Last Update : 20-April-2012, Friday

 

બોલીવૂડમાં ગન ધના...ધન...નો સિલસીલો વર્ષોથી ચાલે છે

 

માથા પર ગન તાકવામાં આવી છે, પણ આ એજન્ટ અમ. એસ. ધોની જેવો જ કૂલ છે અને તેના પર બંદૂક તાકનારને જરા પણ ઘુ્રજ્યા વિના પુછી લે છે, ‘મારી આખરી ઇચ્છા નહી પુછો?’ હુમલાખોર ખંઘુ હસે છે અને પુછે છે, ‘શું તારા ભાગવા માટે હેલીકોપ્ટર મંગાવું?’ એજન્ટ વિનોદ ટાઢા કલેજે જવાબ આપે છે, ‘એક કોલ્ડ બિયર.’ અને તેની સાથે રહેલી મહિલા જાસૂસને પુછે છે, ‘તમે જ્યુસ લેશો?’
કુલ એજન્ટ અને તેની હોટ ગર્લફ્રેન્ડ એ જાસૂસી ફિલ્મોનો વર્ષો જૂનો ટ્રેન્ડ રહ્યો છે. હજી ડિરેક્ટર શ્રીરામ રાઘવનની એજન્ટ વિનોદ રિલીઝ થઈ છે, પરંતુ બોલીવૂડમાં જાસૂસી ફિલ્મોનો ઇતીહાસ બહુ જૂનો છે. ૧૯૭૭માં મહેન્દ્ર સંઘુની એજન્ટ વિનોદ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ અત્યંત સફળ નિવડી હતી. તેના પરથી સૈફ અલી ખાનની ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે.
હિન્દી સિનેજગતમાં જાસૂસી ફિલ્મોનો ઇતીહાસ છેક ફિરોઝ રંગૂનવાલાથી શરુ થાય છે. ભારત હજી તાજુ તાજુ જ આઝાદ થયું હતુ ત્યારે ૧૯૫૦માં ડિરેકટર રમેશ સાઇગલની ‘સમાધી’ રીલીઝ થઈ હતી. આ ફિલ્મ બોલીવૂડની શરુઆતી જાસૂસી ફિલ્મોમાંની એક હતી. આ ફિલ્મમાં શ્યામ નામનો અભિનેતા હતો, જે બ્રિટીશ સૈન્યનો જાસૂસ હતો. અભિનેતા અશોક કુમાર ભારતીય સૈન્યમાં હતા અને તેમની સાથે હતી અભિનેત્રી નલિની જયવંત.
બોલીવૂડમાં જાસૂસી ફિલ્મોએ ૧૯૬૦માં ઘ્યાન ખેંચવાનું શરૂ કર્યું. ૧૯૬૨માં ચીન તથા ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધને લીધે આવી ફિલ્મો માટે બરાબરનું વાતાવરણ જામ્યું. લાલ લાઇટ, સ્લાઇડીંગ ડોર્સ અને ટ્રાન્સમીટર્સ વોચનો ઉપયોગ શરૂ થયો. ૧૯૬૭માં ‘ફર્ઝ’ આવી અને ૧૯૬૮માં આંખે. આ બન્ને ફિલ્મોએ બોલીવુડ પર જબરી ટંકશાળ પાડી. ફર્ઝમાં જીતેન્દ્ર બને છે ભારતનો દેશી જેમ્સ બોન્ડ, જે ચાઇનીઝ જેવા દેખાતા ષડયંત્રકારોથી ભારતને ઘ્વસ્ત થતું બચાવે છે. ‘આંખે’માં ધર્મેન્દ્ર ડો. એક્સ અને તેના સાથીદારોએ ઘડેલા ષડયંત્રને નિષ્ફળ બનાવે છે. આ દૌરમાં આવી બીજી અનેક ફિલ્મો રિલીઝ થઈ, પરંતુ ‘શતરંજ’ એક માત્ર હીટ નિવડી. જોકે ફલ્મ ડિરેક્ટર એસ. બાલને કહ્યું, ‘આ ફિલ્મની સફળતા તેના ફિલ્મકારની અપેક્ષા પ્રમાણેની નહોતી. ’
૧૯૭૦ અને ૧૯૮૦માં પણ અનેક જાસૂસી ફિલ્મો આવી. ૧૯૭૯માં આવેલી ‘સુરક્ષા’ અને ૧૯૮૧માં આવેલી ’વારદાત‘ નોંધપાત્ર બની. જોકે જાસૂસી ફિલ્મોને ભારતમાં ક્ય
લૂટારુઓ અને ગેન્ગસ્ટર જેનર જેટલી લાકપ્રિય બની.
૧૯૭૭માં આવેલી એજન્ટ વિનોદના ડિરેક્ટર દિપક બેહરીએ કહ્યું હતું કે હું સીક્રેટ એજન્ટ વિશે વઘુ ફિલ્મો બનાવવા માગતો હતો. મેં મિથુન ચક્રવર્તી સાથે ‘એજન્ટ રાજ’ નામની મૂવિ બનાવવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ એ ક્યારેય બની શકી નહીં.
૨૦૦૩માં ’હિરોઃ લવ સ્ટોરી ઓફ ધ સ્પાય’ નામની ફિલ્મ આવી હતી. આ ફિલ્મ પાછળ રૂ. ૨૫ કરોડનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં આ ફિલ્મ પીટાઈ જતા જાસૂસી ફિલ્મોની જેનર ફરી એક વખત અસ્પૃશ્ય બની હતી. જોકે ’ફર્ઝ’ અને ગનમાસ્ટર જીનાઇન ફેઇમ ‘સુરક્ષા’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી ભારે ખ્યાતી મેળવી.
૧૯૮૧માં આવેલી ‘રક્ષા’ નામની જાસૂસી ફિલ્મમાં કામ કરનારા એક્ટર રણજીતે ડિરેક્ટર રિવકાન્ત નાગૈચ વિશે જાણવ્યું હતું કે ‘રવિકાન્ત નાગૈચ ડિરેક્ટરની સાથોસાથ એક સિનેમેટોગ્રાફર પણ હતા. આથી તેઓ તેમની ફિલ્મોમા ટ્રીક ફોટગ્રાફી અને સ્પેશ્યલ ઇફેક્ટ્‌સનો ભરપૂર ઉપયોગ કરતા હતા. વિલનના અડ્ડાની ડિઝાઇન વિશે પણ તેઓ જબરુ યોગદાન આપતા હતા.’
આ ફિલ્મમાં જિતેન્દ્રએ જાસૂસની ભુમિકા ભજવી હતી અને ‘ફર્ઝ’ની જેમ આ ફિલ્મમાં પણ તેનું નામ એજન્ટ ૧૧૬ જ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિતેન્દ્રએ ૧૯૮૬માં બોન્ડ ૩૦૩ ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મે તેને બોલીવ્‌ડનો સૌથી વઘુ પ્રચલિત સીક્રેટ એજન્ટ બનાવી દીધો.
વષોથી ભારતમાં જાસૂસી ફિલ્મો જેમ્સ બોન્ડ સ્ટાઇલની જ બનતી રહી. ફાસ્ટ કાર, કારથી પણ વધારે તેજતર્રાર અભિનેત્રી, ગન્સ અને ગેજેટ્‌સ. જોકે ૨૦૦૮માં આવેલી ‘મુખબીર’ નામની ફિલ્મ અપવાદરૂપ છે. આ ફિલ્મ એક ભારતીય જાસૂસની વાસ્તવીક જીવનકથા પર આધારિત હતી.
બોલીવૂડના ટ્રેડ એક્સપર્ટ તરણ અદર્શના પિતા બી. કે. આદર્શે ૧૯૬૮માં ‘સ્પાય ઇન રોમ’ નામની ફિલ્મનું ડિરેક્શન અને પ્રોડક્શન કર્યું હતું. તરણ આદર્શે કહ્યું કે એ સમયમાં બોલીવૂડની કોઇ પણ જાસૂસી ફિલ્મની સીધી તુલના જેમ્સ બોન્ડની ફિલ્મ સાથે થતી હતી. આથી આ ફિલ્મો ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જેમ્સ બોન્ડની ફિલ્મોની સમકક્ષ હોય એ પૂર્વશરત હતી. આ જેનર ખુબજ જોખમી છે તથા ખુબજ ઉચી ડિમાન્ડ ધરાવે છે. આથી આ ફલક પર એજન્ટ વિનોદ જેવી બિગ બજેટ મૂવી જ સાહસ ખેડી શકે.
નવી એજન્ટ વિનોદના ડિરેક્ટર શ્રીરામ રાઘવને જણાવ્યું હતું કે ‘ આ ફિલ્મ રશિયા, ઇન્ગ્લેન્ડ, લેટિવિયા અને મોરોક્કોમાં શૂટ કરવામાં આવી છે. જોકે જેમ્સ બોન્ડ એવો જાસૂસ છે, જે સંપૂર્ણપણે ભારતીય છે. ’
એજન્ટ વિનોદની સફળતા પર ભારતમાં અનેક લોકોના ભવિષ્ય અવલંબીત છે અને બોલીવુડમાં જાસૂસી ફિલ્મોનું ભવિષ્ય પણ.ુ

**********
૧૯૭૭માં રિલીઝ થયેલી એજન્ટ વિનોદ મહેન્દ્ર સંઘુ માટે કારકીર્દીની સૌથી મોટી ફિલ્મ બની રહી હતી ઃ જિતેન્દ્ર ભારતનો દેશી જેમ્સ બોન્ડ ગણાતોઃ રવિકાન્ત નાગૈચાએ ભારતને ફર્ઝ અને સુરક્ષા જેવી ક્લાસીક જાસૂસી ફિલ્મો આપીઃ જોકે પોલીસ, લૂટારુઓ અને ગેન્ગસ્ટર વિશેની ફિલ્મો જેટલી જાસૂસીના કારનામા ધરાવતી ફિલ્મોને સફળતા મળી નથી

************
બોલીવુડની સાત જોવા જેવી જાસૂસી ફિલ્મો
ફર્ઝ(૧૯૬૭)ઃ જાસૂસી ફિલ્મોના માસ્ટર ગણાતા રવિકાન્ત નાગૈચ દ્રારા આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. જમ્પીંગ જેક કહેવાતા જિતેન્દ્રની આ સૌપ્રથમ મેજર હીટ હતી. આ ફિલ્મમાં લક્ષ્મીકાન્ત પ્યારેલાલના સંગીત નિર્દેશન હેઠળ બનેલું ગીત ‘હમ તો તેરે આશિક હૈ સદિયો પુરાને’ અમર બની ગયું છે.
આંખે(૧૯૬૮)ઃ જાસૂસી ફિલ્મોમાં આ ફિલ્મ બોલીવૂડની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ છે. ધર્મેન્દ્ર અને માલા સિન્હા અભિનીત આ ફિલ્મનું કેટલુક શૂટીંગ મિડલ ઇસ્ટમાં થયું હતું.
આ ફિલ્મની ગઝલ ‘મિલતી હૈ ઝિન્દગીમે મુહબ્બત કભી કભી’ અને ગીત ‘તુજકો રખ્ખે રામ તુજકો અલ્લાહ રખે’ ભારે લોકપ્રિય બન્યા.
સ્પાય ઇન રોમ(૧૯૬૮)ઃ બી ગ્રેડના હિરો દેવ કુમારને લઈને આ ફિલ્મ ખુબજ ભપકાદાર રીતે બનાવવામાં આવી હતી. લક્ષ્મીકાન્ત પ્યારેલાલ દ્વારા કંપોઝ કરવામાં આવેલું ‘રોમ કી વાદીયોમે’ ગીત ખુદ દેવ કુમારે ગાયું હતું.
હમસાયા(૧૯૬૮)ઃ આ ફિલ્મમાં પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર આ ત્રણે ભૂમિકા જોય મુખરજીએ ભજવી હતી. ઓ. પી. નૈયરનું સંગીત પણ મશહૂર બન્યું હતું.
સુરક્ષા(૧૯૭૯)ઃ રવિકાન્ત નાગૈચે બનાવેલી આ વઘુ એક ક્લાસીક ફિલ્મ છે. આ ફિલ્મમાં મિથૂન ચક્રવર્તીએ અભિનય કર્યો છે. બપ્પી લાહીરીએ ગાયેલુ ગીત ગન માસ્ટર જી નાઇન અવિસ્મરણીય છે.
વારદાત(૧૯૮૧)ઃ આ ફિલ્મમાં ફરી જી નાઇનનું ફિવર જોવા મળ્યું. વઘુ બહેતરરીતે. કલ્પના ઐયરનું ‘તુ મુજે જાનસે ભી પ્યારા હે’ ગીત ભારે લોકપ્રિય બન્યું.
ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ એ સ્પાય (૨૦૦૩)ઃ સનિ દેઓલ અભિનીત તથા અનિલ શર્મા દિગ્દર્શીત આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઇએ એવી સફળતા મળી નહોતી. સનિ દેઓલ ગદ્દરની સફળતાનું પુનરાવર્તન કરી શક્યો નહીં.
************
માય નેમ ઇઝ સંઘુ
લવ સ્ટોરી તથા ફેમિલિ ડ્રામા આધારિત ફિલ્મો પ્રોડ્યુસ કરતા રાજશ્રી બેનરે જ્યારે ૧૯૭૭માં જાસૂસી ફિલ્મ ‘એજન્ટ વિનોદ’ બનાવવાની ઘોષણા કરી ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મહેન્દ્ર સંઘુ આ ફિલ્મનો હીરો છે એ સાંભળી ટ્રેડ પંડિતો પણ અવાક્‌ રહી ગયા હતા. શર્ટના બટન ખુલ્લા રાખતો તથા વાળવાળી છાતી એક્સપોઝ કરતા મહેન્દ્ર સંઘુની કારકીર્દીમાં ફ્‌લોપ ફિલ્મોની ભરમાર હતી. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય લોકો જે જોઈ શક્યા નહોતા એ રાજશ્રી બેનરના માલિક તારાચંદ બડજાત્યાએ જોઈ લીઘુ હતું. ‘ખૂન કી કિમત’માં મહેન્દ્ર સંઘુએ ભજવેલા ડબલ રોલથી તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. મહેન્દ્ર સંઘુએ કહ્યું હતું કે ‘રાજશ્રી બેનરે અલવીદા અને ઝોર્રો નામની બે ફિલ્મ ઓફર કરી હતી, પરંતુ મે ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં તેમણે મને ત્રીજી ફિલ્મ એજન્ટ વિનોદ ઓફર કરી. હું સ્ક્રીપ્ટ ઘરે વાંચવા માટે લઈ ગયો. મેં બે કલાકમાં આખી સ્ક્રીપ્ટ વાંચી લીધી અને ત્યાર બાદ તરત જ આ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કરી લીધો.’
પડછંદ કાયા ધરાવતા પટીયાલાના યુવક મહેન્દ્ર સંઘુએ પુણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં ઘોષણા કરી હતી કે એક દિવસ ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો મને શોધતા આવશે. એ વાત સાચી પડી. તેની પ્રથમ ફિલ્મ ક્લીન્ટ ઇસ્ટવૂડની ડર્ટી હેરી પર આધારીત ખૂન ખૂન હતી, જે પીટાઈ ગઈ. બીજી ફિલ્મ હતી આમિર ખાનના પિતા તાહિર હુસૈનના નિર્દેશન હેઠળ બનેલી ‘મદહોશ’. આ ફિલ્મ પણ ફ્‌લોપ નિવડી. ‘એજન્ટ વિનોદ’ હવે તેના માટે છલ્લો ચાન્સ હતો.
સંઘુએ ગોળીબાર કરતા કરતા ઉર્દુ શેર અર્ઝ કરતા દેસી બોન્ડની ભૂમિકા ભજવી. ડિરેકટર દિપક બહેરીએ બનાવેલી ‘એજન્ટ વિનોદ’ નોનસ્ટોપ મનોરંજન હતી અને તે મહન્દ્ર સંઘુની કારકીર્દીની સૌથી સફળ ફિલ્મ બની ગઈ. આ ફિલ્મ બેન્ગલોરમાં ૪૦ અઠવાડિયા સુધી ચાલી તથા સુરત અને પંજાબમાં સીલ્વર જ્યુબિલી કરી. સંઘુની સુપરહીટ નિવડેલી ફિલ્મ સરગમ પીકચર્સના બેનર હેઠળ રાજશ્રી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હેવા છતાં પણ તેને ગુરુ હોજા શુરૂ અને ખૂન કી ટક્કર જેવી બી ગ્રેડની ફિલ્મો મળી. જોકે આ પાછળનું કારણ અને પોતાની ભૂલ કબૂલ કરતા મહેન્દ્ર સંઘુએ કહ્યું હતું કે ‘હું ખૂબજ મોટો ઇગો ધરાવતો હતો. કોઈને મળતો નહોતો અને તેના કારણે મારી કારકીર્દીને ભારે નુકસાન પહોંચ્યું.’
જોકે ૬૫ વર્ષના થયેલા સંઘુએ કહ્યું કે ‘હવે મને કોઇ અફસોસ નથી. હાલ હું રીયલ એસ્ટેટ બિઝનેસમાં ખુબજ સારુ કામ કરી રહ્યો છું. મુંબઈ એરપોર્ટથી નેવું મિનિટના અંતરે આવેલા બોઇસરમાં મેં વિશાળ જમીન ખરીદી છે. અમે ત્યાં વિકેન્ડ હોન્સનું બાંધકામ કરી રહ્યા છીએ. ’ ‘એજન્ટ વિનોદ’માં નાનકડી ભૂમિકા માટે તેમનો એપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે એ શક્ય બન્યું નહીં, પરંતુ તેમને નવી એજન્ટ વિનોદમાં શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. નવી ‘એજન્ટ વિનોદ’માં સૈફ અલી ખાનને એક પાકિસ્તાની એજન્ટ પુછે છે, ‘તારુ નામ શું છે?’ આ પ્રશ્નના જવાબમાં સૈફ અલી ખાન જવાબ આપે છે, ‘મહેન્દ્ર સંઘુ.’

 
Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved