Last Update : 20-April-2012, Friday

 

કુણાલ ખેમુ ‘ભટ્ટ બોય’ બન્યા બાદ હવે સફળતા મળવાની આશા બળવતર બની છે.

 


ભૂરી આંખ ધરાવતાં અભિનેતા કુણાલ ખેમુની ફિલ્મ ‘બલ્ડ મની ’હાલમાં જ રજૂ થઇ છે .આ ફિલ્મને પ્રેક્ષકોનો અપેક્ષિત આવકાર મળ્યો નથી. છતાં એમ કહેવાય છે કે ભટ્ટ કેમ્પમાં કુણાલે અભિનેતા ઇમરાન હાશ્મીની જગ્યા લઇ લીધી છે.અત્રે નોંધનીય છે કે કુણાલે બાળ કલાકાર તરીકે ‘હમ હે રાહી પ્યાર કે’,‘રાજા હંિદુસ્તાની’ અને ‘ઝખ્મ’ ફિલ્મમાં અભિનય કયાર્ ે હતો. ત્યાર બાદ ભટ્ટ બંઘુઓએ જ તેને ૨૦૦૫માં ‘કલયુગ’ફિલ્મ દ્વારા મુખ્ય અભિનેતા તરીકે રજૂ કર્યો હતો.જો કે કુણાલને બાલ કલાકાર તરીકે જે સફળતા મળી હતી તે મોટા થયા પછી મળી નથી.
આ વિશે પૂછતાં કુણાલે જણાવ્યું હતું કે‘એક કલાકાર તરીકે મને ચોક્કસ પ્રકારની ફિલ્મો ઓફર થઇ હતી. આનાથી આગળ વધીને તો હું કોઇ ફિલ્મ મેકરને એમ ન કહી શકું કે તમારી ફલાણી ફિલ્મ ખૂબ સારી છે અને તે તમે મને લીધા વગર ન બનાવી શકો.મને સંતોષ એ વાતનો છે કે મારી ફિલ્મો રજૂ તો થાય છે. કારણકે ઘણા કલાકારોની ફિલ્મો તૈયાર થઇને પડી છે અને થિયેટર સુધી પહોંચી જ નથી.વળી એક કલાકાર માટે પટકથા સૌથી મહત્ત્વની હોય છે.તમે જે પટકથા સાંભળો છો તે જ પ્રમાણે ફિલ્મ બને અવું પણ જરૂરી નથી.ફિલ્મ નિર્માણમાં એડિટર,દિગ્દર્શક અને નિર્માતા એમ બધાનો દ્રષ્ટિકોણ ભળે છે. આથી કલાકાર તરીકે તો મારા ભાગે મારી ટેલેન્ટ ઝળકાવી ફિલ્મને મનોરંજક બનાવવાનું જ આવે છે.મેં જે પણ ફિલ્મો કરી છે તે બોક્સ ઓફિસ પર ચાલી કે નહિ તે અલગ વાત છે પરંતુ બધી ફિલ્મોમાં મારો અભિનય વખણાયો જછે.અને મારા માટે આ જ મારી સફળતા છે. એવું પણ શક્ય હતું કે મારી પહેલી ફિલ્મ રજૂ થયા પછી મને કામ ન મળત અને થોડા સમય બાદ લોકો મને ભૂલી જાત.પરંતુ હું હજુ અહીં જછું.મારી સોલો ફિલ્મો રજૂ થાય છે.આથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.મને ઘણી સારી તક મળે છે જે અન્યોને કદાચ મળતી નથી.મને મનગમતું કામ મળે છે અને હું તે કરું છું તે જ મારા માટે મોટી વાત છે.વળી અત્યાર સુધીની આ યાત્રામાં મને ઘણું શીખવા મળ્યું છે અને આગળ જતાં તે બઘું જ મને ખૂબ કામ લાગશે.’
સામાન્ય રીતે બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ પુખ્ત કલાકાર તરીકે બોલીવૂડમાં પગદંડો જમાવવો મુશ્કેલ જ હોય છે.આનું કારણ જણાવતાં કુણાલે કહ્યું હતું કે‘બાળ કલાકારોએ શૂટંિગ કરીને ઘરે આવતાં રહેવાનું હોય છે.તે વખતે બોક્સ ઓફિસની ગણતરીઓ વિશે કશી ખબર હોતી નથી.જયારે હું ‘કલયુગ’દ્વારા ફરી ફિલ્મોદ્યોગમાં પ્રવેશ્યો ત્યારે મને આ બધાની ખબર પડી હતી.નસીબજોગે ‘કલયુગ’ ચાલી અને હું મારું માથું ઊંચું રાખીને કહી શકું છું કે મારી મહેનત અને ટેલેન્ટ નું સારું પરિણામ આવ્યું.લોકોને મારું કામ ગમે છે એ આધારે જ મેં અભિનેતા બનવાનો નિર્ણય લીધો હતો.આ જ કારણે મને અભિનયમાં રસ જાગ્યો હતો.પરંતુ બાદમાં મને જોે ણ થઇ કે અહીં ટકી રહેવા માટે સ્ટારડમ અને ખ્યાતિ જરૂરી છે કારણકે જો તમે ટિકિટ વેચી શકો તો જ તમારી કદર થાય છે.માત્ર ટેલેન્ટેડ હોવાથી જ સફળતા નથી મળતી માર્કેટીંગ પણ તેમાં મહત્તવનો ભાગ ભજવે છે.જો કે હું આમાં કાચો છું.કારકિર્દી ઘડતરમાં પી.આર. પણજરૂરી છે.હવે હું આ બધા મુદ્દા ઘ્યાનમાં લઇ રહ્યો છું.’
જો કે આ બધી બાબતો પર ઘ્યાન આપવા દરમિયાન કુણાલ પોતાને બદલવા ઇચ્છતો નથી.તે માત્ર પોતે શું છે અને પોતાને શેની જરૂર છે તે બે બાબતો વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરશે.‘તમારી પાસે શ્રેષ્ઠ પી.આર. હોય અને માર્કેટીંગની પણ આવડત હોય છતાં દિવસને અંતે તો તમારા કામને જ ગણતરીમાં લેવામાં આને છે.મને મારું કામ ગમે છે અને મારું સપનું સાકાર થઇ રહ્યાનો મને આનંદ છે.’એવું કુણાલે ઉમેર્યું હતું.
હવે ભટ્ટ બોય તરીકે ઓળખાવાને કારણે કુણાલ કદાચ ઝડપથી સફળતા મેળવી શકશે એમ લાગે છે.જો કે તે તો પહેલેથી જ પોતાને ભટ્ટ બોય માને છે કારણકે તેમણે જ કુણાલને ‘હમ હે..’માં લીધો હતો.અભિનેતાએ તેમની ‘ઝખ્મ’ ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો અને જયારે તે મોટો થયો ત્યારે તેમણે જ તેને લોન્ચ કર્યો હતો.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved