Last Update : 20-April-2012, Friday

 

રવિના ટંડન ગૃહકાર્ય - અભિનયને સમાન રીતે માણી શકતી અભિનેત્રી

 

આજની તારીખમાં હિન્દી સિનેમાની અભિનેત્રીઓને થોડા સમય કામ ન મળે તો તેમને આભ તૂટી પડ્યું હોય એવું લાગે છે. તેમની મહત્ત્વકાંક્ષાની કોઈ સીમા નથી. આમ છતાં તેમને ફિલ્મોમાં કામ મેળવવા પ્રયત્ન કરવો પડે છે. જ્યારે આઠ વર્ષ અગાઉ વિવાહના બંધનમાં બંધાયા બાદ બે સંતાનોને જન્મ આપનારી અભિનેત્રી રવિના ટંડનને લાંબા અંતરાલ બાદ પણ ફિલ્મો મળી રહી છે, તેના જોબનનો ઝટકો બે સંતાનોની માતા બન્યા પછી પણ અકબંધ છે. હમણાં તે ‘ગિન લિયા આસમાન’ ફિલ્મમાં કામ કરી રહી છે. તે કહે છે કે હું અગાઉ પણ ક્યારેય ખાસ મહત્ત્વકાંક્ષી નહોતી અને આજે પણ નથી. હું જે કામ હાથમાં લઉં તેને સારી રીતે સાકાર કરવામાં માનું છું. હું માત્ર ૧૬ વર્ષની હતી ત્યારથી કામ કરું છું. મેં લાંબા વર્ષોનો બ્રેક પણ લીધો છે અને મારી ગર્ભાવસ્થા તેમ જ બાળકોના ઉછેરને પણ માણ્યો છે. અલબત્ત, હજી મારા સંતાનો નાના છે. તેથી હું તેમની સાથે વઘુ સમય વિતાવવા માગું છું. પરંતુ જ્યારે સારી સ્ક્રીપ્ટ મળે ત્યારે કામ કરવાનુું પણ પસંદ કરું છું. બાકી મારી પાસે કામ ન હોય ત્યારે હું ઘરમાં બેસીને પણ ખુશ રહું છું.
અભિનેત્રીની ફિલ્મ ‘ગિન લિયા આસમાન’ હિન્દી-મરાઠી બંનેમાં હોવાથી રવિનાએ પોતાની મરાઠી સુધારી હતી. તેકહે છે કે આ ફિલ્મમાં હું છ વર્ષના સંતાનની માતાની ભૂમિકા ભજવતી જોવા મળીશ. જોકે મને મરાઠી શબ્દોનો અર્થ સમજવો પડતો હતો જેથી હું યોગ્ય હાવભાવ વ્યક્ત કરી શકું. આ ફિલ્મમાં મને સૌથી વઘુ કોઈ ગમ્યું હોય તો તે છે બાળકલાકાર ઘુ્રવ. તેણે ફિલ્મમાં મારા પુત્રની ભૂમિકા ભજવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ લાંબા અંતરાલ બાદ ‘એલર્ટ’, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ અને ‘ગિન લિયા આસમાન’ જેવી ફિલ્મો કરવા ઉપરાંત જાહેરાતોમાં પણ કામ મેળવ્યું છે. તે કહે છે કે હું કમર્શિયલ અને આર્ટ બંને પ્રકારની ફિલ્મો, જાહેરાતોમાં કામ કરું છું. આનાથી વઘુ મને શું જોઈએ. હું માનું છું ત્યાં સુધી હું અભિનય સિવાયનું બીજું કોઈ કામ સારી રીતે ન કરી શકું. આમ છતાં અભિનય મારા માટે સર્વસ્વ નથી. તે મારા જીવનનો એક ભાગ માત્ર છે.
બાકી રવિના તેના આઠ વર્ષના વૈવાહિક જીવનથી ખુશ છે. તે કહે છે કે જ્યારે તમે મન મારીને કે મન સાથે સમાધાન કરીને લગ્નના બંધનમાં બંધાઓ ત્યારે તેની સફળતાની કોઈ ખાતરી નથી હોતી. તમારે યોગ્ય જીવનસાથી સાથે યોગ્ય કારણસર લગ્ન કરવાં જોઈએ, નહીં કે તેની શ્રીમંતાઈ અથવા દેખાવ જોઈને. વળી મેં મારા માતાપિતાને ૩૭ વર્ષથી રાજીખુશીથી સાથે રહેતા જોયા છે. મારા માટે જીવનસાથી જેટલું મહત્ત્વ શોપંિગ કે કિટી પાર્ટીઓનું નથી.
અભિનેત્રી આજે પણ સંયુક્ત કુટુંબનું મહત્ત્વ સમજે-માને છે. તે કહે છે કે હું શૂટંિગમાં હોઉં અને મને ઘરે પહોંચતા મોડું થાય તોય મારા સંતાનો તેમના દાદા-દાદી કે નાના-નાની પાસે હોય છે. તેમને ખબર હોય છે કે હું ઘરે હોઇશ કે નહીં, પણ દાદા-દાદી, નાના-નાની હશે જ. મહત્ત્વની વાત એ છે કે મારી પુત્રી જન્મી ત્યારથી જ તેના દાદી પાસે સુએ છે.
રવિનાના પોતાના સંતાનો ભલે નાના હોય, પણ અભિનેત્રી માત્ર ૨૧ વર્ષની હતી ત્યારે તેણે તેની પિતરાઈ બહેનના સંતાનોને દત્તક લીધાં હતા. તે વખતે ‘છાયા’ આઠ વર્ષની અને પૂજા ૧૧ વર્ષની હતી. અદાકારા કહે છે કે આ બંને છોકરીઓનો જન્મ થયો ત્યારથી હું તેમને ઓળખતી હતી. હવે બંનેના વિવાહ થઈ ગયા છે અને બેઉ ખુશ છે.
મહત્ત્વની વાત એ છે કે આ બંને છોકરીઓ અનિલ થડાણીને પોતાના માર્ગદર્શક સમાન માને છે. અભિનેત્રી કહે છે કે અનિલે ક્યારેય મારી આ પુત્રીઓ પ્રત્યે ભેદભાવ નથી રાખ્યો. જો તે મને ખરેખર પ્રેમ કરતો હોય તો તેણે મારી બંને દીકરીઓ અને મારા પાળતું શ્વાનને અપનાવવાં જ જોઈએ.
અભિનેત્રીને સંગીતનો ગાંડો શોખ છે. તે સંગીતને લગતી પુષ્કળ સામગ્રી એકઠી કરે છે. મ્યુઝિક ડાઉનલોડ કરે છે, આઇપોડ અપડેટ કરે છે અને પોતાની સીડી બનાવે છે. તે વિદેશી સિરિયલો જુએ છે અને ગૃહકાર્ય પણ કરે છે. તેને ઘરમાં રહેવાનું પણ બહુ ગમે છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved