Last Update : 20-April-2012, Friday

 

સિમરન સૂદ અને વિજય પલાંદેની 'બંટી ઔર બબલી' જેવી રહસ્યમય કથા

આ યુગલ બોલિવૂડની ખૂબસૂરત યુવતીઓના ચાહક ધનાઢય વેપારીઓને ફસાવતું હતું અને તેમની સંપત્તિ હડપ કરવા તેમને મોતને ઘાટ ઉતારતું હતું

'બંટી ઔર બબલી' ફિલ્મમાં અભિષેક બચ્ચન અને રાણી મુખરજી પોતાની ઓળખ બદલીને જુદા જુદા લોકોને ફસાવે છે તેવી કથા છે. તાજેતરમાં દિલ્હીના ધનાઢ્ય વેપારી કરણ કક્કડના અપહરણ અને સંભવિત હત્યાના કેસમાં જેમની ધરપકડ કરવામાં આવી છે એ વિજય પલાંદે અને બોલિવૂડની ખૂબસુરત મોડેલ સિમરન સૂદની કથા 'બંટી ઔર બબલી'ની રિયલ લાઇફ સ્ટોરી છે. બોલિવૂડમાં નસીબ અજમાવવા આવેલી સિમરન સૂદ ઇ.સ. ૧૯૯૮ની સાલમાં ટપોરીનો ધંધો કરતા વિજય પલાંદેના પ્રેમમાં પડી હતી અને તેને પરણી હતી. ત્યારબાદ તેઓ બંને મળીને માલદાર વેપારીઓને અને ઉદ્યોગપતિઓને ફસાવીને તેમની સંપત્તિ હડપ કરી જતા હતા. આ યુગલે મળીને પહેલાં અરુણ ટિક્કુને ફસાવીને તેની હત્યા કરી હતી અને પછી કરણ કક્કડના ચક્કરમાં સિમરન સુદને પાડીને તેની પણ સંભવિત હત્યા કરી નાંખવામાં આવી હતી.
૩૮ વર્ષની મોડેલ સિમરન સૂદ મુંબઇના અંગ્રેજી અખબારોનાં પેજ થ્રી ઉપર નિયમિત ચમકતી રહે છે. આઇપીએલની પાર્ટીઓમાં તે અનેક જાણીતા ક્રિકેટરો સાથે પણ જોવા મળે છે. સિમરન જ્યારે ૨૪ વર્ષની હતી ત્યારે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઇ આવી હતી. એકાદ બે ફિલ્મોમાં નાની ભૂમિકાના અપવાદને બાદ કરતાં તે નિષ્ફળ સ્ટાર પણ સફળ સોસાયટી ગર્લ બની ગઇ હતી. સિમરન જે હોટેલના જિમમાં કસરત કરવા જતી હતી તેમાં વિજય પલાંદે નોકરી કરતો હતો. વિજય પલાંદે અન્ડરવર્લ્ડ સાથે સંકળાયેલો હતો, પણ સિમરનને તેની જાણ નહોતી એટલે તે વિજયના પ્રેમમાં પડી ગઇ હતી.
ઇ.સ. ૧૯૯૯ની સાલમાં તેમણે પરિવારજનોની હાજરીમાં આર્યસમાજની વિધિથી લગ્ન પણ કરી લીધા હતાં. થોડા સમયમાં સિમરનને વિજયની વાસ્તવિકતાની જાણ થઇ ગઇ હતી. વિજયના કહેવાથી તેમણે મુંબઇના એકલા રહેતા માલદાર નબીરાઓને લોભાવવાનો અને લૂંટવાનો ધંધો શરૃ કર્યો હતો. આ ધંધામાં સિમરનનો ઉપયોગ ટ્રેપ તરીકે કરવામાં આવતો હતો. કોઇ પણ શ્રીમંત વ્યક્તિ પાર્ટીમાં આવે ત્યારે સિમરન તેની નજીક પહોંચી જતી અને તેની સાથે દોસ્તી બાંધતી હતી. પૈસાના લોભમા આંધળી બનેલી સિમરન આ માલદાર નબીરાને પોતાની કાયાનો ઉપયોગ પણ કરવા દેતી હતી. પોતાના પતિ વિજયની ઓળખાણ તે પોતાના ભાઇ તરીકે કરાવતી હતી. વિજય પલાંદે આ વ્યક્તિ સાથે ધંધાદારી સંબંધો બાંધતો અને તેમાંથી કમાણી કરતો. જ્યારે જરૃર જણાય ત્યારે આ વ્યક્તિને પતાવી દેવામાં આવતી હતી.
સિમરન સૂદ એક અત્યંત મહત્વાકાંક્ષી યુવતી છે. વૈભવશાળી જિંદગી માટે તે કોઇપણ હદે જવા તૈયાર હતી. ૩૮ વર્ષની ઉંમરે પણ પોતાની કાયાને માદક અને મોહક રાખવા તેણે મુંબઇમાં અને દુબઇમાં અનેક કોસ્મેટિક સર્જરીઓ કરાવી હતી. ફેસબુકમાં સિમરનના પ્રોફાઇલમાં અનેક જાણીતા ફિલ્મસ્ટારો, ક્રિકેટરો અને બિઝનેસમેનો સાથે તેની તસવીરો જોવા મળે છે. ઇ.સ. ૨૦૦૪ની સાલમાં સિમરને 'અનોખા અનુભવ' નામની બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં લેસ્બિયન સ્ત્રીઓની કથા હતી. સિમરનની ઇચ્છા અનુપ જલોટાના ગુ્રપમાં જોડાવાની હતી, પણ તેમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યારબાદ સિમરન સૂદ પાર્ટી ગર્લ બની ગઇ હતી.
સિમરનના પતિ વિજય પલાંદેની એર ઇન્ડિયાના કર્મચારી અનુપ દાસ અને એમના પુત્રની હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. વિજય પલાંદે નાસિક જેલમાં હતો ત્યારે તેને સમાચાર મળ્યા હતા જે સિમરને સ્ટોક બ્રોકર ગૌતમ વોરા સાથે નિકટતા કેળવી છે. ઇ.સ. ૨૦૦૬માં વિજય પલાંદે પેરોલ ઉપર છૂટયો હતો અને ગાયબ થઇ ગયો હતો. એક વર્ષ પછી તે બેંગકોક અને જર્મની ગયો હતો. અહીં તે એક જર્મન યુવતીના પ્રેમમાં પડયો હતો. આ યુવતીને લઇને તે મુંબઇ આવ્યો હતો અને તેની સાથે પરણ્યો હતો. આ દરમિયાન સિમરન સૂદે દિલ્હીના વેપારી કરણ કક્કડને ફસાવ્યો હતો અને એ તેની સાથે રહેવા લાગી હતી. કરણ કક્કડ સાથેના સંબંધો ચાલુ હતા એ દરમિયાન તેણે બોલિવૂડમાં કામ કરતા અભિનેતા અનુજ ટિક્કુ સાથે દોસ્તી બાંધી હતી. આ કારણે કક્કડ ઇર્ષાથી બળવા લાગ્યો હતો. આ દરમિયાન વિજય પલાંદે અને કરણ કક્કડે આઇપીએલમાં સટ્ટો રમવાનો શરૃ કર્યો હતો. તેમાં નાણાં રોકનારા એક રાજકારણી પાસે સિમરનને મોકલવામાં આવતી હતી.
વિજય પલાંદે અને સિમરન સૂદે બોલિવૂડમાં કામ કરતા અભિનેતા અનુજ ટિક્કુને ફસાવ્યો હતો. અનુજ દિલ્હીના ધનાઢય પરિવારનો નબીરો છે અને મુંબઇના પોશ એરિયામાં ફ્લેટ ધરાવે છે. આ ફ્લેટ તેણે સિમરનને ભાડે આપ્યો હતો. વિજય પલાંદે અનુજ પાસેથી આ ફ્લેટ પડાવી લેવા માંગતો હતો. અનુજ ડાયવોર્સી હતો અને તેને કોઇ સંતાન નહોતું. અનુજના પિતા અરૃણ ટિક્કુ દિલ્હીમાં રહેતા હતા અને બહોળો કારોબાર ધરાવતા હતા. તેમને ખબર પડી કે તેમનો દીકરો કોઇ મોડેલના ચક્કરમાં પડયો છે ત્યારે તેઓ તેને પાછો લેવા મુંબઇ આવ્યા હતા. આ જોઇ વિજય પલાંદને લાગ્યું હતું કે અરૃણ ટિક્કુ જીવતા હશે ત્યાં સુધી તેઓ અનુજનો ફ્લેટ તેની પાસેથી પડાવી શકશે નહીં. વિજય પલાંદે અનુજને ફરવાના બહાને ગોવા લઇ ગયો. આ બાજુ તેના બે સાથીદારોએ અરુણ ટિક્કુની હત્યા કરી નાંખી. પોલીસને પહેલા શક હતો કે અરુણ ટિક્કુની હત્યામાં તેમના પુત્ર અનુજની સંડોવણી છે. તેમણે અનુજની આકરી પૂછપરછ કરી ત્યારે સિમરનની અને વિજય પલાંદેની સંડોવણી બહાર આવી હતી.
પોલીસ અરુણ ટિક્કુના હત્યા કેસની તપાસ કરી રહી હતી એ દરમિયાન જ દિલ્હીના વેપારી કરણ કક્કડના ગુમ થવાની ફરિયાદ નોંધાઇ હતી. જે બિલ્ડીંગમાં સિમરન સૂદ રહેતી હતી એ ઓબેરોઇ સ્પ્રિંગ બિલ્ડીગમાં જ કરણ કક્કડ રહેતા હતા. અરુણ ટિક્કુની હત્યાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રહેલા વિજય પલાંદેએ પોલીસ સમક્ષ એવી ચોંકાવનારી કબૂલાત કરી હતી કે પાંચમી માર્ચે તેણે તેના બે સાથીદારો સાથે મળીને કરણ કક્કડની હત્યા કરી હતી, તેના મૃતદેહના ટુકડા કરી નાંખ્યા હતા અને એ ટુકડાઓ સતારા પાસેના ઘાટમાં ફેંકી દીધા હતા. વિજય પલાંદેના કહેવા મુજબ કરણ કક્કડના સિમરન સાથેના સંબંધોને કારણે તેણે તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે સતારા જઇને તપાસ કરી હતી અને તેના હાથમાં માનવ મૃતદેહના ટુકડાઓ અને ખોપડી આવ્યા હતા. જોકે કક્કડના સગાઓએ આ ટુકડાઓ તેના હોવાનો ઇનકાર કર્યો છે.
એમ કહેવાય છે કે કરણ કક્કડ હિન્દી ફિલ્મોનો નિર્માતા બનવા માટે મુંબઇ આવ્યો હતો. વિજય પલાંદેએ તેની ઓળખાણ અનેક ફાઇનાન્સરો સાથે કરાવી હતી. કરણ કક્કડ અનેક બુકીઓ સાથે પણ સંડોવાયેલો હતો. કરણ કક્કડ દિલ્હીના એક રાજકારણીને ઓળખતો હતો. આ રાજકારણીને ક્રિકેટના સટ્ટામાં લગાવવા માટે વિજય પલાંદેને ૧.૫૦ કરોડ રૃપિયા આપ્યા હતા. આ સટ્ટામાં કરણ કક્કડને ૮૮ લાખ રૃપિયાનો ફાયદો થયો હતો, જેમાંથી તેણે અંધેરીમાં ફ્લેટ ખરીદ્યો હતો. દિલ્હીના રાજકારણીને કરણ કક્કડના સિમરન સાથેના સંબંધોની જાણ થઇ ત્યારે તેમણે સિમરનને પોતાની પાસે મોકલવા જણાવ્યું હતું. સિમરને રાજકારણી પાસે જવાને બદલે આ વાત વિજયને કરી દીધી હતી. વિજય પલાંદેને કરણ કક્કડ ઉપર ગુસ્સો આવ્યો એટલે એણે કરણની હત્યા કરી નાંખી હતી.
વિજય પલાંદે પાસે એ મર્સિડીઝ કાર હતી એ પણ તેણે ગુરુ દત્તા નામના વેપારીને છેતરીને મેળવી હતી. આ ગુરુદત્તાનો એક બાળપણનો મિત્ર પરાગ મેટે વિજય પલાંદેને ઓળખતો હતો. એક વખત તેણે ગુરુ દત્તાની ઓળખાણ વિજય પલાંદે સાથે કરાવી હતી. વિજય પલાંદેએ તેને બીપીઓના ધંધામાં ભાગીદાર બનવા જણાવ્યું હતું. તેણે ગુરુ દત્તાને યોગાના પાઠ ભણવા સિમરન પાસે મોકલ્યો હતો. ગુરુદત્તા સિમરનથી અંજાઇ ગયો હતો અને તેણે પોતાની મર્સિડીઝ ગાડી વિજયને વાપરવા આપી દીધી હતી. પોલીસે વિજયની ધરપકડ કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના કબજામાં રહેલી મર્સિડીઝ ગાડી ગુરુદત્તાના નામે વસઇમાં નોંધાયેલી છે. ગુરુદત્તાએ પોલીસનો સંપર્ક કર્યો અને કબૂલ કર્યું કે ઓક્ટ્રોઇ બચાવવા તેણે વસઇના ખોટાં સરનામા ઉપર પોતાની મર્સિડીઝ ગાડી રજીસ્ટર કરાવી હતી, જે વિજય પલાંદે વાપરતો હતો.
સિમરન સૂદ જેવી અનેક યુવતીઓ મુંબઇની પાર્ટીઓમાં જોવા મળે છે. થોડા સમય અગાઉ જાણીતી મોડેલ વિવેકા બબાજીએ આત્મહત્યા કરી ત્યારે તેની સાથે સંબંધો ધરાવનારા ધનાઢય વેપારી તરીકે ગૌતમ વોરાનું નામ ચમક્યું હતું. આ ગૌતમ વોરા સીમરન સાથે પણ દોસ્તી ધરાવે છે. પોલીસે કરણ કક્કડના કેસમાં ગૌતમ વોરાની પણ પૂછપરછ કરી છે.
ગૌતમ વોરાએ પોલીસને એવું જણાવ્યું છે કે તે માત્ર સિમરનને પાર્ટીઓને કારણે જ ઓળખે છે, તેની સાથે તેને કોઇ વિશેષ સંબંધ નથી. દિલ્હીના વેપારી કરણ કક્કડની હત્યા થઇ છે કે તે હજી જીવતો છે એ બાબતમાં હજી પોલીસ કોઇ નિર્ણય ઉપર આવી નથી.
પોલીસના હાથમાં જ્યાં સુધી કોઇ વ્યક્તિનો મૃતદેહ ન આવે ત્યાં સુધી તેની હત્યા થઇ હોવાનું કહી શકાય નહીં. સતારાના ઘાટમાંથી પોલીસને જે મૃતદેહના ટુકડાઓ મળ્યા તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેનો હેવાલ આવે તે પછી જ પોલીસ આ બાબતમા કોઇ નિર્ણય ઉપર આવી ં શકે તેમ છે. આ દરમિયાન 'બંટી અને બબલી' જેલની હવા ખાઇ રહ્યા છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved