Last Update : 20-April-2012, Friday

 
સદ્દામ હુસેન અને ઓસામા બિન લાદેન જેવાને ઠેકાણે કરનાર...

- અમેરિકાને હાફીઝ સૈયદનો પડકાર... ‘‘તમારામાં તાકાત હોય તો મને પકડી જૂઓ!’’
- મુંબઇ ઉપર ૨૦૦૮માં નવેમ્બરમાં હુમલો કરનાર આતંકવાદીઓના હાથે છ-સાત અમેરિકન નાગરિકો માર્યા ગયેલા એનો બદલો લેવા અમેરિકા કમર કસે છે
- મુંબઇગરા ૧૬૦ જેટલા ભારતીયો જે આતંકવાદી હુમલામાં માર્યા ગયા છતાં ચાર વર્ષમાં આપણી સરકારે વિરોધ પત્રો મોકલવા સિવાય કશું નથી કર્યું જ્યારે અમેરિકા પોતાના ૮ નાગરિકો માટે જંગે ચડ્યું!
- હવે હાફીઝ સૈયદ અમેરિકાના હાથે મર્યો જ સમજો!

ભઇ, આ તો અમેરિકા છે! આ લેખ વાંચવાનું થાય ત્યાં સુધીમાં પાકિસ્તાનમાં લહેરથી હરી ફરી રહેલો દુનિયાનો એક નંબરનો આતંકવાદી આમીર હાફીઝ મોહમ્મદ સૈયદ અમેરિકાએ ઉડાડી પણ દીધો હોય!
આ તો અમેરિકા છે! આખી દુનિયામાં કોઇને પણ જાણ નહોતી કે, એક નંબરનો આતંકવાદી તથા અમેરિકા ઉપર દસ વર્ષ પહેલાં હુમલો કરાવીને અમેરિકા જેવાને પણ ઘૂ્રજાવનાર ઓસામા બિન લાદેન ક્યાં સંતાયો છે અને અમેરિકાએ એનો ખાતમો બોલાવી દીધો!
ભઇ, આ તો અમેરિકા છે! એક જમાનામાં દુનિયાને ઘૂ્રજાવી રહેલો ઈરાકનો એક ચક્રી શાસક સદ્દામ હુસેન છેવટે જીવ બચાવવા એક ભોંયરામાં ભિખારી જેવો થઇને સંતાઇ ગયો છે એની જાણ કોઇને નહોતી અને અમેરિકાએ એને શોધીને ખતમ કરી નાખ્યો!
ભઇ, આ તો અમેરિકા છે! આપણા મુંબઇ શહેરને બોંતેર બોંતેર કલાક સુધી બાનમાં રાખનાર લગભગ દસ પાકિસ્તાની આતંકવાદીઓએ (મનમોહન સરકાર અને એ પહેલાની વાજપેયી સરકાર પણ ‘‘પાકિસ્તાની આતંકવાદી’’ શબ્દ નહીં વાપરવોની નીતિ રાખે છે.) આપણા લગભગ ૧૫૦થી ૨૦૦ મુંબઇગરા ભારતીયોને મારીને લોહિયાળ હાથ કરેલા છતાં એ હત્યાકાંડ કરનારાઓ પાછળના ભેજાને પકડવાનો પાકિસ્તાન સાથે પત્રવ્યવહાર જ અત્યાર સુધી કર્યા કરેલો.. જ્યારે અમેરિકાના તો ફક્ત છ જ નાગરિકો એ આતંકવાદીઓના હાથે માર્યા ગયેલા હોવા છતાં છ હોય કે એક હોય... પણ અમારો અમેરિકન છે ને?... એ ભાવનાથી અમેરિકાની સરકારે એ હાફીઝ સૈયદની ફક્ત ભાળ આપનારને ૧૦ મિલિયન ડોલર (૧,૦૦,૦૦,૦૦૦ એટલે ૫૩ કરોડ રૂપિયા) ઈનામ તરીકે આપવાની જાહેરાત કરી છે.
એ સાથે આતંકવાદીઓને આર્થિક સહાય કરનાર તથા હાફીઝ સૈયદના મામાના દિકરા અને સાળા હાફીઝ અબ્દુલ રહેમાન મક્કીની ભાળ (માથા) માટે ૩૦ મિલિયન ડોલર ઈનામ આપવાની જાહેરાત કરી છે.
અમેરિકાની ‘‘રીવોર્ડ ફોર જસ્ટીસ’’ નામની વેબસાઇટ ઉપર આ વિષેની જે જાહેરાત કરવામાં આવેલી એ આ પ્રમાણેની છે...
‘‘સીકીંગ ઈન્ફોરમેશન અગેઈન્સ્ટ ઈન્ટરનેશનલ ટેરરીઝમ વોન્ટેડ ઈન્ફોરમેશન લીડીંગ ટુ ધી એરેસ્ટ એન્ડ કન્વીકશન ઓફ હાફીઝ મોહમ્મદ સૈયદ અપ ટુ ડોલર ૧૦ મિલિયન
પ્લેસ ઓફ બર્થ ઃ સરગોધા, પંજાબ પ્રોવિન્સ, પાકિસ્તાન.
ડેટ ઓફ બર્થ ઃ ૬/૫/૧૯૫૦
સેક્સ ઃ મેઈલ
હેર ઃ રેડ
આઈ ઃ બ્રાઉન
નેશનાલિટી ઃ પાકિસ્તાન
સીટીઝનશીપ ઃ પાકિસ્તાન.’’
૨૦૧૨ના ૨ એપ્રિલે આપણા દેશના વિદેશ મંત્રી (ફોરેન સેક્રેટરી) રંજન મથ્થાઇ અને અમેરિકાના અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પોલિટીકલ અફેર્સ વેન્ડી શર્મન વચ્ચે સાડા ત્રણ કલાક સુધી મંત્રણા ચાલેલી એમાં પાકિસ્તાન દ્વારા પોષાતા આતંકવાદ વિષે જ ચર્ચા ચાલેલી.
એ પછી અમેરિકાના વોશંિગ્ટનમાંની આપણી એલચી કચેરી કંઇ બોલે એ પહેલાં તો વેન્ડીબહેને ઉપરોક્ત ધડાકો કરીને દુનિયાને ચોંકાવી દીધી.
એ ધડાકાથી આપણા મથ્થાઇ સાહેબ કે એલચી કચેરીમાં અમેરિકાનો વિષય (વિભાગ) સંભાળી રહેલા જાવેદ અશરફ કંઇ પ્રતિભાવ આપે એ પહેલાં વિન્ડીબહેને એમની સામે જોઇને કહ્યું કે ૨૬/૧૧ના મુંબઇ પરના પાકિસ્તાની આતંકવાદી હુમલામાં અમારા છ નાગરિકો માર્યા ગયેલા એ અમેરિકા ભૂલ્યું નથી. (અને આપણે? આપણા છ નહિ પણ છસો પણ નહીં પણ છ હજાર પણ નહીં પણ છ લાખ જેટલા નાગરિકો પાકિસ્તાનના કારણે અત્યાર સુધીમાં માર્યા ગયા હશે પણ આપણી ભાજપની સરકારે કે કોંગ્રેસની સરકારે શું કર્યું? તાબોટા પાડ્યા કર્યા કે બીજું કંઇ? બાજપેયીએ મુશરફ સાથે ભોજન લીઘું અને મનમોહનસંિહે ઝરદારી સાથે ભોજન લીઘું! આ છે આપણા રાજકારણીઓ!
અને પેલું છે અમેરિકા! અમેરિકાને પોતાના એકેએક નાગરિકની કંિમત અને ખેવના છે જ્યારે આપણે ત્યાં નાગરિકની રતીભાર કંિમત નથી. નાગરિક એટલે જાણે આપણે ત્યાં મગતરું!)
એમણે કહ્યું કે... આતંકવાદીઓએ મુંબઇને ત્રણ દિવસ સુધી બાન રાખેલું એ દરમ્યાન જે છ અમેરિકનો આતંકવાદીઓના હાથે માર્યા ગયેલા એમાં બેનઝીઓન ક્રોમેન, ગાવરેઈલ હોલિઝબર્ગ, સંદિપ જીવાની, એલેન સ્કેરર, એની પુત્રી નૂઓમી અને આર્યેશ લાઈબીશ હતા. એટલે અમેરિકાના વિદેશ ખાતાની વેબસાઇટ ઉપર એપ્રિલ ૨ના સાંજ સુધીમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલા પાછળના જે બે માથા છે એમના માથા માટે ઈનામ જાહેર થયાનું મૂકાઇ જશે.
એ રીતે વેન્ડીબહેને એક જ ધડાકે ભારત અને અમેરિકાને આતંકવાદ સામે લડવામાં સહકાર કરવાને એક નવા જ તબક્કામાં મૂકી દીઘું. આતંકવાદ, આતંકવાદીઓ, પાકિસ્તાન વગેરે વિષે કોઇ ચર્ચા નહીં કે કોઇ કચકચ નહીં. અમેરિકા અને ભારત આપણા દેશનો એક જ દુશ્મન... પાકિસ્તાનમાં લહેરથી હરીફરી રહેલો આતંકવાદી!
આ સૈયદ જે આતંકકર્તા સંસ્થાનો વડો છે એ છે લશ્કર-એ-તૈયબાની છત્રછાયા નીચે ધર્માદાના કામો કરવાનો ઢોંગ કરનાર સંસ્થા જમાત-ઉદ-દાવાનો સ્થાપક અને સંચાલક છે.
આ લશ્કર-એ-તૈયબા એશિયામાં ઈસ્લામી રાજ્ય સ્થાપવાના ઉદ્દેશ્યથી ૧૯૯૦માં સ્થપાયેલી આતંકકર્તા સંસ્થા છે. અત્યારે એ કાશ્મીરને ભારતથી મુક્ત કરવા માટે સક્રિય છે. સૈયદે એના મૂળીયા યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી લંબાવ્યા છે.
એની પાસે અત્યારે પણ ૧૦૦૦ મુજાહિદો તૈયાર છે. એ સંસ્થા ઉપર ભારત ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા, સમગ્ર દેશો, સંયુક્ત રાષ્ટ્ર, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોએ પ્રતિબંધ મૂક્લો છે.
એ આતંકવાદીનો એમ આઈ ડી નંબર ૩૫૨૦૦ ૨૫૫૦ ૯૮૪૨-૪૩-૪૪-૪૫-૪૬-૪૭ છે અને એનું હાલનું સરનામું ‘‘મુરીદકે, લાહોર, પાકિસ્તાન’’ છે અને એનું રહેઠાણનું સરનામું ૧૧૬-ઈ, બુખારી સ્ટ્રીટ, બોર સોસાયટી, જોહર ટાઉન, લાહોર છે.
વિશ્વભરના દેશોના દબાણથી પાકિસ્તાને એને છ મહિના સુધી નજર કેદ રાખેલો પરંતુ લાહોરની કોર્ટના હુકમથી ૨૦૦૯થી એ છૂટો ફરે છે. પાકિસ્તાનમાં એ સભાઓ ભરે છે અને રેલીઓ કાઢે છે જેમાં એ આપણા દેશ ભારત વિરૂઘ્ધ ઝેર ઓક્યા કરે છે છતાં પાકિસ્તાન સરકાર એની સામે કશાં જ પગલાં નથી લેતી.
અમેરિકાએ જે ઓસામા બિન લાદેનનો ખાતમો બોલાવ્યો એ અલ-કાયદા નામની સંસ્થા પણ આતંકકર્તા છે. અમેરિકા ઉપર હુમલો કરનાર એ સંસ્થા હતી. લાદેનનો ખાતમો બોલાવ્યા પછી અલ કાયદાનો વડો અયમાન અલ જવાહિરી છે. એના માથા માટે અમેરિકાએ રૂપિયા ૧૨૫ કરોડનું ઈનામ જાહેર કર્યું છે.
એ જ અલ કાયદા સંસ્થાનો બીજો એક નેતા યાસિન અલ સુરી નામનો છે. એના માથા માટે અમેરિકાએ ૫૦ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું છે.
આવી આતંકકર્તા એક બીજી સંસ્થા તાલિબાન છે જે અફઘાનિસ્તાનમાં વર્ચસ્વ ધરાવે છે. એનો મુખ્ય કર્તાકર્તા મુલ્લા ઉમર છે જેના માથા માટે અમેરિકાએ ૫૦ કરોડ રૂપિયા જાહેર કર્યા છે અને તાલિબાનોના પાકિસ્તાનમાંનો વડો હકીમુલ્લા મહસુદ છે જેના માથા માટે અમેરિકાએ ૫૦ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
- ગુણવંત છો. શાહ

 

પર્દાફાશ
વઘુ ને વઘુ ભ્રષ્ટાચારથી ખદબદતી
પાસપોર્ટ કચેરી !
આપણા દેશમાં જ્યાં ડગલે ને પગલે ભ્રષ્ટાચાર ભરડો લઈને પડેલો છે, જ્યાં એક કાગળને ફેરવવા માટે પણ ઇંટના વજનના રૂપિયા મૂકવા પડે છે એવી જે લાખો કરોડો કચેરીઓ છે એમાંની એ કચેરી પાસપોર્ટ કચેરી છે. એમાં એજન્ટ પ્રથા લાંચ પ્રથા દૂર કરવા કેન્દ્ર સરકાર અને વિદેશ ખાતું ૪૦- ૫૦ વર્ષથી પ્રયત્નો કર છે પણ એ ભ્રષ્ટાચારના કામમાં વઘુ ને વઘુ ડૂબતી જાય છે.
એમાં ભ્રષ્ટાચાર જાણે ઓછો લાગતો હશે ! એટલે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત અમુક રાજ્યોમાં પાસપોર્ટનું કામ કોઈ ખાનગી કંપનીને આપ્યું છે જેના કારણે ઉલટો ભ્રષ્ટાચાર વઘુ ફૂલ્યોફાલ્યો છે.
સીબીઆઇ અને ઇન્કમટેક્સ ખાતું તથા લોકાયુક્ત ઓફિસ પાસપોર્ટ ઓફિસના પટાવાળાથી માંડીને ટોચના અમલદારને ત્યાં દરોડા પાડે તો ખબર પડે કે કેટલા કરોડો રૂપિયાનું લાંચનું કાળું નાણું પાસપોર્ટ ઓફિસના સ્ટાફને ત્યાં પડ્યું છે !
પાસપોર્ટ ઓફિસ વિષે કોર્ટમાં પણ કેસ દાખલ કરી શકાય અને કોર્ટ પોતે પણ સુઓમોટોનો ઉપયોગ કરી શકે છે. અમદાવાદના રીંગરોડ ઉપર સર્વિસ રોડ કરવાની બાબતમાં હાઇકોર્ટ હુકમ કરી શકે તો પાસપોર્ટ જેવી જનતાને સ્પર્શતી બાબતમાં કોર્ટ શા માટે આદેશ આપી ન શકે ?

 

અગડં બગડં
આજકાલ અભિનેત્રીઓનો વટ છે !
એમ તો, પહેલાં પણ અભિનેત્રીઓનો વટ નહોતો એવું નથી... લીલા ચીટનીસથી માંડી શર્મીલા ટાગોર, રેખા, રાખી વગેરે સેંકડો અભિનેત્રીઓનો વટ હતો પણ સામે ત્યારે અશોકકુમાર, રાજકપુર, દિલીપકુમાર, દેવાનંદ, મનોજકુમાર, સંજીવકુમાર, રાજેશ ખન્ના, રાજેન્દ્રકુમાર જેવા એક એકથી ચઢિયાતા અભિનેતાઓ હતા. જયારે અત્યારે એવા અભિનેતાઓનો સાવ દુકાળ છે અને અભિનેત્રીઓ કેટરીના કૈફ, કરીના કપુર, વિદ્યા બાલન જેવીનું સામ્રાજ્ય તપે છે.
મંગળવાર ૩-૪-૧૨ના દિવસે રાતના સમયે કરીના કપુરના નૃત્યો જોનારા દંગ થઇ જાય એવા નૃત્યો કરીનાએ કરેલા. પણ આઇ પી એલના ઉદઘાટન કાર્યક્રમના એ નૃત્યો માટે કરીનાને બેંગકોકથી ખાસ ચાર્ટર પ્લેનમાં લઇ જવા લાવવામાં આવેલી.
કરીના બેંગકોકમાં જાહેરખબરની એક ફિલ્મ માટે શુટીંગ કરી રહી હતી અને ત્યાંથી આઇપીએલના શુટીંગ માટે એને ચેન્નાઇ જવાનું હતું. એટલે કરીના બેગંકોકથી ઝડપથી ચેન્નાઇ પહોંચી શકે તેમ નહોતું અને પાછું એ બેંગકોક જઇ શકે તેમ નહોતું.
છેવટે આઇપીએલના સંચાલકોએ કરીનાને લાવવા લઇ જવા માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી.
અત્યારની ફિલ્મી દુનિયામાં અભિનયની દ્રષ્ટિએ ભલે વિદ્યા બાલન ટોપ ઉપર હોય પણ અભિનય ઉપરાંત બીજી નખરાબાજીઓમાં કરીના ટોચ ઉપર છે. અત્યારે કરીના ફિલ્મ ઉદ્યોગની સૌથી વઘુ સફળ અને સૌથી વઘુ કમાતી અભિનેત્રી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved