઇ પણ ક્ષેત્રનો ઇતિહાસ- કળાનો, સાહિત્યનો, ભાષાનો, પુસ્તકનો, ફિલ્મોનો...બીજી બાબતોની સરખામણીમાં ફિલ્મોનું માઘ્યમ સૌથી નવું કહેવાય એવું છે. આવતા મહિને ભારતીય ફિલ્મ ઉદ્યોગને સોમું વર્ષ બેસશે. ભારતીય ફિલ્મઉદ્યોગના પિતામહ ગણાતા દાદાસાહેબ ફાળકેએ ૧૯૧૩માં ભારતની પહેલી મૂક ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ બનાવી હતી. આ ફિલ્મની ચાર રીલમાંથી બે રીલ બચી હોવાનું કહેવાય છે. અલબત્ત, એ રીલ અસલ હતાં કે ૧૯૧૭માં એ જ નામની ફિલ્મ ફરી બની તેનાં, એ હજુ નક્કી થઇ શક્યું નથી.
ફિલ્મો ભારતનો વિશિષ્ટ સાંસ્કૃતિક વારસો હોવા છતાં અને લોકપ્રિયતાની દૃષ્ટિએ પણ તેનું આગવું મહત્ત્વ હોવા છતાં, તેની જાળવણીમાં અત્યાર લગી બેનમૂન બેદરકારી દાખવવામાં આવી છે. તેનાં સૌથી જાણીતાં ઉદાહરણોમાંનું એકઃ ભારતની પહેલી બોલતી ફિલ્મ ‘આલમઆરા’નો કોઇ અવશેષ બચ્યો નથી.
આવું તો કંઇ કેટલીય ફિલ્મોનું થયું છે. મુંબઇના તારદેવ વિસ્તારમાં આવેલી ફેમસ લેબોરેટરીમાં આગ લાગતાં કંઇક ફિલ્મોની નેગેટીવ તેમાં નષ્ટ થઇ. એ સાથે જ અસંખ્ય ફિલ્મો નામશેષ બની. એવી જ રીતે, કોલકાતાની ઐતિહાસિક નિર્માણસંસ્થા ન્યૂ થિએટર્સ લિમિટેડમાં લાગેલી આગમાં તેની કેટલીક જૂની અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ફિલ્મો નાશ પામી. અમર ગુજરાતી ગીત ‘તારી આંખનો અફીણી’ જે ફિલ્મનું હતું, તે ‘દીવાદાંડી’ ની પ્રિન્ટ પણ ઉપલબ્ધ નથી. એ સમયે ફિલ્મની પટ્ટીઓના રાસાયણિક બંધારણ અને તેની જ્વલનશીલતાને લીધે તથા પાંખી ટેકનોલોજીના ટેકે ફિલ્મો જાળવી રાખવાનું બહુ અઘરું હતું. પરંતુ તેનાથી વધારે મોટો અભાવ દૃષ્ટિનો હતો, એ પાછલાં વર્ષોમાં બનેલી ફિલ્મોની અવદશા પરથી ધારી શકાય છે.
પૂણેમાં મોજૂદ નેશનલ ફિલ્મ આર્કાઇવ્સનું દાયકાઓથી આ જ કામ છે. પરંતુ પી.કે.નાયર જેવા એકાદ અપવાદને બાદ કરતાં આર્કાઇવ્સનો વહીવટ સરકારી ઢબે ચાલ્યો. એટલે ત્યાં આર્કાઇવ્સ ફિલ્મો અને સંબંધિત ચીજવસ્તુઓ સાચવવાને બદલે ખોવા માટે વધારે જાણીતો બન્યો છે. ઘણી ફિલ્મો અથવા સામગ્રી ત્યાં ભૂતકાળમાં હતી અને સમય જતાં એ બહાર પગ કરી ગઇ અથવા બેકાળજીને કારણે નષ્ટ થઇ, એવું ઘણા સંશોધકોને લાગે છે. ખરેખર ફિલ્મ આર્કાઇવ્સે પોતાના અઢળક ભંડોળ અને સંસાધનો કામે લગાડીને કરવું જોઇએ એવું હંિદી ફિલ્મોના ઇતિહાસનું સૌથી મહત્ત્વનું કામ- હંિદી ફિલ્મ ગીતકોશના ૧૯૩૦ થી ૧૯૮૦ સુધીના પાંચ ખંડ કાનપુરના એક બેન્ક કર્મચારી હરમંદિરસંિઘ હમરાઝે ગાંઠનું ગોપીચંદન કરીને કર્યું છે. મિત્રો-સમરસીયાઓની સહાયથી થયેલું આ કામ ફિલ્મ ક્ષેત્રે સત્તાવાર રાહે શું થઇ શક્યું હોત અને શું નથી થયું, તે દર્શાવવા પૂરતું છે.
નેશનલ ફિલ્મ આર્કાઇવ્સમાં એક અંદાજ પ્રમાણે આશરે ૧૩ હજાર ફિલ્મો સંઘરાયેલી છે, જે અત્યાર સુધી બનેલી કુલ ફિલ્મોનો માંડ ત્રીજો-ચોથો ભાગ ગણાય. એકાદ હજારથી પણ વઘુ મૂક ફિલ્મોમાંથી બહુ ઓછી- ૧ ટકાથી પણ ઓછી- ફિલ્મો બચી છે.
આર્કાઇવ્સમાં રહેલી ફિલ્મોમાંથી કેટલીકની નેગેટીવને રીસ્ટોર કરવાનું- તેમાં થયેલો બગાડ દૂર કરીને તેની હાલત ફરી ચકાચક કરવાનું- કામ શરૂ થયું છે. એક અહેવાલ પ્રમાણે આશરે ૯૦૦ ફિલ્મોની નેગેટીવને રીસ્ટોર કરીને તેને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ફિલ્મોને ડિજિટલ સ્વરૂપ આપવાનું કામ ભારે કૂથાભરેલું અને ધીરજ માગી લે એવું છે. ખર્ચાળ તો ખરું જ. કારણ કે તેમાં નેગેટીવના એક-એક દૃશ્ય ઉપર કામ કરવું પડે છે અને તેમાં આવેલા ડાઘાડૂઘી દૂર કરવાં પડે છે. એ ઉપરાંત અવાજને એકધારો અને એકસરખો બનાવવા માટે પણ ઘણી કવાયત કરવાની રહે છે. એક તરફ હોલિવુડમાં દોઢ-બે દાયકા પહેલાં બનેલી સફળ ફિલ્મોને થ્રી-ડી સ્વરૂપમાં ઉતારીને નવેસરથી રજૂ કરી લેવાનો વાયરો ફૂંકાયો છે, ત્યારે ભારતમાં નષ્ટ થયેલી ફિલ્મો પર આંસુ સારવાનું મોકૂફ રાખીને, જેટલી બચી છે એટલી ફિલ્મોને ડિજિટલ સ્વરૂપ આપીને જાળવી લેવાય તે બહુ મહત્ત્વનું છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved