Last Update : 20-April-2012, Friday

 

પ્રાચી દેસાઇ આગામી ફિલ્મોમાં જોવા મળશે બોલ્ડ અવતારમાં

ટીવી અભિનેત્રીમાંથી ફિલ્મોદ્યોગમાં પ્રવેશેલી અભિનેત્રી પ્રાચી દેસાઇએ ‘રોક ઓન’ અને ‘વન્સ એપોન અ ટાઇમ ઇન મુંબઇ’ જેવી ફિલ્મમાંઅભિનય ક્રયો છતાં તેને ધારી સફળતા મળી નથી.આથી હવે અભિનેત્રીએ પોતાની સરળ ઇમેજને ત્યાગી દીધી છે અને તે આગામી ફિલ્મમાં બોલ્ડ લુકમાં જોવા મળશે .
‘વન્સ..’ફિલ્મમાંપ્રાચીએ ભજવેલી ભૂમિકા જોયા બાદ એમ હતું કે તે ઢગલાબંધ ફિલ્મો સાઇન કરશે.પરંતુ અભિનેત્રીએ માત્ર બે જ ફિલ્મ ‘બોલ બચચન’અને ‘આઇ મી ઓર મૈં’ જ સાઇન કરી છે.આ વિશે વાત કરતાં પ્રાચીએ કહ્યું હતું કે,ેેે‘મારે મારી વયને અનુરૂપ ભૂમિકા પર ઘ્યાન કેન્દ્રિત કરવું હતું.‘વન્સ..’ની ભૂમિકાએ મને અનેક એવોર્ડ અપાવ્યા છે એટલે મારે કંઇક નવતર કરવું હતું.મારે એવા પાત્રો ભજવવા હતા જે હળવા હોય અને મને અભિનયક્ષમતા પુરવાર કરવાની તક મળે.જોકે મને મોટાભાગની ગંભીર ભૂમિકા જ ઓફર કરવામાં આવી હતી.માત્ર ‘આઇ મી ઓર મૈૅ’અને ‘બોલ બચ્ચ્ન’માં અનુક્રમે બોહમેનીઅન ગર્લ અને રમુજી યુવતીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી.આથી મેં આ બંને ફિલેમ સ્વીકારી હતી.હું તમામ પ્રકારની ભૂમિકા ભજવવા તૈયા ર છું .લોકો મને બોલ્ડ પાત્રો શા માટે નથી આપતાં તે જ સમજાતું નથી.’
વચ્ચે એવા સમાચાર આવ્યા હતા કે પ્રાચીએ ‘આઇ..’માં જહોન અબ્રાહમ સાથે ચુંબન દ્રશ્ય ભજવવાની ના પાડી હતી. જો કે અભિનેત્રીએ આ વાતનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે,‘આ બધી ખોટી વાતો છે. તમે ફિલ્મ જોશો ત્યાર મને નવા અવતારમાં જોઇને ચકિત થઇ જશો.‘બોલ...’ અને ‘આઇ..’માં મેં તદ્‌ન વિપરિત ભૂમિકા ભજવી છે અને મને તે વાતનો આનંદ છે.’
પ્રાચીએ એકતા કપૂરની ‘કસમ સે’ સિરિયલ દ્વારા અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.ત્યાર બાદ ફરહાન અખ્તરે તેને ‘રોકઓન’ની ભૂમિકા ઓફર કરી હતી. આમ છતાં તે માને છે કે જો આ ઉદ્યોગમાં પિતા,ગોડફાધર કે મિત્ર હોય તો ઘણો ફરક પડે છે.‘મને જે કંઇ મળ્યું છે તેનાથી હું ખુશ છું.જયારે મેં સિરિયલ સ્વીકારી ત્યારે ફિલ્મોમા કામ મળશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી.‘વન્સ..’માટે મને છ એવોર્ડ મળ્યા હતા.આ મારા માટે અનપેક્ષિત હતું. આ મારી મોટી સિઘ્ધિ છે.હવે મારે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવવો છે.’એવું પ્રાચીએ જણાવ્યું હતું.
જો કે અભિનેત્રી અને એકતા કપૂરના સંબંધો વણસ્યા એવી અફવાઓ પણ વચ્ચેના સમયગાળામાં સાંભળવા મળતી હતી.પરંતુ પ્રાચીનું કહેવું છે કે તે બધા સાથે અંગત સંબંધ ધરાવે છે. તેને એકતા નિર્મિત ‘ડર્ટી પિક્ચર’ફિલ્મ ગમી હતી અને આવી ફિલ્મો બનાવે તેવા વઘુ નિર્માતા ફિલ્મોદ્યોગમાં હોવા જોઇએ એવું પ્રાચીનું માનવું છે.
અભિનેત્રીના અંગતજીવન વિશે એવું સંભળાતું હતું કે તે પોતાની સિરિયલના સહકલાકાર વિશાલ સંિઘ સાથે ડેટીંગ કરી રહી છે પરંતુ આ બાબતનો ઇન્કાર કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે ‘હાલમાં હું એકલી જ છું અને મારી પાસે પ્રેમમાં પડવાનો કે સ્થાયી થવાનો સમય જ નથી.આગામી ૧૦ વર્ષ સુધી હું કારકિર્દી ઘડીને કામમાં રત રહેવા માગુ છું.’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved