Last Update : 20-April-2012, Friday

 

કરિશ્મા ‘ગ્લેમરસ મમ્મી’ની ધમાકેદાર પુનરાગમનની તૈયારી

 

કરિશ્મા સાથેની ટૂંકી પ્રશ્નોત્તરી
* દિવસ દરમિયાનની મારી બેગ - એક મોટી બેગ જેમાં મારું આખું ઘર સમાઈ જાય છે. આ એક ડાયપર વેગ છે.
* રાત્રે કેવી પર્સ વાપરું છું.- કલચ
* કપૂર પરિવારની સૌથી દેખાવડી વ્યક્તિ - રાજ કપૂર
* મસ્તીખોર કપૂર - રણબીર કપૂર
* રાજ કપૂરની કઈ ફિલ્મમાં અભિનય કરવો ગમશે- સંગમ.

ચાલીસીમાં પ્રવેશવાની તૈયારી કરતી કરિશ્મા કપૂર તેની ઉંમરથી એક દાયકો યુવાન લાગે છે. તેની ત્વચા અને ફિગર તેનાથી યુવાન અભિનેત્રીઓમાં અદેખાઈને પાત્ર બને તેવા છે. એ વાત નિર્વિવાદ છે. હમણા કરિશ્મા ફિલ્મોમાં પુનરાગમન કરવા થનગની રહે છે. વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘ડેન્જરસ ઇશ્ક’નું શૂટંિગ પૂરું થઈ ગયું છે અને ‘સત્તે પે સત્તા’ની રિમેકમાં તે મૂળ ફિલ્મમાં હેમા માલિનીએ ભજવેલું પાત્ર ભજવવાની છે. જોકે, આ ફિલ્મનું શૂટંિગ ક્યારે શરૂ થશે એ અત્યારે કહી શકાય તેમ નથી.
લગ્ન પછી કરિશ્માએ કેટલાક વર્ષ માટે ક્ષેત્રસંન્યાસ લીધો હતો. પરંતુ ટેકનિકલી આ વર્ષે તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૨૧ વર્ષ પૂરાં કર્યાં છે. તેની પ્રથમ ફિલ્મ ‘પ્રેમ કૈદી’ ૧૯૯૧માં રિલિઝ થઈ હતી. ‘‘હું અહીં જ ઉછરી છું અને હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મારું ઘર જ માનું છું. નાની હતી ત્યારથી જ ફિલ્મો વિશેની ચર્ચા અમારા પરિવારનો એક ભાગ હતી. ફરી પાછા કામે વળગવું અને એક ફિલ્મ બનાવવાનો આનંદ અનેરો જ છે. ‘ડેન્જરસ ઇશ્ક’ રિલિઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ અંગે હું ઘણી ઉત્સાહિત છું. દર્શકોને આ ફિલ્મ જોવાની હું વિનંતી કરું છું.’’ એમ કરિશ્મા કહે છે.
આ વષોમાં તેનામાં કેવો ફેરફાર આવ્યો છે એ સમજાવતા કરિશ્મા કહે છે, ‘‘મારી દરેક ફિલ્મે મને એક કલાકાર તરીકે વિકાસ કરવામાં મદદ કરી છે. હજુ સુધી હું વિકાસ કરી રહી હોઉં એવું જ મને લાગે છે. મને લાગે છે કે ‘ડેન્જરસ ઇશ્ક’ની મારી ભૂમિકા મને એક આગલા લેવલ પર લઈ જશે. આટલા વર્ષો દરમિયાન હું મેચ્યોર બની ગઈ છું. મને લાગે છે કે કોઈ પણ સ્ત્રી માટે માતા બનાવાનો અનુભવ જીવનની દિશા બદલનારો છે. આથી હું મારામાં પણ ઘણો ફેરફાર થયો છે. હું હવે પહેલા કરતા શાંત અને ગંભીર બની ગઈ છું.’’
પરિવારનો વારસો આગળ વધારવાની જવાબદારી ઘણી મોટી છે. તેની ફિલ્મોની પસંદગી અને જીવન શૈલીમાં કપૂર અટકે ભજવેલા ભાગ વિશે વાત નીકળતા જ કરિશ્મા કહે છે, ‘‘શરૂઆતમાં હું સંઘર્ષ કરતી હોવાથી મારી પાસે વઘુ વિકલ્પો નહોતા. મેં મારી ઓળખ સ્થાપિત કરી અને મારી ટેલન્ટનો પરિચય આપ્યો એ પછી મને મારી પસંદગી મુજબ પાત્રો પસંદ કરવાની સ્વતંત્રતા મળી હતી. આ બાબતમાં મારા પરિવારની અટકે મને મદદ કરી નહોતી. તમે તમારી ઓળખ સ્થાપિત કરો નહીં ત્યાં સુધી પરિવારની લોકપ્રિયતા તમારી વહારે આવતી નથી. આ બાબતે તમારે બીજા કલાકારોની જેમ જ સંઘર્ષ કરવો પડે છે. હકીકતમાં તો તમારી જવાબદારી વધારે હોવાથી તમારે માટે કામ બીજા કરતા વઘુ મુશ્કેલ બની જાય છે.
તેની માતા બબિતા તેની પ્રેરણામૂર્તિ છે. ‘‘મારી માતા હંિમતવાન છે. તેણે અમને જીવનના સારા મૂલ્યો શીખવ્યા છે. અમે પ્રતિષ્ઠિત પરિવારના હોવા છતાં તેમણે અમને એક સામાન્ય રીતે ઉછેર્યા છે. આ માટે અમે આજે તેના આભારી છે અને મારા સંતાનોને પણ હું આવા જ સંસ્કાર અને મૂલ્યો શીખવવાની છું.’’ કરિશ્મા કહે છે.
કરીનાની વાત નીકળતા જ કરિશ્મા કહે છે કે એક અભિનેત્રી તરીકે તેણે ઘણો વિકાસ કર્યો છે. કરીના પોતાના નિર્ણયો જાતે જ લ ેછે. તેઓ એકબીજાની ઘણા નજીક હોવા છતાં પણ તેઓ એકબીજાથી ઘણા અલગ છીએ. હવે તે કરીનાને સલાહ આપતી નથી, પરંતુ કરીના તેને સલાહ આપે છે.
સફળતા અને નિષ્ફળતા પચાવવાની વાત છે તો કરિશ્મા માને છે કે દરેકે પોતાના પગ જમીન પર ટેકવી રાખવા જોઈએ. સફળતા અને નિષ્ફળતા જીવનના અનિવાર્ય અંગો છે. આ બન્નેનો સામનો કરતા શીખવું જોઈએ. સફળતા મળે તો નમ્ર રહેવું જોઈએ અને નિષ્ફળતામાંથી શીખવું જોઈએ.
આટલા વરસો ફિલ્મોથી દૂર રહેવાનો કરિશ્માને કોઈ અફસોસ નથી. ‘‘ઘરે બેસીને હું ઘણી ખુશ હતી. મારા સંતાનો અને ઘરની સંભાળ રાખવામાં મને આનંદ મળતો હતો અને મારે હિસાબ આ કામની તુલના બીજા કોઈ કામ સાથે થઈ શકતી નથી.’’ કરિશમા કહે છે.
પુત્રી સમૈરા શાંત છે જ્યારે પુત્ર કિઆન ઘણો તોફાની છે એમ કરિશ્મા કહે છે.
‘ડેન્જરસ ઇશ્ક’ની તેની ભૂમિકા વિશે વાત કરતા કરિશ્મા કહે છે, ‘‘એક અભિનેત્રી તરીકે આ રોલ મને ઘણી ઊંચાઈએ લઈ જશે. મારે માટે આ એક અદ્‌ભૂત અનુભવ છે. હિટ અને ફલોપની ચંિતા નથી. આ ફિલ્મ નારી પ્રધાન છે. આ આજની ફિલ્મ છે. તેમજ થ્રીડીમાં છે. આજ સુધી થ્રીડી ફિલ્મમાં કોઈ અભિનેત્રીએ નારી પ્રધાન પાત્ર ભજવ્યું નથી. હું થ્રીડીની પ્રશંસક છું. આ એક યાદગાર અનુભવ છે. મને આ ફિલ્મમાં કામ કરવાની મઝા આવી હતી.’’

 

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved