Last Update : 20-April-2012, Friday

 

કાજોલ:‘ફિલ્મો ઉપરાંત પણ મારું એક જીવન છે’

 

કાજોલમાં એવું કંઈ જાદુ જરૂર છે કે લાંબા અજ્ઞાતવાસ પછી પણ લોકો તેને ભૂલતા નથી. અને તેની ફિલ્મ જોવા આતુર હોય છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે લાંબા સમય સુધી રૂપેરી પડદાથી દૂર હોવા છતાં એક ઇન્ટરનેટ પૉલમાં કાજોલને ‘મોસ્ટ આઇકનિક એકટ્રેસ’ તરીકે ચૂંટવામાં આવી હતી. કાજોલ આ વાતે તેના ચાહકોની આભારી છે.
આજની પેઢી પણ કાજોલ સાથે પોતાની જાતને સાંકળી શકે છે, ‘‘મને લાગે છે કે આ પાછળ ફિલ્મો જવાબદાર છે આ ઉપરાંત તેઓ પાત્રો સાથે પણ પોતાની જાતને સાંકળી શકે છે એક કલાકાર તરીકે અમે એ પાત્રો સારી રીતે ભજવી શકીએ તો દર્શકો સાથેનું જોડાણ વઘુ મજબૂત બને છે અને અમે એ પાત્રને બરાબર ન્યાય આપીએ નહીં તો જોડાણ સંધાતું નથી. હા, મેં આમાં ભાગ ભજવ્યો છે, પરંતુ સૌથી વઘુ શ્રેય મેં કરી છે એ ફિલ્મોને અને મારા પાત્રોને જાય છે.’’ કાજોલ કહે છે.
કાજોલ સિવાય પણ બીજી ઘણી ટેલન્ટેડ અભિનેત્રીઓ છે પરંતુ કાજોલ જેટલો તેમને દર્શકો તરફથી પ્રેમ મળતો નથી. કાજોલ આ બાબતે તેના નસીબને શ્રેય આપે છે તેમજ પોતે ટેલન્ટેડ હોવાનું પણ કબૂલ કરે છે. આ ઉપરાંત તેણે કરેલી ફિલ્મો તેમજ એ ફિલ્મોને લોકો તરફથી મળેલા આવકારે પણ આમા મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કાજોલ સ્પષ્ટ કરે છે.
કાજોલનું માનવું છે કે દરેક ેપોતાની જાતનું આત્મનિરિક્ષણ કરીને વિકાસ કરતા રહેવું જોઈએ. દરેક ફિલ્મોમાં કંઈક નવું દર્શકો સામે મૂકવું જોઈએ. ૧૦ વર્ષ પૂર્વે લોકોએ સ્વીકારી લીધેલી વાત હવે લોકો આસાનીથી અપનાવી લે એ જરૂરી નથી. આજે દર્શકો, કલાકારો અને સમય બદલાઈ ગયો છે. આ ઉપરાંત અભિનયની પ્રક્રિયામાં પણ ઘણો બદલાવ આવી ગયો છે આથી દરેક વિકાસ કરવાની જરૂર છે એમ કાજોલ કહે છે.
‘‘મારે સારી ફિલ્મો કરવી છે. મારું પાત્ર સારું હોય પણ ફિલ્મ સારી નહોય એવી ફિલ્મ હું કરીશ નહીં. કોઈ ફિલ્મમાં કામ કરવા પાછળ ઘણા કારણો હોય છે. એના કામ કરનારા લોકો તેમની જોડેના તમારા સંબંધો, દિગ્દર્શક સાથે તમારા વિચારો કેટલા મળતા આવે છે. પ્રોડકશન હાઉસ અને આ ફિલ્મ રિલીઝ થશે કે નહીં તેમજ સ્ક્રિપ્ટનું એક સારી ફિલ્મામં રૂપાંતર થશે કે નહીં આ બધા પાસા પર અભ્યાસ કર્યાં પછી મને એ ફિલ્મ વિશે ખ્યાલ આવી જાય છે. હું મારા પોતાના નિર્ણય પર વિશ્વ્વાસ કરું છું.’’ કાજોલ કહે છે.
કાજોલે કરેલા એક દાવા મુજબ તે કોઈ ફિલ્મ સર્જકને ના પાડતી નથી. તે દરેકને સાંભળે છે. ભૂતકાળમાં મણિરત્નમની ફિલ્મનો અસ્વીકાર કરવાની વાત છે તો તેણે તારીખોની સમસ્યાને કારણે તેમને ના પાડી હતી. અને અત્યાર સુધી તેણે ઘણા નવા દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું છે જેમાં કરણ જોહરનો સમાવેશ થાય છે.
પુનરાગમન કરવાનો પ્રશ્વ્ન છે તો, ‘‘છેલ્લા આઠ વરસથી હું પુનરાગમન જ કર્યાં કરું છું. લગ્ન પછી મેં પુનરાગમન કર્યું હોવાનુ ંલોકો કહેતા હતા. મારી પુત્રીના જન્મ પછી પણ લોકો મેં પુનરાગમન કર્યું હોવાની જ વાતો કરતા હતા અને હવે યુગના જન્મ પછી ફિલ્મો કરવાની શરૂઆતને પણ લોકો પુનરાગમન જ કહે છે. આમ મેં ઘણા ‘પુનરાગમનો’ કર્યાં છે.’’ જોકે આમ કહેતી કાજોલે હજુ સુધી એક પણ ફિલ્મ સાઈન કરી નથી. તેમજ આ બાબતે કોઈ સાથે વાત પણ કરી નથી, પરંતુ તે એક સારી ફિલ્મની રાહ જોઈ રહી છે અને ફિલ્મો સાઈન કરવાની તેને જરા પણ ઉતાવળ નથી હું હમણા ઘણી સુવિધાજનક પરિસ્થિતિમાં છું. મારે સંતાનો, પરિવાર અને મારા પ્રોડકશન હાઉસની સંભાળ લેવાની છે. આમ મારા જીવનમાં ઘણી મહત્વની ઘટનાઓ બની રહી છે. શું કરવું એવી મને મૂંઝવણ નથી ફિલ્મો જ મારા જીવનનો એક માત્ર ઘ્યેય નથી. ફિલ્મો એક ઝનૂન છે પરંતુ એના વિના મારા જીવનનો અંત આવી જશે એમ પણ નથી મને મનપસંદ ફિલ્મ મળશે તો જ હું ફિલ્મ સ્વીકારીશ. આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા હું તૈયાર નથી.’’
અજય તેને એક ફિલ્મમાં દિગ્દર્શિત કરવાનો હોવાની અફવાનું ખંડન કરતા કાજોલ કહે છે કે, ‘‘અજય ફિલ્મ દિગ્દર્શિત જરૂર કરશે પણ એ ફિલ્મમાં હું અભિનય કરીશ નહીં. સાથે કામ કરવાની વાત છે તો અમને બન્નેને ગમે એવી સ્ક્રિપ્ટ મળવી જરૂરી છે. જોકે મને તેના દિગ્દર્શન હેઠળ કામ કરવું ગમશે. એક કલાકાર કરતા પણ તે એક સારો દિગ્દર્શક છે. સારી ફિલ્મ બનાવે એ જ સારો દિગ્દર્શક નથી તેની ટીમ સાથે સારી રીતે વર્તે એને સારો દિગ્દર્શક કહેવાય.
પોતાના બાળપણને યાદ કરતા કાજોલ કહે છે, ‘‘નાની હતી ત્યારે હું ઘણી તોફાની હતી. મારી મમ્મી મને મારતી હતી હું ઘણી જિદ્દી હતી મારે મનમાં આવે એ વાત હું કરીને જ જંપતી હતી. મમ્મી મારા પર બરાડા પાડે અને વઢે તો પણ હું તેની સામે ક્યારે પણ રડતી નહોતી, પરંતુ મને તેનો ઘણો ડર લાગતો હતો. તેની સામે હું ભોળી અને ડાહી-ડમરી બની જતી હતી, પરંતુ તે ઓરડામાંથી બહાર નીકળે કે તરત જ મારો અવતાર બદલાઈ જતો હતો. લગ્ન કરવાનું મારું એક સપનું હતું. ૧૭ વર્ષની હતી ત્યારે મેં મારી કારકિર્દી શરૂ કરી હતી. અને ૨૪ વર્ષની થઈ ત્યારે હું કંટાળી ગઈ હતી એ માટે લગ્ન કરીને માતા બનવું હતું. ૨૪ વર્ષેે મેં ચાર હિટ ફિલ્મ આપી હતી અને હું એક કૂતરાંની જેમ કામ કરતા હતી. અને મારે આ બઘુ છોડીને લગ્ન કરવા હતા જે મેં કર્યાં અને આજે મને આ વાતનો ગર્વ છે.’’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved