Last Update : 20-April-2012, Friday

 

અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી

દેશી દાઉદખાની ઘઉંનો વિસરાતો સ્વાદ

- વિશ્વમાં એક માત્ર ભાલ પંથક એક માત્ર ભુરખી ગામમાં જ ગુજરાતના અસલ દેશી દાઉદખાની ઘઉં પાકે છે. બજારોમાં મળતા દાઉદખાની ઘઉં અરણેજ ૩૧૩ નામની ડૂપ્લીકેટ દાઉદખાની ઘઉંની જાત છે.

 

આખા વિશ્વમાં એક માત્ર ભાલ પંથકના ભુરખી જેવા નાનકડા ગામમાં જ ગુજરાતના અસલ દેશી દાઉદખાની ઘઉં પાકે છે. અમદાવાદના બજારોમાં મળતા દાઉદખાની ઘઉં હકીકતમાં તો અરણેજ ૩૧૩ નામની એક ડૂપ્લીકેટ દાઉદખાની ઘઉંની જાત છે. ભુરખી ગામના કાળુભાઇ મુખી કહે છે કે હું ભુરખી એ એક માત્ર એવું ગામ છે જેમાં દેશી દાઉદખાની ઘઉનું ઉત્પાદન કરવામાં આવે છે, આ દેશી ઘઉંનો દાણો નાનો હાય છે તેથી બજારમાં તેનો ભાવ ઓછો હોય છે. આ ઘઉંમાં મીઠાશ હોય છે અને આ ઘઉંમાંથી બનેલી રોટલી મોં માં મુકતાની સાથે જ ગળી જાય છે. બજારમાં અત્યારે દેશી દાઉદખાની ઘઉંના નામે અરણેજ ૩૧૩ વેચાય છે. અને આ ઘઉંના દાણા મોટા હોવાથી મોટા ભાગના લોકો અરણેજ ૩૧૩ને દાઉદખાની ઘઉં સમજીને ખરીદે છે. મારુ આખું ગામ દેશી દાઉદખાની ઘઉં જ ઉપયોગ કરે છે, ગામની લોકોને શુદ્ધ ખોરાક મળે તે માટે મારા ગામમાં મે ડેરી ઉધોગ વિકસવા નથી દીધો કારણ કે બે પૈસા મેળવવા માટે લોકો ઘી અને દૂધનું વેચાણ કરતા હોય છે, ભુરખી ગામનો દરેક વ્યક્તિ અને બાળકો શુદ્ધ ઘી અને મીલાવટ વગરનું દૂધ આરોગે છે.ભુરખી ગામ પ્રતિ વર્ષ ૧૦ હજાર મણ દેશી દાઉદખાની ઘઉં ઉત્પાદન કરતું ગુજરાતનું એકમાત્ર ગામ છે.
ભાલ પંથકના કોઠ, ગાંગડ, કલ્યાણગઢ, જવારજ, ધોળી, રળોલ, બળોલ, નાની કઠેચીથી લઇને છેક ભીમનાથ સુધી પાકતા વરસાદી ઘઉં અસલ દાઉદખાની ઘઉં છે. આ ઘઉંની વિશેષતા એ છે કે એમાંથી બનેલી રોટલીનું ‘બટકુ’ મોઢામાં પડતા જ ઓગળી જાય છે. સવારે બનાવેલી રોટલી સાંજ સુધી તાજી રહે છે. પણ આ ઘઉં સામાન્ય ઘઉં કરતાં વઘુ કઠણ હોય છે. આ ઘઉં પકવતી વખતે ફક્ત અને ફક્ત વરસાદનું પાણી જ વપરાય છે અને એ પણ કુદરતી રીતે જ વરસાદ થકી આ પાકને મળે છે. દાઉદખાની ઘઉંની મીઠાશ કુદરતી વરસાદી પાણીને આધિન હોય છે જો ખેડુત દ્વારા આ ઘઉંના પાકને પીયત માટે પાણી આપવામાં આવે તો ઘઉંની ગુણવતા ઓછી થઇ જાય છે અને ઘઉંમાં રહેલી મીઠાશ જળવાતી નથી.
આ અંગે બાવળા માર્કેટ યાર્ડના પ્રમુખ કાનભા ગોહીલ કહે છે કે દેશી દાઉદખાનીનું પ્રમાણ ઘટ્યું છે, અત્યારે મોટા ભાગે ભાલિયા ઘઉં તરીકે અરણેજ ૩૧૩ માર્કેટમાં વેચાય છે. જે અસલ દાઉદખાની ઘઉં ન કહી શકાય.

 

હવે અમે વડોદરા, સુરત, સેલવાસ, મુંબઇ, પૂના, કોલ્હાપુર, બેંગ્લોર, કોચી, તિરુવનંથપુરમ, ચેન્નાઇ, રાયપુર થઇને કાલાહાંડી પહોંચીશુ.
જ્યારે હેમંત પ્રઘાની કહે છે કે, સ્વામી વિવેકાનંદના જીવન પરથી અમે ઘણુ બઘુ શીખ્યા છીએ. સ્વામી વિવેકાનંદના આશિર્વાદથી અમે અમારા ગામને સારામાં સારુ ગામ બનાવી શકીએ એવો અમારો પ્રયત્ન છે. ત્યાગ, તપસ્યા, મંત્રના બળથી ભારતમાં સંદેશો પહોંચાડવા માટે અમે આ યાત્રા કરી છે. કારમકે બઘા જ મનુષ્યો તો આખરે એક જ છે. લોકોમાં સ્વામી વિવેકાનંદના જીવન પરથી જાગ્રતિ આવે અને તેઓના આદર્શોથી લોકો પ્રેરિત થાય તે અમારો મુખ્ય હેતુ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved