Last Update : 20-April-2012, Friday

 

અક્ષય કુમાર : કોમેડી ફિલ્મોની કદર થઈ ન હોવાનો અફસોસ છે

 

કોમેડીના બેતાજ બાદશાહ અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસ ફૂલ-ટુ’ રિલિઝ થઈ ગઈ છે. અક્ષયનું માનવું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કોમેડી ફિલ્મોની જોઈએ તેવી કદર થઈ નથી અને ભવિષ્યમાં આ પરિસ્થિતિ સુધરે એવા કોઈ ચિહનો પણ તેને દેખાતા નથી. ‘‘છેવટે કોમેડી ફિલ્મો આપણા દેશ અને વિશ્વ્વનો સૌથી મનપસંદ સિનેમાનો પ્રકાર છે એકશન, થ્રિલર અને રોમાન્ટિક કે આર્ટ ફિલ્મોને પસંદ કરવાના તબક્કામાંથી દર્શકો પસાર થાય છે, પરંતુ મોટે ભાગે લોકો એમ કહેતા જ સંભળાશે કે, ‘‘ચાલો આજે એક કોમેડી ફિલ્મ જોઈએ.’’ મારે માટે આટલી વાત જ પૂરતી છે. લોકોને રમૂજ થાય એવી ફિલ્મ જોવાની ઇચ્છા થાય એ વાત મને ખુશી પૂરી પાડે છે. મને ખાતરી છે કે ઇન્ડસ્ટ્રીના બીજા લોકો કરતા હું એક આખા ક્રિકેટ સ્ટેડિયમને આસાનીથી હસાવી શકું છું. આથી લોકો જે વાત પૂરેપૂરી સમજી શકતા હોય નહીં એમની તેમની પાસેથી માનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરનારી ફિલ્મોની એવોર્ડ સમારંભોમાં અવગણના થાય છે. દર્શકોને આ ફિલ્મો ગમ ીહોવા છતાં જ્યુરીનો અભિપ્રાય અલગ જ હોય છે. આથી કોમેડી ફિલ્મોને ગંભીરતાથી લેવાતી ન હોવાની વાતની મારા પર કોઈ અસર થતી નથી. જોકે ઘણી વાર આની નવાઈ જરૂર લાગે છે.’’ એમ અક્ષયે કહ્યું હતું.
શારીરિક કોમેડી માટેની પ્રેરણા તેને દિલીપ કુમાર, મહેમૂદ- ચાર્લિ ચેપ્લીન જેવા ઘણા કોમેડિયનો તરફથી મળી હોવાનું અક્ષય કહે છે.
આજ સુધી અક્ષયે ઘણી કોમેડી ફિલ્મ કરી છે અને લોકો તેને આ પ્રકારની ફિલ્મો સાથે સાંકળી શકે છે. આખો સમય તે રમૂજી જ રહે એવી લોકોની અપેક્ષાને કારણે શું તારા પર દબાણ રહે છે? ‘‘આ વાત સાચી છે. લોકો મને હંમેશા ‘સંિઘ ઇઝ કંિગના હેપ્પી સંિઘ તરીકે જ જોવા માગે છે. હકીકત એ છે હું ક્યાં તો હું શાંત બેસી રહું છું અથવા તો ફિલ્મના કલાકારો અને કસબીઓને પજવતો રહું છું. તેમની ટીખળી કરું છું. અથવા તો મારા સ્ટાફને પરેશાન કરું છું અને સેટ પરનું વાતાવરણ રમૂજી અને હળવું રાખુ છું. લોકો તેમના કામનો આનંદ માણે અને બીજાનું તેમની તરફ ઘ્યાન ખેંચાય એવો મારો આશય હોય છે. આથી બીજાની નજરમાં તેઓ મહત્ત્વના છે એમ તેમને લાગે એ મારે હું આમ કરું છું પરંતુ મારે હિસાબે આ એક દબાણ નથી, પરંતુ હું જાણું છું કે લોકોને મારી એનર્જી પર વિશ્વ્વાસ છે અને આ એક મૂક પ્રશંસા છે.’’ અક્ષય કહે છે.
‘હાઉસફૂલ-ટુ’ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. અને આ બધા સાથે કામ કરવાનો અનુભવ વર્ણવતા અક્ષય કહે છે, ‘‘આ બધા સાથે કામ કરતી વખતે સ્કૂલની એક ટ્રીપમાં ગયો હોઉં એવું મને લાગ્યું હતું. અમારી પાસે, સાજિદ ખાન, ૠષિજી (ૠષિ કપૂર) રણધીરજી (રણધીર કપૂર) જેવા અમારા નેતાઓ હતા. આ ઉપરાંત રિતેશ (દેશમુખ), શ્રેયસ (તળપડે), જ્હોની લીવર, બોમન (ઈરાની) અને મારા જેવા મસ્તીખોરો હતા. આ ઉપરથી અસિન, જેકવેલિન, ઝરીન અને શાઝહાન જેવી ખૂબસૂરત છોકરીઓ હતી અને છેલ્લે જ્હોન અબ્રાહમ જેવો નિર્દોષ અને પ્રેમાળ અભિનેતા અને મિથુનદા તેમજ જોકર ચંકી પાડે જેવા કલાકારો હતો. આ બધા તોફાની બારકસોને દિગ્દર્શિત કરવામાં સાજિદ ખાનનો દમ નીકળી ગયો હતો. ૧૨ કલાકના એકધારા શૂટંિગ પછી પણ અને થાકતા નહોતા એવું સેટ પર ખુશનુમા વાતાવરણ હતું.’’
આ ફિલ્મમાં રિતેશ અને તેણે એક મગરમચ્છના દુઃખતા દાંતની સારવાર કરી હતી એ દ્રશ્ય તેના દસ યાદગાર દ્રશ્યઓમાનું એક હોવાનું અક્ષય કહે છે. આવા ગાંડા દ્રશ્યની કલ્પના સાજિદ ખાન એન્ડ કંપનીને જ આવી શકે છે. એમ અક્ષયનું કહેવું છે.
‘‘‘હાઉસ ફૂલ-ટુ’ના બધા જ કોમેડી કલાકારોમાં પડદા બહાર મિ. જ્હોની લીવર ઘણા રમૂજી છે. તેઓ એક દવાની ગરજ સારે છે. દિવસમાં એકવાર તેમની વિનોદી વૃત્તિનો અનુભવ થાય નહીં તો અમને કશુ ખૂટતું હોય એમ લાગતું હતું. તેઓ પાર્ટીની જાન છે. તેમના જોક્સની તોલે કોઈ પણ આવી શકે તેમ નથી તેમની પાસે જોક્સ અને રમૂજી વાર્તાઓનો ભંડાર છે. તેઓ લાખોમાં એક છે. તેમના વગર ‘હાઉસફૂલ ટુ’ અપૂર્ણા રહી જવાની શક્યતા હતી.’’ અક્ષય કહે છે.
‘‘બોલીવુડના મારા ફેવરીટ કોમેડી કલાકારો પરેશજી (રાવલ), અક્ષય ખન્ના અને જ્હોની લીવર છે. પરેશજી એક દ્રશ્યમાં તમને પેટ દુઃખી જાય એટલું હસાવી શકે છે. વાસ્તવિક જીવનમાં અક્ષય ખન્ના એટલો શુષ્ક અને ગંભીર છે કે એ તમને હસાવે ત્યારે તમે હસ્યા વિના રહી જ શકતા નથી. અને જ્હોની લીવર વિશે આગળ મેં ઘણું કહ્યું છે આથી આ વાત રિપિટ કરવાની જરૂર નથી.’’ અક્ષય કહે છે.
બોલીવુડના ટોચના કલાકારોમાં અક્ષય સૌથી વઘુ વ્યસ્ત છે. તેની પાસે ‘રાઉડી રાઠોર’, ‘જોકર’ ‘સ્પેશિયલ છબ્બીસ’, ‘ખિલાડી ૭૮૬’, ‘હેરાફેરી-ફોર’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ-ટુ’ જેવી ફિલ્મો છે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved