Last Update : 20-April-2012, Friday

 

સંગીતની દુનિયામાં આશા ભોંસલેની શાનદાર સફર

 

આત્મસંતુષ્ટિ જેવો શબ્દ આશા ભોંસલેના શબ્દકોષમાં જ નથી. કોઇ પણ પ્રકારની આળસ અથવા ઢીલાશ તે પોતાની આસપાસ ફરકવા જ દેતા નથી. તેથી એટલે જ કદાચ ૬૭ વરસના સંગીત જીવનમાં આશા ભોંસલે કદી રિયાજ કરવાનું ચૂક્યા નથી.તેઓ આખો દિવસ પોતાના કામમાં જ વ્યસ્ત રહે છે. આજે તેઓ લગભગ ૭૮ વર્ષના છે. છતાં પણ રિયાજ ચૂકતા નથી. ‘‘ હું નિયમિત રિયાજ ન કરું તો મારું ગળુ ંબેસી જાય છે. પહેલાં તો હું સવારે સાત વાગે જ રિયાજ કરવા બેસી જતી પરંતુ હવે થોડુ ંમોડું થઇ જાય છે. કોઇક દિવસ સવારે રિયાજ નથી કરી શકતી તો રાતના રિયાજ કરી લઉં છું. વય વધવાની સાથે ગળાની રેન્જ ઓછી થતી જાય છે. તેને સંભાળી રાખવા રિયાજ બહુ જરૂરી છે. ’’
છેલ્લા સાડા છ દાયકાની કારકિર્દીમાં તેમણે રવિન્દ્ર સંગીત, નજરુલગીતિ, હંિદી ફિલ્મોમાં પાશ્વગાયન ઉપરાંત પોપ, ભજન, શાસ્ત્રીય સંગીત, ગઝલ, કવ્વાલી વગેરે પ્રકારના ગીતો ગાયા છે. એટલું જ નહીં ૧૮ ભાષાઓમાં તેમણે ગીતો ગાયા છે. તેમણે તેમજ તેના ગીતોની સંખ્યા લગભગ ૧૨ હજાર ઉપર છે. જોકે આશાને ગીતોની સંખ્યા સાથે કોઇ મતલબ નથી.
પોતાની તંદુરસ્તીનું રહસ્યખોલતાં આશા કહે છે કે, ‘‘ હું યોગ નથી કરતી. પરંતુ સ્વયંને કામમાં વ્યસ્ત રાખું છું. ઘરમાં હોઉં તો સવારે ઊઠ્યા બાદ ઘરકામમાં વ્યસ્ત થઇ જાઉં છું. ઘણી વખત તો રસોડામાં જઇને કામ કરવા લાગું છું. તો કોઇક વખત બાલ્કનીમાં જઇ છોડવાઓને પાણી પાઉં છું. બપોરે સુવાથી આળસુ થઇ જવાય છે તેથી હું બપોરે બિલકુલ સૂતી નથી. પરંતુ રાતના જલદી સૂઇ જાઉં છું. સવારે પણ જલદી ઊઠી જાઉં છું. આ મારી સાઠ વરસની જૂની આદત છે. મારું માનવું છે કે ઘરમાં બેસી રહેનાર વ્યક્તિ કોઇ કામનો રહેતો નથી. તેથી ઘર બહાર તો નીકળવું જ પડે.’’
નવા જમાનાના કલાકારો પ્રત્યે પણ તેનું પૂરું ઘ્યાન છે. તેમની ફિલ્મો તે રસથી જુએ છે. તેમને ક્યો હીરો પસંદ છે ? તેવું પૂછતાં તેમણે ફટાક દઇને જહોન અબ્રાહમનું નામ આપતાં કહ્યું હતું કે, તેના ચહેરા પર એક સરળતા છે. તેના ચહેરાની માસુમિયત જ એવી છે કે લાખ પ્રયત્નો બાદ પણ તે ગુંડાનો રોલ નહીં કરી શકે. ઘણા એન્ગલથી તેનો ચહેરો બાળકના ચહેરાને મળતો આવે છે. જહોન ઉપરાંત મને અભિનેતા ડેની પણ પસંદ છે. એક જમાનામાં આશાજીને ફિલ્મો જોવાનો બેહદ શોખ હતો. પરંતુ આજે તે સંભવ રહ્યું નથી. હવે તો પહેલાની માફક ગીતો પણ નથી સાંભળતા તેમ કહેતાં વઘુ જણાવે છે કે, સાચું કહું તો હવે ગીતો સાંભળવાનું બહુ મન નથી થતું. ફિલ્મો પણ પહેલાની માફક નથી જોતી. હવે તો અંગ્રેજી ફિલ્મોમાં કમ્પ્યુટરનો કરિશ્મા જ જોવા મળે છે. મને તો જૂની અંગ્રેજી અને હંિદી ફિલ્મો જોવામાં આનંદ આવે છે. પેઢી દર પેઢી અનેક નાયિકાઓને તેમણે કંઠ આપ્યો છે. પસંદગીની અભિનેત્રી વિશે પૂછતાં આશાજી થોડો સંકોચ અનુભવતાં કહે છે કે, રાણી, ઉર્મિલા અને કાજોલ મને પસંદ છે.
આજના હિન્દી ગીતો વિશે પૂછતાં તેઓ કહે છે કે, ‘‘ હવે તો જૂના સંગીતકારો રહ્યાં નથી. સમય ઘણો બદલાઇ ગયો છે. દર્શકોને ડાન્સ વઘુ ગમવા લાગ્યા છે. તેથી ચારેકોર સંગીતના કર્ણપ્રિય મીઠા સૂરને બદલે ધોંઘાટિયું સંગીત સંભળાયા કરે ં છે. આજના ગીતોમાં શોરબકોર ઝાઝો સંભળાય છે. ગીતમાં બૂમબરાડા શા માટે પડાતા હોય છે તે મને આજ સુધી સમજાયું નથી. મને લાગે છે કે ગાનાર પણ એ વાત ચોક્કસ જ નહીં સમજતા હોય. કુમાર શાનુ તો ગળું ઘૂ્રજતું હોય તેવીસ્ટાઇલથી ગાતા હતા. જે હવે બંધ થઇ ગયું છે. ખરાબ સ્ટાઇલ વઘુ ટકતી નથી. સુખવંિદર અને શાનના કંઠમાં નવીનતા છે. જ્યારે હિમેશ રેશમિયાની ઘૂન સારી છે પરંતુ તે પોતે ગાવાનો આગ્રહ ન રાખતાં અન્યો પાસે ગવડાવે તો વઘુ સારું લાગશે. તેવું જ ઘ્યાન અદનાન સામીને પણ રાખવાની જરૂર છે. મેં તો અદનાનને કહ્યું પણ હતું કે તારી સૂર રચનામાં એક તાજગી છે. તું ગીત ગાવાને બદલે ફિલ્મમાં સંગીત પર ઘ્યાન આપ. તેમ છતાં તે સતત ગાતો રહે છે. અને જોકે શ્રોતાઓ તેના ગીતો પસંદ પણ કરે છે. બઘુ જોઇ-સમજીને પણ મને લાગે છે કે હું જ મૂર્ખ છું. હું પણ શું કરું, આજે આટલા બધા ગાયકો મારી વચ્ચે છે છતાં મારા કાનમાં કિશોર કુમારનો અવાજ સંભળાય છે.’’
આશાજીએ અગણિત સંગીતકારો સાથે કામ કર્યું છે. સચિન દાથી લઇ એ.આર. રહેમાન સુધીમાં કોઇનું નામ બચ્યું નથી. દરેક સાથે સૂરના ઉતાર-ચઢાવમાં તે તન્મયતાથી આગળ વધી રહ્યા છે. આટલી લાંબી સફર કાપ્યા બાદ પણ તેઓ ફકત એટલું જ કહે છે કે, ‘‘ કોઇ પણ એવો દાવો નહીં કરી શકે કે મને આગળ વધારવામાં તેમનો હાથ રહ્યો છે. મેં દરેક સાથે મનથી ગાયું છે. હું મહેનતથી કદી ડરી નથી. અહીં ફક્ત સારા સંબંધોથી કામ નથી મળતું.
આજે તમે ખરાબ ગાશો તો કાલે તમારો કોઇ ભાવ નહીં પૂછે.’’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved