Last Update : 20-April-2012, Friday

 

સની લિઓન આ એડલ્ટ ફિલ્મ સ્ટાર નાનપણમાં નિયમિત મંદિરે જતી હતી

 

‘બિગબોસ-૫’માં આવીને છવાઈ ગયેલી એડલ્ટ ફિલ્મ સ્ટાર સની લિઓન હવે હિન્દી ફિલ્મમાં કારકિર્દી બનાવવા તત્પર બની છે. કેનેડામાં મોટી થયેલી સની ધાર્મિક છે અને નાની હતી ત્યારે દરરોજ મંદિરે જતી હતી. અત્યારે ‘જીસ્મ-૨’માં અભિનય કરવા સની હિન્દી ભાષા શીખી રહી છે તથા બધા સાથે હિન્દીમાં વાત કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘મારા માતા-પિતા પંજાબીમાં વાતચીત કરે છે. અને અમે હિન્દી ફિલ્મો પણ જોતાં હતાં. આથી મને હિન્દી અને પંજાબી બન્ને ભાષા સમજાય છે. પરંતુ કેનેડામાં રહેતાં હોવાથી અમને પંજાબી બોલવાની ફરજ પાડવામાં આવી નહોતી’ એવું સનીએ કહ્યું હતું.
સની ભારતમાં જાણીતી બની ગઈ છે. ફિલ્મમેકર્સો તેને પોતાની ફિલ્મમાં લેવા તત્પર છે તે વાતથી અભિનેત્રી ખુશ છે. તે ઇચ્છે છે કે લોકો જ્યારે તેની ફિલ્મ જુએ ત્યારે તેના અભિનયને ઘ્યાનમાં લે માત્ર દેખાવને નહિ. આ ઉપરાંત પોતાના ચાહકો ફિલ્મ જોવા આવે અને તેને સ્વીકારે. તે કોઈ એક વ્યક્તિના અભિપ્રાયને મહત્ત્વ આપવા ઇચ્છતી નથી.
સનીએ ‘બિગ બોસ’ શોમાં પૂજા બેદી, સ્કાય અને જુહી પરમાર સાથે મૈત્રી કરી હતી અને હાલમાં જ તેઓ મળ્યા હતા. તે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ત્યાગ કર્યો છે? એમ પૂછતાં સનીએ કહ્યું કે, ‘હું વરસની એક ફિલ્મ કરું છું અને હાલમાં મને નથી ખબર કે ભાવિના ગર્ભમાં શું છુપાયું છે. મારી વર્તમાન યોજના તો ભારતમાં ફિલ્મનું શૂટંિગ કરવાની અને વ્યસ્ત રહેવાની છે.’
સની તેની માતા સાથે બેસીને હિન્દી ફિલ્મ જોતી આવી છે અને તે વાતનો સનીને આનંદ છે. ‘મારા પિતા અને ભાઈ હિન્દી ફિલ્મમાં રસ ધરાવતાં નથી. એટલે તેઓ જાતજાતની ટિપ્પણી કરે છે.’ એવું સનીએ જણાવ્યુ ંહતું.
અભિનેત્રી નાની હતી ત્યારે દરરોજ ફરજિયાત મંદિરે જતી હતી. પંજાબી કુડીની જેમ જ તેનો ઉછેર થયો હતો અને તેના માતા-પિતા જાણતા હતા કે તેઓ ભારતમાં નથી. આથી તેઓ પોતાના સંતાનોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમજ આપતા હતા.
‘જોકે મોટા થયા બાદ જાણ થાય છે કે ભગવાન હૃદયમાં રહે છે એટલે પૂજા કરવા મંદિરમાં જવાની જરૂર નથી.’ એવું સનીએ ઉમેર્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved