Last Update : 20-April-2012, Friday

 

રોમેન્ટીક મહાકાવ્ય ‘ટાઇટેનીક’ હવે થ્રીડીમાં

 


આ ફિલ્મને વિશ્વમાં સૌથી વઘુ લોકોના હૃદય સુધી પહોંચવાનું અને તેને સ્પર્શવાનું નસીબ પ્રાપ્ત થયું છે
‘ટાઇટેનીક’ એક એવી ફિલ્મ છે, જે ભાગ્યે જ કોઈએ ન જોઇ હોય. જેને માત્ર પાંચ અંગ્રેજી ફિલ્મો જોઇ હોય તેણે પણ ‘ટાઇટેનીક’ તો જોઇ જ હશે. ૧૯૯૭માં આવેલી આ રોમેન્ટીક મહાકથાને સમગ્ર વિશ્વમાં જે પ્રતિસાદ મળ્યો હતો એવો રિસ્પોન્સ આજ સુધી કોઇપણ ફિલ્મને ક્યારેય મળ્યો નથી. ડિરેક્ટર જેમ્સ કેમેરુનની આ ફિલ્મ તાજેતરમાં ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ વખતે તે થ્રીડી અવતાર સાથે રિલીઝ કરવામાં આવી છે.
‘ટાઇટેનીકે’ સિનેમાઘરોમાં ૬૦૦.૮ મિલિયન ડોલર(આશરે ત્રણ હજાર કરોડ રૂપિયા)નો વકરો કર્યો હતો. એ સમયે એ વિશ્વભરમાં સૌથી વઘુ વકરો કરનારી ફિલ્મ રહી હતી. જોકે ૨૦૦૮માં જેમ્સ કેમેરુને જ બનાવેલી ‘અવતાર’ ફિલ્મે ‘ટાઇટેનિક’નો રેકોર્ડ તોડી નાખ્યો. ‘અવતાર’ ફિલ્મે ૭૬૦.૫ મિલિયન ડોલર(અંદાજે ૩૮૦૦ કરોડ રૂપિયા)નો વકરો કર્યો હતો. પરંતુ કેટ વિન્સેલેટે ભજવેલા ‘રોઝ’ના પાત્રને કારણે તથા લીઓનાર્દો દીકેપ્રિઓએ ભજવેલા જેકના પાત્રને કારણે આજે પણ સિનેરસિકો ‘ટાઇટેનિક’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માને છે.
૧૯૧૨માં ડૂબેલા જહાજની વાસ્તવીક ઘટના પર આધારીત આ ફિલ્મ વિશે ડેવિડ કેમેરુન ક્યારેય વાત કરવાનું ટાળતા નથી. તેઓ તેમને મળતા દરેક પત્રનો જવાબ આપે છે. તેમણે જણાવ્યું હતું કે ‘ટાઇટેનીક’ ફિલ્મમાં લોકોને શું ગમ્યું અને લોકોના જીવનને એ કઈ રીતે અસર કરે છે એ જાણવું મને ખુબજ ગમે છે. મારા પિતાએ ૨૦ વર્ષથી એક પણ ફિલ્મ જોઇ નહોતી અને અમે ટાઇટેનીક જોવા ગયા. અમારા માટે આ અનુભવ ખુબજ ઉષ્માભર્યો રહ્યો, હું અને મારી પત્ની એકબીજા સાથે ખુબજ ઝઘડતા હતા, પરંતુ આ ફિલ્મ જોયા પછી અમે એકબીજાને ખુબજ પ્રેમ કરવા લાગ્યા તથા એકમેકની ખુબજ કાળજી લેવા લાગ્યા એવા, પ્રતિભાવો સાંભળવાની ખુબજ મજા પડે છે.’
તરુણ વયના પ્રેમી-પ્રેમિકાઓએ એકબીજા સાથે આ ફિલ્મ ભરપૂર માણી હતી, જેના એ સતત ૧૫ અઠવાડિયા સુધી ચાર્ટ પર નંબર વન રહી હતી, જે આજે પણ એક રેકોર્ડ છે.
ફિલ્મમેકર ડેવિડ કેમેરુને કહ્યું હતું કે ‘દરેક ઉંમરના લોકો ટાઇટેનીક એકથી વઘુ વખત જોવા આવતા હતા, પરંતુ તેમાં સૌથી વઘુ પ્રમાણ તરુણ વયના છોકરા-છોકરીઓનું હતું. વળી, આ ફિલ્મ જોવા માટે લોકો ગુ્રપમાં અથવા કપલમાં જ આવવાનું પસંદ કરતા હતા. તે આ ફિલ્મની સફળતામાં સૌથી મોટો પ્લસ પોઇન્ટ રહ્યો છે, જે મિડિયા દ્વારા સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યો છે.’
વેસ્ટ ચેસ્ટલરમાં રહેતી ૩૨ વર્ષની બુ્રક ડેવિસ નામની એક મહિલાએ કહ્યું હતું કે ‘૧૯૯૭માં ટાઇટેનીકને મોટા પડદા પર માણવાનો અનુભવ અભૂતપૂર્વ અને અવિસ્મરણીય હતો. થિયેટરમાં છોકરીઓ લીઓનાર્દો દી કેપ્રિઓ પર ઓળઘોળ થઈ જતી હતી. આ ફિલ્મ થ્રડીમાં ફરી રિલીઝ થઈ છે ત્યારે હવે તેના જાદુને ફરીથી મોટા પડદા પર માણવો છે.’
ડેવિસનો બર્થ ડે નજીક આવી રહ્યો છે ત્યારે તેણે ટાઇટેનીક ચેટ રુમમાં કેટલાક ક્રેઝી લોકો સાથે મળી ‘ટાઇટેનિક’ જ્યાં ડુબ્યું હતુ તે નોવા સ્કોટીયા નામના સ્થળની ક્રુઝમાં બેસીને મુલાકાત લેવાનું આયોજન કર્યું છે. ટાઇટેનીક જહાજ ડુબ્યાને સો વર્ષ પુરા થવા જઈ રહ્યા છે ત્યારે તેઓ જહાજ સાથે ડુબી જનારા ૧૫૦૦ લોકોને શ્રદ્ધાંજલી પણ આપશે. ટાઇટેનીકના અવશેષોના મ્યુઝિયમની પણ મુલાકાત લેવામાં આવશે.
રોઝ અને જેકના વસ્ત્રો અધધ કંિમતે વેચાયાં
કેટ વિન્સલેટ(રોઝ) જ્યારે લીઓનાર્દો દીકેપ્રીઓને બચાવવા માટે કોટ પાણીમાં ફેંકે છે એ કોટની ૧૯૯૮માં હરાજી કરવામાં આવી હતી અને તે ૧૦,૦૦૦ ડોલર(અંદાજે રૂપિયા પાંચ લાખ)માં વેચાયો હતો. જેક જ્યારે રોઝને આત્માહત્યા કરતી અટકાવે છે ત્યારે રોઝે જે ફ્રોક પહેર્યું હતું એના ૩૫,૦૦૦ ડોલર(આશરે ૧૮ લાખ રૂપિયા) ઉપજ્યાં હતાં.
કેટી કોરીક નામના ચાહકે આ બન્ને વસ્તુઓ ખરીદી હતી. આ સિવાય તેણે ટાઇટેનીકનો ડીનરસેટ અને જુદી જુદી મળીને કુલ ત્રીસેક જેટલી આઇટમો ખરીદી હતી.
કેટ વિન્સલેટે લાલ ગાઉન સાથે જે બ્લ્યુ એરીંગ્સ પહેરી હતી એ તેણે ૨૫૦૦૦ ડોલર(આશરે આઠ લાખ રૂપિયા)માં ખરીદી હતી.
ડેલેની ડેલી નામની એક ટીનેજરે જણાવ્યું હતું કે ‘જ્યારે હું માત્ર બે વર્ષની હતી ત્યારે મારી મમ્મી મને કારમાં બાલ મંદીરે મુકી જતી હતી. રસ્તામાં હું તેની પાસે વારંવાર ‘માય હાર્ટ વીલ ગો ઓન’ ગીત વારંવાર વગાડવાનું કહ્યા કરતી હતી.મેં આ ફિલ્મ મારા પેરેન્ટ્‌સ સાથે જોઈ હતી અને કેટલાક અયોગ્ય દ્રશ્યો વખતે તેમણે મારી આંખ ઢાંકી દીધી હતી.’
૧૬ વર્ષની ડેલેની પોતે પણ મોટી થયા બાદ અભિનેત્રી બનવા માગે છે. તેણે કહ્યું હતું કે ‘હું કમસેકમ પચાસ વખત આ ફિલ્મ જોઈ ચૂકી છું. આ ફિલ્મમાં લગ્નનો વિરોધ કરનારી ૧૭ વર્ષની રોઝની ભુમિકા કેટ વિન્સલેટે જ્યારે ભજવી ત્યારે તે માત્ર ૨૨ વર્ષની હતી. હું તેની સાથે સૌથી વઘુ જોડાયેલી છું.
સ્ટીફન ફેર નામના ૪૧ વર્ષના એક એટોર્નીએ જણાવ્યું હતું કે ‘ટાઇટેનીક અત્યાર સુધીની સૌથી મોટી સામુદ્રીક દુર્ઘટના છે, પરંતુ તેના પરથી બનેલી ફિલ્મ સૌથી મોટી પ્રેમકથા બની રહી છે. મેં ૩૦મી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ટાઇટેનીક જોઈ હતી. આ દિવસ મારા જન્મ અને મારા બે પુત્રોના જન્મ દિવસ પછી ત્રીજો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ’
તેમણે કહ્યું હતું કે ‘મેં મારી પ્રેમિકાને બે વખત પ્રપોઝ કર્યું હતું અને બન્ને વખત બ્રેક અપ થઈ ગયું હતું, ત્યાર બાદ અમે ટાઇટેનીક ફિલ્મ જોવા સાથે ગયા અને ત્યાર બાદ મે ત્રીજી વખત પ્રપોઝ કર્યું. આ વખતે વાત બની ગઈ અને અમે બન્નેએ મેરેજ કરી લીધા. અમે બન્નેએ ૪ એપ્રિલ ૧૯૯૭ના રોજ ટાઇટેનીક એક સાથે જોયું હતું અને ત્યાર બાદ મેં પ્રપોઝ કર્યું હતું. ત્યારથી અમે દર ચાર એપ્રિલે ‘ટાઇટેનીક’ જોવાના ે નિયમ કરી નાખ્યો છે. હવે અમે થ્રીડીમાં ‘ટાઇટેનીક’ જોવા જઈશું. ’
ફેરીએ કહ્યું કે ‘મારા સાત વર્ષના પુત્ર એલેક્સને પણ અમે ટાઇટેનીક જોવા સાથે લઈ જશું.અમારા બન્ને વચ્ચે અમારો પુત્ર એલેક્સ બેઠો હશે એ ખુબજ રોમાંચક ક્ષણો હશે. હું મારા પુત્રને કહીશ કે તારે તેના પ્રત્યેક બર્થ ડે પર જેમ્સ કેમેરુનને ગીફ્‌ટ મોકલવી જોઈએ. કારણ કે તેના કારણે હુ અને તારી માં એક બન્યા છીએ.’
એક ડૂબકી સ્મૃતિના સમુદ્રમાં
- જેક ડોસનનો રોલ મેથ્યુ મેકકેનોફીને ઓફર કરવા વિચારણા હતી, પરંતુ જેમ્સ કેમેરુને આ રોલ લીઓનાર્દો દીકેપ્રિઓને આપવાનો આગ્રહ રાખ્યો હતો. આ રોલ મેકોલે કલ્કીનને આપવાની પણ વિચારણા કરવામાં આવી હતી.
- પોતાનો જીવ બચાવવા બદલ કેટ લીઓનાર્દોનો આભાર વ્યક્ત કરે છે એ દ્રશ્ય કેમેરુનના કહેવા પર તેઓએ બીજી વખત ભજવ્યું હતું. બન્ને થૂંકવાની ગમ્મત કરે છે એ સીન લગભગ હટાવી દેવાની જ વિચારણા હતી. ફિલ્મના આખરી દ્રશ્યમાં કેટે એક સંવાદ ઉમેર્યો હતો કે ‘આ એ જગ્યા છે જ્યાં અમે મળ્યા હતા.’ આ ડાયલોગ માટે કેમેરુન આજે પણ તેનો આભારી છે.
- ટાઇટેનીકની જાહેરાત કરતા પહેલા કેમેરુને નોવા સ્કોટીયાની હિમશીલાઓનું ખાસ્સુ એવું શૂટીંગ કર્યું હતું. એ વખતે તેણે એવી જાહેરાત કરી હતી કે હું ‘પ્લાનેટ આઇસ’ નામની એક ફિલ્મ બનાવવા માગું છું.
- ફિલ્મના આખરી સીનમાં એક્સ્ટ્રા કલાકારોને એક પાર્કીંગ લોટમાં લીલા રંગની સ્ક્રીન પર દેખાડવામાં આવ્યા છે. એક્સ્ટ્રા કલાકારોને જે પાણીમાં ડૂબતા બતાવવામાં આવ્યા છે તે પાણી માત્ર ૩ ફુટ ઉંડું હતું.
- ડેવિડ કેમેરુન ટાઇટેનીકમાં એક પણ ગીત ઉમેરવા માગતા નહોતા, પરંતુ કંપોઝર જેમ્સ હોર્નરે છુપીરીતે ગીતકાર વીલ જેનીંગ્સ પાસે ગીત લખાવડાવ્યું અને સેલીન ડીયોન પાસે ગવડાવ્યું. ત્યાર બાદ તેમણે આ ગીતની ટેપ કેમેરુનને ભેટમાં આપી. કેમેરુને આ ગીત સાંભળ્યા બાદ ખુબજ સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને તેને ફિલ્મની એન્ડીંગ ક્રેડિટમાં ઉમેરવાનો નિર્ણય કર્યો. આ ગીતને બેસ્ટ ઓરીજીનલ સોન્ગનો ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો.
- ‘ટાઇટેનીક’ ફિલ્મ બનાવવા પાછળ ૨૦૦ મિલિયન ડોલર(આશરે દસ અબજ રૂપિયા)નો ખર્ચ થયો. આ આંકડો ટાઇટેનીક જહાજની કંિમત કરતા પણ વધારે છે.
- એક્ટીંગ કેટેગરીમાં એક પણ એવોર્ડ ન જીતનારી, પરંતુ ઓસ્કારમાં સૌથી વઘુ નોમીનેશન મેળવનારી ફિલ્મ ટાઇટેનીક છે. તેને ૧૪ નોમીનેશન મળ્યાં હતાં, જેમાંથી ૧૧ એવોડ્‌ર્સ મળ્યા. ત્યાર બાદ બેન હર અને ધ લોર્ડ ઓફ રીંગ્સઃ રિટર્ન ઓફ ધ કંિગ્સનો નંબર આવે છે.
- ડેવિડ કેમેરુને કહ્યું હતું કે ‘લીઓનાર્દો દીકેપ્રિઓએ મારી સાથે બેસીને જ્યારે ‘ટાઇટેનીક’નું થ્રીડી વર્ઝન નિહાળ્યું ત્યારે તે ખુબજ સંકોચ અનુભવી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે હું સાવ નાના બચ્ચા જેવો દેખાઈ રહ્યો છું. એ ક્ષણો ખુબજ અદ્‌ભૂત હતી.’
- કેટ વિન્સલેટ પણ તેનો ન્યુડ સીન થ્રીડી વર્ઝનમાં જોઈ શકી નહોતી અને ખુબજ શરમ અનુભવતી હતી. તેણીએ કહ્યું હતું કે ‘આવી સુંદર હું હવે હું ક્યારેય દેખાઈ શકીશ નહીં. જોકે ત્યાર કરતા અભિનય ક્ષમતા અત્યારે વઘુ સારી બની છે.’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved