Last Update : 20-April-2012, Friday

 
દિલ્હીની વાત
 

રાષ્ટ્રપતિની પસંદગી બહુમતીના ફાંફા
નવી દિલ્હી, તા. ૧૯
રાષ્ટ્રપતિ પદ માટેની લાઇનમાં પ્રતિભા પાટીલથી શિવરાજ પાટીલ સુધીના લોકોના નામ બોલાય છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ શિવરાજ પાટીલના નામ અંગે વિચારી રહી છે. જો કે અન્ય અડધો ડઝન નામ પણ તેમની વિચારણા હેઠળ છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી, નાણા પ્રધાન પ્રણવ મુકરજી, સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોની, લોકસભાના અધ્યક્ષ મીરાંકુમાર, કોંગ્રેસના સાંસદ કરનસિંહનો સમાવેશ થાય છે. ૧૦, જનપથની નજીકના મનાતા મહારાષ્ટ્રના રાજકારણી અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન પણ ચક્કર કાપી રહ્યા છે. પરંતુ હકીકત તો એ છે કે રાષ્ટ્રપતિ ચૂંટવા માટેની જોઇતી બહુમતી યુપીએ તેમજ એનડીએ પાસે નથી. ૩૦ ટકા વોટ ધરાવતી કોંગ્રેસ તેના ઉમેદવારને જીતાડી શકે એમ નથી. શિવરાજ પાટીલના નામની વાત કરીએ તો આ નામ સાથે ભાજપ સંમત નહીં થાય. કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે કે પાટીલનું નામ ધરીને આગળ વધી શકાય એમ નથી. કોંગ્રેસને એવો ડર છે કે ગૃહ પ્રધાન તરીકે પાટીલ હતા ત્યારે તેમની કામગીરી અંગેનો અસંતોષ પણ આડે આવશે.
એપીજે અબ્દુલ કલામનું નામ...
સમાજવાદી પક્ષના ૩૩ સાંસદો અને ઉત્તર પ્રદેશના ૨૨૫ વિધાનસભ્યો એમ તૃણમુલ કોંગ્રેસના ૨૬ સાંસદો અને ૧૮૬ વિધાનસભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં મહત્વના બની રહેશે. કોંગ્રેસને ચિંતા એ છે કે આ બંને કોંગ્રેસને ટેકો આપવાના બદલે એકબીજા સાથે હાથ મીલાવી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના સુપ્રિમો મુલાયમસિંહ યાદવને તૃણમુલ કોંગ્રેસના કિરનમોય નંદા એક દૂત તરીકે મળ્યા હતા. એમ માનવામાં આવે છે કે મુલાયમસિંહ યાદવ જે ઉમેદવારને પસંદ કરશે તેને ટેકો આપવાની મમતાએ ખાત્રી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે મુલાયમસિંહ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. કલામને પ્રોજેકટ કરવા માગે છે.
યેદુઆરપ્પા બંડ પોકારશે
કર્ણાટકની વાત કરીએ તો અહીં ભાજપ માટે મોટી સમસ્યા છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યદુઆરપ્પા ભાજપના મોવડી મંડળને કહે છે કે જો મને મુખ્ય પ્રધાન કે રાજયના પ્રમુખ નહીં બનાવવામાં આવે તો ગંભીર પગલાં માટે તૈયાર રહેજો. યેદુઆરપ્પાએ અન્ય પક્ષના નેતાઓ સાથે સેટીંગ ગોઠવવાની તૈયારી કરતાં ભાજપ ટેન્સનમાં છે. ભાજપના નેતાઓ માને છે કે આગામી દિવસો ખરાબ આવશે.
દરમ્યાન સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી નીમી હતી તેનો રિપોર્ટ ૨૦ એપ્રિલે આવશે. તેના પર સૌની નજર છે. પક્ષના મોવડી મંડળે યેદુઆરપ્પાને કહ્યું છે કે સીઇસી તેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ ના કરે ત્યાં સુધી દિલ્હી ના આવશો.
એક શહેરમાં ત્રણ મેયરથી સમસ્યા
દિલ્હી એમસીડીમાં પ્રથમ વર્ષ મહિલા મેયર માટે અનામત રખાતા ભૂતપૂર્વ મહિલા મેયર રજની એબી સહિતની ડઝન જેટલી મહિલાઓ મેયરની રેસમાં છે. પૂર્વ અને ઉત્તર દિલ્હીમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે જયારે દક્ષિણ દિલ્હીમાં તેણે સર્વાનુમતે ઉમેદવાર પસંદ કરવો પડશે. શિરોમણી અકાલી દળ મેયરની પોસ્ટ સત્વીંદર સિંહ કૌર માટે માગી રહ્યું છે. મેયરની પસંદગીમાં જ્ઞાાતિવાદનો મુદ્દો પણ એકટીવ બનશે. જો કે સીનિયર અધિકારીઓને બીજી ચિંતા સતાવે છે. એક શહેરમાં ત્રણ મેયર હોય એવું દેશમાં પ્રથમ વાર બનશે. વિદેશમાંથી દિલ્હીના મેયર માટ કોઈ આમંત્રણ આવશે તો કોને મોકલવા ? આમંત્રણ મોકલનારે ચોક્કસ નામ સાથે આમંત્રણ મોકલવું પડશે.
યુનિક કેન્સર ઇન યુનિક એજગૃપ
ટીનેજર્સ અને યુવાન છોકરા-છોકરીઓમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા યુનિક કેન્સર ઇન યુનિક એજ નામની બે દિવસની કોન્ફરન્સ ૨૧ એપ્રિલથી શરૃ થઇ રહી છે. વીસ અને ત્રીસ વર્ષના યુવાન યુવતીઓમાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે. એશિયન ઇન્સીટટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝના ડૉ. એન.કે. પાંડેએ જણાવ્યું છે કે વધુ પાર્ટનર સાથે સલામતીના સાધનો સિવાય સેકસ માણતી યુવા છોકરીઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ રહેલું છે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved