Last Update : 20-April-2012, Friday

 

ટીના દત્તા માતા અને દીકરીનો ડબલ રોલ ભજવતી અભિનેત્રી


કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતી ‘ઉતરણ’સિરિયલમાં ઇચ્છાની ભૂમિકા ભજવતી અભિનેત્રી ટીના દત્તા હવે ડબલ રોલમાં જોવા મળે છે.સિરિયલમાં જનરેશન જમ્પ આવ્યા પછી ટીના ઇચ્છા ઉપરાંત તેની દીકરી મીઠીનું પાત્ર પણ ભજવે છે.૨૦૦૯માં અભિનય ક્ષેત્રે પ્રવેશેલી ટીના મૂળ બંગાળી છે.તે જયારે આવી ત્યારે તો તેને હિન્દી ભાષા સરખી રીતે બોલતાં આવડતી નહોતી.જો કે આ આ અણઆવડત તેની મહત્વાકાંક્ષામાં બાધારૂપ બની નથી.આજે તે શુઘ્ધ હિન્દીમાં આત્મવિશ્વાસથી વાત કરી શકે છે.અત્રે નોંધનીય છે કે કોલકાતામાં જન્મીને મોટી થયેલી ટીના નાનપણથી ફિલ્મો ,સિરિયલો અને જાહેરખબરમાં અભિનય કરી રહી છે.
માત્ર પાંચ વર્ષની કુમળી વયે ટીનાએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી.‘પરિણીતા’ ફિલ્મમાં તેણે કિશોર વયની અભિનેત્રી વિદ્યા બાલનની ભૂમિકા ભજવી હતી.તો જ પ્રમાણે ‘ચોખેર બાલી’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે રૂપેરી પડદે ચમકી હતી.ટીના માને છે કે ભાગ્યવશાત્‌ તેને હિન્દી સિરિયલમાં કામ કરવાની તક મળી હતી.
‘હું બંગાળી સિરિયલ ‘ખેલા’માં અભિનય કરતી હતી ત્યારે એકતા કપૂરે મને જોઇ હતી.તેણે ત્યારે મારો સંપર્ક કર્યો હતો.પરંતુ તે સમયે હું દસમા ધોરણમાં ભણતી હતી અને મારી વાર્ષિક પરીક્ષા હોવાથી મુંબઇ આવી શકું એમ નહોતી.આથી બીજે વર્ષે ફરી મને બાલાજીમાંથી ફોન આવ્યો હતો. તેમણે ‘કોઇ આને કો હે ’ના ઓડિશન માટે મને બોલાવી હતી.’એવું ટીનાએ જણાવ્યું હતું.
આ સિરિયલમાં ટીનાએ બંગાળી ગૃહિણીની ભૂમિકા ભજવી હતી અને તેનો અભિનય જોઇને ચેનલે તેને ઇચ્છાની ભૂમિકામાં લેવાનો નિર્ણય કર્યો હતો .‘સિરિયલ ‘કોઇ આને કો હે’ બાદ કલર્સ ચેનલે જ મારું નામ ‘ઉતરણ’ માટે સૂચવ્યું હતું અને મને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવી હતી.જો કે ત્યારે પણ હું મુંબઇ આવી શકું એમ ન હોવાથી નિર્માતા સ્વયં કોલકાતા આવ્યા હતા અને મારું ઓડિશન લીઘું હતું.તે સમયે પણ મારા પર ભાગ્યની દેવીની કૃપા થઇ અને આ પાત્ર મને મળી ગયું હતું.’એમ ટીનાએ જણાવ્યું હતું.
ટીના રિઅલ લાઇફમાં પણ પોતાના પાત્ર ઇચ્છા જેવી જ છે.એ પણ ઇચ્છાની જેમ સમર્પણમાં માને છે.તેના આ પ્રકારના સ્વભાવને કારણે તેને ઘણી વખત તેની માતાની વઢ પણ ખાવી પડે છે.આમ છતાં તે મિત્રો માટે હંમેશા સર્વસ્વ ત્યાગવા તૈયાર હોય છે.
ટીનાને આ ઉદ્યોગમાં પ્રવેશ્યાને એક વર્ષ પણ નહોતું થયું ત્યાં તો વિવાદોમાં તેનું નામ સંડોવાવા લાગ્યું હતું.સિરિયલ ‘ઉતરણ’માં તેની સાથે તપસ્યાની ભૂમિકા ભજવતી રશ્મી દેસાઇ સાથે તેને ફાવતું નહોતું અને બંને વચ્ચે શીત યુઘ્ધ ચાલતું હોવાની અનેક અફવાઓ સંભળાતી હતી. જો કે અત્યારે તો રશ્મીએ સિરિયલમાંથી બ્રેક લીધો છે .આમ છતાં ટીનાએ આ અફવાને રદિયો આપતાં કહ્યું હતું ક‘ે અમે ત્યારે પણ અને અત્યારે સુઘ્ધાં સારો સંબંધ ધરાવીએ છીએ.લોકોને આ પ્રકારની નેગેટીવ અફવા ફેલાવીને શું મળતું હશે તેવો પ્રશ્ન મને થાય છે.’અત્રે ઉલ્લેખનીય છે કે સિરિયલમાં વીરની ભૂમિકા ભજવતાં નંદિશ સંઘૂ માટે આ બંને અભિનેત્રીઓ વચ્ચે ખટરાગ થતો હોવાનું સંભળાતું હતું પણ નંદિશ-રશ્મીએ લગ્ન કરી લેતાં ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું.
ટીનાએ ‘કોમેડી સરકસ’ શોમાં ભાગ લીધો હતો અને ત્યારે અભિનેતા હર્ષ છાયા અને જિમ્મી મોઝેસ તેના પાર્ટનર હતા.આ શોમાં હર્ષને કારણે પોતે શોમાંથી બહાર ફેંકાઇ ગઇ હોવાને ા આક્ષેપ ટીનાએ કર્યો હોવાની પણ ચર્ચા સંભળાતી હતી.અભિનેત્રીએ એવી ફરિયાદ કરી હતી કે હર્ષ રિહર્સલ માટે આવતો નહોતો અને સેટ પર નખરાં કરતો હતો.આની સામે હર્ષે મીડિયા સામે ટીનાને ઉતારી પાડતી ટિપ્પણીઓ કરી હતી અને વેર વાળ્યું હતું.આ વિશે પૂછતાં ટીનાએ કહ્યું હતું કે‘આ ઘટનામાં મીડિયા એ બધી ગેરસમજ ફેલાવી હતી. તેમણે મને અને હર્ષને ઉકસાવ્યા હતા.અને આ કારણે અમારી વચ્ચે ગેરસમજ થઇ હતી.હું હર્ષથી નાની હોવાથી તેમને એમ થયું કે મેં તેમનવિશે આવી વાતો ફેલાવી હતી.તેમનું આમ વિચારવું યોગ્ય જહતું.મારા મતે તો આ ભૂલ મીડિયાની છે. તેમણે જ અમને ત્રણેને મુંઝવ્યા હતા.મેં એક પત્રકાર સાથે આ અંગે ખુલાસો કર્યો હતો પણ હર્ષ મારા સિનિયર હોવાથી મેં તેમને કશું પૂછયું નહોતું.આમ છતાં અમે ત્રણે એ એકબીજાને સોરી કહ્યું હતું.’
અત્યારે ટીના તમામ વિવાદોથી પર થઇ ગઇ છે અને પોતાને મળેલા સ્ટારડમનો આનંદ લે છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved