Last Update : 20-April-2012, Friday

 

સંજય દત્ત ની ગઈકાલ અને આજ

.


સંજય દત્ત હમણા તેની પત્ની અને માન્યતા અને બે ભૂલકાઓ સાથે ખાઈપીને મોજ કરી રહ્યો છે. તેમજ તેનું પ્રોફેશનલ જીવન પણ સારી રીતે આગળ વધી રહ્યું છે. આયુષ્યના પાંચમાં દાયકામાં પ્રવેશ્યા છતાં બોલીવૂડ અને બોક્સ ઓફિસ પર તેના નામના સિક્કા પડે છે. આમ હમણા તો સંજય ‘એશ ઓ-આરામ’ની જંિદગી પસાર કરી રહ્યો છે. પરંતુ તેની કથાનો ખાઘુપીઘુને રાજ કર્યું જેવો અંત લાવતા પૂર્વે તેણે ઘણઓ સંઘર્ષ તેમજ ચડતી-પડતીનો અનુભવ કર્યો છે. ભૂતકાળમાં પરિસ્થિતિ આથી સાવ વિરુઘ્ધ જ હતી. ચારે તરફથી તેના પર મુસીબતોના પહાડ તૂટી પડ્યા હતા. કેફી દ્રવ્યોના સેવન, રીચા શર્મા સાથેના લગ્ન એ પછી રિચાની બીમારી તેનું અવસાન તેમજ પુત્રી ત્રિશલાના ભલા માટે પોલીસ કેસ આટલું ઓછું હોય તેમ મુંબઈના બોમ્બ ધડાકામાં કથિત સંડોવણી જેવા ઘણા આરોપોનો તેણે સાથેના કરવો પડ્યો અને લાંબો જેલવાસ જોગવવો પડ્યો હતો. આ પછી પણ તેને શાંતિ મળી નહોતી. રિયા પિલ્લઈ સાથે મહાલક્ષ્મીના મંદિરમાં ગાંધર્વ લગ્ન અને એ પછી તેની સાથેના છૂટાછેડા જેવી ઘટનાઓના સિલસિલા પછી તેના જીવનમાં માન્યતા પ્રવેશી હતી. એ પછી જે થયું તે એક ઈતિહાસ છે પરંતુ આજે સંજયના ઈતિહાસના કેટલાક પાના ઉથલાવીને તેના ભૂતકાળના કેટલાક વિવાદો પર એક નજર ફેરવી દઈએ...
રિચા શર્મા સાથેનું તેનું લગ્ન સંજયની ધારણા પ્રમાણે ફૂલોના એક બિછાના જેવું સાબિત થયું નહોતું એ સૌૈ જાણે છે. પરંતુ રિચા સાથેના લગ્ન પૂર્વે સંજય ઘણો ખુશ હતો. જો કે રિચા સાથે તે પ્રેમમાં પડ્યો ત્યારથી જ લોકોને આ લગ્નની સફળતા બદલ શંકા હતી. રિચા ન્યુયોર્કમાં ઉછરી હતી તેમજ સંજયનો રંગીલો અને મોજિલો સ્વભાવ તેમજ ડ્રગ લેવાની તેની આદતને કારણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું આ મિલન લોકોને કોઈ પણ ખૂણાથી યોગ્ય લાગ્યું નહોતું. પરંતુ સંજયને તેના પ્રેમ પર પૂરતો વિશ્વાસ હતો. લગ્નના થોડા જ દિવસો પૂર્વે આપેલી એક મુલાકાતમાં સંજયે લોકોની આ શંકા દૂર કરતા કહ્યું હતું, ‘‘હું એક સ્ત્રીનો થઈને રહી શકું તેમ નથી. રિચા સાથે લગ્ન કરવાનો મારો ઈરાદો નથી આ બધી અફવાઓ ખોટી સાબિત થઈ છે. મેં રિચા વેવિશાળ કર્યા છે. અને અમારા લગ્ન નજીક છે. તે ઘણી સારી છે. તે પ્રેમાળ અને લાગણીશીલ છે. હું જે છોકરીઓને જાણતો હતો એમાં કોઈ પણ મિસિસ સંજય દત્ત બનવા લાયક નહોતી. રિચા મારે માટે આદર્શ છે. તે થોડી મિજાજી અને નાદાન હશે પરંતુ તે મેચ્યોર છે તે ન્યૂયોર્કમાં ઉછરી હોવાને કારણે અમારા પરિવારમાં સમાઈ શકશે નહીં એ બધી વાતો બકવાસ છે. રિચા સંસ્કારી પરિવારમાં ઉછરી છે. તેના માતા-પિતા પણ ઘણા સારા છે. તે દત્ત પરિવારમાં આસાનીથી ગોઠવાઈ જશે એની મને ખાતરી છે અને હું રિચાને બીજી નરગીસ દત્ત બનાવવા માગુ છું એ અફવા પણ સરાસર ખોટી છે. એક વાત હું સ્પષ્ટ કરવા માગું છું કે મારી માતા મારી માતા હતી. અને તેના પેંગડામં કોઈ પણ ઘાલી શકે તેમ નથી. રિચા મારી પત્ની છે અને તે એમજ રહે એવી મારી ઈચ્છા છે. મારે સુખી ગૃહસ્થી જીવન ગાળવું છે. બાળકો જોઈએ છી અને એક સામાન્ય જીવન જીવવું છે. આ માટે બાંધછોડ અને સમાધાન કરવું પડશે અને અમે એ માટે તૈયાર છીએ. અમે બંનેને અમારો ભૂતકાળ પાછળ મૂકી દીધો છે. અને હવે અમારી નજર અમારા ભવિષ્ય તરફ છે. ‘ઈન્સાફ કી આવાઝ’માં રિચાએ જે કર્યું હતું એ મને મળ્યા પૂર્વે કર્યું હતું. અને ઘણી અભિનેત્રીઓ આમ કરે છે. લગ્ન પછી રિચા આ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ સંબંધ રાખવા માગતી નથી. તેણે ફિલ્મો છોડી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે તેને કામ કરવું હોય તો તે કરી શકે છે. મને એનો જરા પણ વાંધોે નથી. (ઈન્સાફ કી આવાઝ’ માં રિચાએ અર્ધનગ્ન દ્રશ્યો આપીને વિવાદ ઉત્પન્ન કર્યો હતો.)
રિચાને ફિલ્મોમાં કામ કરવાની તૈયારી દેખાડનારા સંજય વર્ષો પછી તેન પુત્રીનો પ્રશ્ન આવ્યો ત્યારે ફેરવી તોળ્યું હતું. અને કહ્યું હતું કે, ‘‘અમારા પરિવારની કોઈ પણ મહિલા ફિલ્મોમાં કામ કરે નહી એવો મારા પિતા સુનીલ દત્તનો નિર્ણય હતો અને હું આ પરંપરા ચાલુ રાખવા માગું છું. મારી બહેનો કે ભાણેજો પણ ફિલ્મોથી દૂર રહ્યા છે અને મારી પુત્રી પણ આમા અપવાદ નથી.’’
તેની બહેનોની વાત નીકળી છે તો તે સમયે નમ્રતાને તેના સાસરિયા (અભિનેતા રાજેન્દ્રકુમારના પરિવાર) સાથે ઝઘડો થયો હતો આ પછી તે અને તેનો પતિ કુમાર ગૌરવ સુનીલ દત્ત સાથે રહેવા આવી ગયા હતા. ત્યારે સંજયે તેના લગ્નજીવનમાં દખલ કરી હોવાની અફવા હતી. જો કે તરત જ એ અફવાનું ખંડન કરતા પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા સંજયે કહ્યું હતું, ‘‘અંજુ (નમ્રતા) અને બંટી અમારી સાથે રહે છે એમાં મારો કોઈ હાથ નથી આ જેટલું મારું ઘર છે એટલું જ તેમનું પણ છે. લોકોને જ કહેવું હોય તે કહી શકે છે પરંતુ હું જાણું છું કે મેં તેમના જીવનમાં હસ્તક્ષેપ કર્યો નથી અને ભવિષ્યમાં આમ કરીશ પણ નહીં અમે બધા એકબીજાને ટેકો આપીએ છીએ પરંતુ એ કારણે અમને બીજાના જીવનમાં દખલ કરવાનો અધિકાર મળી જતો નથી. મેં ક્યારે પણ મારી બહેનને તેનું ઘર છોેડવાનું દબાણ કર્યું નથી કે તેને આ બાબતે પ્રોત્સાહન આપ્યું નથી. એ તેમનું જીવન છે. અને તેઓ તેમના નિર્ણય લઈ શકે છે.
સંજયે માન્યતા સાથે લગ્ન કર્યાં એ તેની બહેનો નમ્રતા અને પ્રિયાને પસંદ પડ્યું નહોતું. આ કારણે ભૂતકાળમાં એકબીજાને ટેકો આપનારા ભાઈ-બહેનો વચ્ચે એક અંતર આવી ગયું હતું પરંતુ, હવે તેમની સમાધાન થઈ ગયું છે અને બઘું સારાવાના થઈ ગયું છે.
તે સમયે અનિલ કપૂર સાથેના તેની અંગત અને પ્રોફેશનલ અદાવતની પણ ઘણી ચર્ચા હતી. એકબીજાનું નામ સાંભળતા જ બંને ભડકી ઉઠતા હતા. ‘‘ અમે આમને-સામને થઈશું તો હું એના એવા હાડકા ખોખરા કરી નાખીશ કે તે ક્યારે સંધાશે પણ નહીં. આ પુરુષને શું સમસ્યા છે એ જ મને સમજાતું નથી. મારે વિશે તે બધા સાથે કેમ વાતો કરી રહ્યો છે? અને મારે વિશે વાત કરે ત્યારે મારી માતાનું નામ વચ્ચે લાવવાની એને શું જરૂર છે. હું બઘુ સહન કરી શકું છું પણ મારા પરિવાર ખાસ કરીને માતા વિશે કોઈ એલફેલ બોલે એ હું ચલાવી લઈશ નહીં. આ રીતે તે તેના દુશ્મનોની સંખ્યા વધારતો જાય છે.
આ પછી તેમની દુશ્મનોની અંત આવ્યો હતો આ બંને વચ્ચે બોલવા-ચાલવાનો વ્યવહાર પણ શરૂ થઈ ગયો હતો. તાજેતરમાં કરણ જોહરની ફિલ્મનું અનિલે છોડેલુ ંપાત્ર સંજયે સ્વીકાર્યું હોવાને કારણે બંને ચર્ચામાં હતાં. ભૂતકાળમાં સંજય તેની કારકિર્દીમાં નબળા તબક્કામાંથી પસાર થયો હતો આ સમયે તેને પોતાની ફિલ્મોમાં લેવા પણ કોઈ તૈયાર નહોતું. નસીબજોગે આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ૫૦ વર્ષ વટાવી ચૂકેલા સંજય માટે ખાસ ભૂમિકાઓ લખવામં આવે છે અને ‘અગ્નિપથ’ કાંચા ચીનાની ભૂમિકા ભજવ્યા પછી તેની કંિમત કરોડોમાં અંકાય છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved