Last Update : 20-April-2012, Friday

 
કુલરાજ રાંધવા દિલ ખોલીને વાત કરે છે

 

સ્ટાર સંતાન હોવું કુલરાજ માટે મહત્વનું નથી. તેનું માનવું છે કે કરીના કપૂર સ્ટાર સંતાન છે જ્યારે વિદ્યા બાલન નથી. છતાં બન્ને સફળ અભિનેત્રીઓ છે. ‘‘ તેથી હું કદી એવા રોદણા રડતી નથી કે ફિલ્મઇન્ડસ્ટ્રીમાં મારો કોઇ ગોડફાધર નથી. જો તમારામાં પ્રતિભા હશે તો લોકો જરૂર તમારી કદર કરશે.’’ છેલ્લી બે ફિલ્મોમાં પોતાના પંજાબી પાત્રથી તેના પર ઘણા પ્રશ્રનો ઉદભવ્યા હતા. પરંતુ તેના ખુલાસા રૂપે તેણે કહ્યું હતું કે એ એક સંજોગ હતો તેના પંજાબી હોવા સાથે તેને કોઇ લેવાદેવા નહોતી.
ફિલ્મ ‘ચાર દિનકી ચાંદની’માં દિગ્દર્શક સમીર કર્ણિકની સાથે રોમાન્સની વાતો ચગી હતી. તેની સ્પષ્ટતા રૂપે તે કહે છે કે, એ અફવા સાવ બકવાસ છે. હું તેની સાથે ડેટંિગ કરતી નથી. અમારી વચ્ચે એક દિગ્દર્શક અને કલાકારનો જ સંબંધ છે. ઘણી અભિનેત્રીઓને ચુંબન દ્રશ્યોથી વાંધો હોય છે. પરંતુ તે તેને પાત્રનો જ એક ભાગ માને છે. ‘‘ મને આ પ્રકારના દ્રશ્યો કરવામાં કોઇ વાંધો નથી. મેં તો પહેલાથી જ કહ્યું છે કે બોલ્ડ પાત્ર ભજવવામાં મને કોઇ વાંધો નથી. મને પણ વિદ્યા બાલનની જેમ પડકારૂપ પાત્ર ભજવવા છે. ’’ તેમ કુલરાજ કહે છે. કોલેજમાં તે ટોમ બોય જેવી હતી. છોકરાઓની માફક જીન્સ અને ટી-શર્ટ પહેરીને તેમના ગુ્રપનો એક ભાગ બનીને મોજમસ્તી કરતી હતી. ‘‘ આજે પણ મને ટીશર્ટ અને જીન્સ પહેરવું પસંદ છે. ઘરમાં હું ટ્રેક પેન્ટ પહેરવુ ંપસંદ કરું છું. ઘરની નજીક જ દૂધ લેવા જવું પડે તો એજ ડ્રેસમાં હું ચાલતી જ જાઉં છું. રજાઓમાં આરામદાયક કપડાં પહેરું છું અને પાર્ટીઓમાં સાડી અથવા ‘લહંગા’ પહેરું છું. ’’ કુલરાજને ફરવાનો ઘણો શોખ છે. તેણે લગભગ ભારત ભ્રમણ કર્યું છે. વિદેશમાં પણ તે કેનેડા, હોંગકોંગ ફરી ચુકી છે. પરંતુ આ બધામાં તેને પહાડોની મુસાફરી કરવી ઘણી પસંદ છે. ટચૂકડ ા પડદાથી પોતાની કારકિર્દી શરૂ કરનાર કુલરાજને કોઇ પણ માઘ્યમથી એલર્જી નથી. પડકારૂપ રોલ મળે તો તે નાના પડદે પણ કામ કરવામાં રાજી છે. તેનું કહેવું છે કે, ‘‘ દરેક માઘ્યમમાં કલાકારોને માન સન્માન મળે છે. હું તો પ્રમાણિકતાથી કામ કરવામાં માનું છું. બીજી બે ફિલ્મોમાં કામ કરી રહી છું પણ હજી એનું શૂટંિગ શરૂ થયું નથી.’’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved