Last Update : 20-April-2012, Friday

 

સોનમ કપૂર ફિલ્મમાં અશ્વ્લીલ હરકતો અને સંવાદો બોલવાનો છોછ નથી

 

‘સાંવરિયા’ની એક શરમાળ યુવતી સોનમ કપૂર આજે ઘણા આગળ વધી ગઈ છે. મોટા ભાગની અભિનેત્રીઓ બોલીવૂડની રીત રસમો સાથે તાલ મોળવી રહી છે. ત્યારે સોનમ તેની મનની વાતો સ્પષ્ટ કરતા અચકાતી નથી. તેનું શરીર બિકિની પહેરવા જેવું આકર્ષક નથી અથવા તો પડદા પર વચલી આંગળી દેખાડવા જેવી હરકત કરવી તેમ જ જાહેર મંચ પર અભદ્ર શબ્દો બોલવા જેવી દરેક હરકતનો તેની પાસે ખુલાસો છે.
‘‘મને લાગે છે કે ‘મિડલ ફંિગર’નું આખું પ્રકરણ વઘુ પડતું ચગાવવામાં આવ્યું છે. આ બાબતે કાગનો વાઘ કરવામાં આવ્યો છે. સાચું કહું તો ‘પ્લેયર્સ’માં આ દ્રશ્ય ભજવતી વખતે મને જરા પણ ભય લાગ્યો નહોતો. આવો વિચાર કરવો કે આવી હરકત કરવી એ અમારી પેઢીની ભાષા છે. આ વાતને મોટું સ્વરૂપ આપવું એ એક મૂર્ખાઈ છે.’’ સોનમ કહે છે.
‘‘મને લાગે છે કે સેન્સરશિપ હોવી જોઈએ નહીં. પરંતુ આ આપણો દેશ છે અને અહીં આ વિશે વઘુ કંઈ કરી શકાય તેમ નથી.’’ એમ સોનમ ઉમેરે છે.
સોનમની ફિલ્મોની પસંદગીની વાત છે તો તે હમણા તેને આનંદ મળે એવી ફિલ્મો કરી રહી છે. જો કે ‘સાંવરિયા’ના દિવસોથી જ સેટ પર આનંદ મળતો હોવાનો સોમનો દાવો છે.
‘‘મારી ઉંમરને અનુરૂપ પાત્રો ભજવવાની મજા જ કંઈ ઓર છે. મને લાગે છે કે હું વઘુ પડતા ગંભીર અને આર્ટ ફિલ્મ જેવા પાત્રો ભજવતી હતી અને હવે પડદા પર પણ થોડી મઝા કરવાનો સમય પાકી ગયો છે આ મારે માટે મારી વચલી આંગળી દેખાડવી પડે કે થોડા ‘કુલ’ સંવાદો બોલવા પડે તો એમાં ખોટું શું છે? મારી નવી ફિલ્મોમાં હું હવે પહેલાં કરતા વઘુ ‘ફન્કી’ પાત્રો ભજવું છું. અને આવા પાત્રો માટે થોડી અભદ્ર ભાષા બોલવી પડે એની મને ફરિયાદ કે શરમ નથી.’’ પોતાના મનની વાત સોનમ ચોખ્ખા શબ્દો વ્યક્ત કરે છે. સોનમની ભવિષ્યની યોજનાને પણ આકાર અપાઈ ગયો છે. ચાર વર્ષની કારકિર્દીમાં પ્રથમ વાર જ તેણે એક સાથે ત્રણ મોટી ફિલ્મો સાઇન કરી છે જેનું શૂટંિગ આ વર્ષે શરૂ થવાનું છે. એક સમયે એકાદ-બે ફિલ્મ કરવામાં મળતી અભિનેત્રી માટે આ એક નવાઈની વાત છે.
‘‘ત્રણ નહીં ચાર ફિલ્મો મારી પાસે છે રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ‘ભાગ મિલ્ખા ભાગ’ ઉપરાંત મારી પાસે રાજકુમાર સંતોષી, મણિરત્નમ અને મારી બહેન રિયાની એક ફિલ્મ છે. અમારા હોમ પ્રોડક્શનની ફિલ્મના દિગ્દર્શકની પસંદગી હજુ બાકી છે.’
એક સમયે વઘુ ફિલ્મો કરવાના તેના નિર્ણયને દીપિકા પદુકોણ અને અનુષ્કા શર્મા જેવી તેની સમકાલીન અભિનેત્રીઓ સાથે કંઈ લાગતુ-વળગતું ન હોવાનું સોનમ સ્પષ્ટ કરતા કહે છે, ‘‘મારે સંખ્યા વધારવી હોવાથી મેં આ ફિલ્મો સ્વીકારી નથી. પરંતુ મારે આ ફિલ્મો કરવી હતી. તેમ જ મારું દિલ મને આ ફિલ્મો સ્વીકારવા કહેતું હોવાથી મેં આ ફિલ્મો સ્વીકારી હતી. મારે વઘુ ફિલ્મો કરવી હોત તો પહેલા મને આ બાબતે કોઈ રોકતું નહોતું. હું હંમેશાં કહેતી આવી છું કે હું મારી જાત સાથે જ હરીફાઈ કરતી હોવાથી મારી કોઈ સાથે સ્પર્ધા નથી.’’
‘‘મૌસમ’ ફિલ્મની બોક્સ ઓફિસ પરની કમાણીની વાત છે તો, મારે હિસાબે આ ફિલ્મે ઠીક-ઠીક દેખાવ કર્યો હતો. મારી મોટા ભાગની ફિલ્મોનો ખર્ચો વસૂલ થઈ ગયો હતો અને કેટલીક ફિલ્મોએ તો સારી એવી સફળતા પણ મેળવી હતી. બોક્સ ઓફિસ ક્ષણભંગુર છે. ગયે વર્ષે મૌસમથી ખરાબ હોય ેવી ફિલ્મોને પણ મોટું ઓપનંિગ મળ્યું હતું. મને લાગે છે કે ‘મૌસમ’ એક સારી ફિલ્મ હતી. મને આ ફિલ્મ કરી હોવાનો ગર્વ છે,’’ સોનમ કહે છે.
‘ભાગ મિલ્ખા ભાગ’માં તેનો રોલ ઘણો નાનો અને બિન મહત્ત્વનો હોવાનું સંભળાય છે. પરંતુ પોતે આ ફિલ્મ રાકેશ મહેરાને કારણે જ કરતી હોવાનું સોનમ કહે છે. રાકેશની ફિલ્મમાં કામ કરવા માટે તેને માટે એક દ્રશ્ય પણ કાફી છે એવો તેનો દાવો છે.
અભય દેઓલ સાથેની રાજકુમાર સંતોષીની ફિલ્મ એક કોમેડી છે. ‘આયેશા’ના સમયમાં અભય સાથે થયેલો મતભેદ હવે એક ભૂતકાળ છે અને અભય એક સારો કલાકાર છે એમ સોનમનું કહેવું છે. આ ફિલ્મ અનિલ કપૂર નિર્માણ કરતો હોવાની અફવાનું સોનમ ખંડન કરે છે. મણિરત્નમની તમિળ ફિલ્મમાં તેનો રોલ ગંભીર છે.
આઇટમ ગર્લ બનવાની વાત નીકળતા જ અભિનેત્રી કહે છે, ‘‘આ વિકલ્પ મારે માટે પ્રથમ સ્થાને બિરાજતો નથી. હું આઇટમ ગીત કરીશ તો એ મારી ફિલ્મ માટે જ હશે અને બીજા કોઈ માટે હશે તો તેનો આધાર ઘણી બધી વસ્તુ પર રહેલો છે.’’
પોતાના ભવિષ્યની વાત કરતા સોનમ કહે છે, ‘‘લોકો તરત જ ભૂલી જાય એવું કામ મારે કરવું નથી. નસીબજોગે જેની સાથે હું વાત કરું છું એ બધાને મારા પાત્રો યાદ છે. ફિલ્મ ભલે ચાલી નહીં હોય પણ લોકોએ મારી ભૂમિકાઓની નોંધ જરૂર લીધી છે અને મને એનો ગર્વ છે. મારા કામમાં હું ઘણી મહેનત કરું છું. પરંતુ ફિલ્મો ઉપરાંત પણ મારું એક જીવન છે જેને મારે માણવું છે.’’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved