Last Update : 20-April-2012, Friday

 

બિપાશા બાસુ‘‘હું પુરુષોને ફોસલાવતી નથી’’

 

બિપાશા બાસુ બૉલીવૂડની ‘હોટેસ્ટ સંિગલ’ અભિનેત્રી છે અને તેને ફરી પ્રેમમાં પડવાની કોઈ ઉતાવળ નથી. ‘જિસ્મ’ દ્વારા આ અભિનેત્રીએ સેક્સી શબ્દને એક નવી વ્યાખ્યા પૂરી પાડી હતી અને ‘બીડી જલઈલે’ દ્વારા તેણે આઈટમ ગીતોનો એક ટ્રેન્ડ શરૂ કર્યો હતો. એક દાયકાની તેની કારકિર્દી દરમિયાન તેને સૌંદર્ય સામ્રાજ્ઞીઓ તેમજ ફિલ્મી પરિવારોની અભિનેત્રીઓ સામે ટક્કર ઝીલવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત જ્હોન અબ્રાહમ સાથેના તેના પ્રેમ અને બ્રેકઅપ તેમજ બીજા કલાકારો સાથેના તેના સંબંધની અફવાઓ જેવી વાતોનો સામનો કરી તે એમાથી સાંગોપાંગ બહાર આવવામાં સફળ થઈ હતી. પ્રસ્તુત છે બિપાશા સાથેની એક રસપ્રદ મુલાકાતના અંશ.....
‘લેડી ડોન’ની ઈમેજ પાછળ એક કૂણું હૃદય છૂપાયું હોવાનું લોકો કહે છે એ વાત સાચી છે?
* હું મહત્વાકાંક્ષી જરૂર છું. પરંતુ, જીવનમાં પ્રાથમિક્તા પસંદ કરવાની જરૂર પડે તો એ યાદીમાં પ્રેમ પ્રથમ ક્રમાંકે છે. મારા પરિવાર તરફનો પ્રેમ, મિત્રો પ્રત્યેના પ્રેમ અને જો હું કોઈના પ્રેમમાં હોઉં તો મારા પ્રેમીનો પ્રેમ મારે માટે સૌથી વઘુ મહત્ત્વનો છે એ સિવાય બીજી બધી વસ્તુઓ ગૌણ છે. પ્રેમ જ મને તાકાત પૂરી પાડે છે.
આઠ વર્ષના સંબંધના અંત પછી શું તુ ફરી વાર પ્રેમમાં પડવા તૈયાર છે?
* તમને કોઈ પર વિશ્વાસ હોય અને એ તમને દુઃખી કરે તો મને એનું દુઃખ જરૂર થાય છે. પરંતુ, જ્હોન સિવાય પણ બીજા ઘણા લોકો મને પ્રેમ કરે છે એ વાતે હું નસીબદાર છું.
તે તારી એક મુલાકાતમાં કહ્યું હતું કે તુ એક પુરુષની થઈને રહેવામાં માને છે.......
* આ વાત સાચી છે. હું ગર્વ સાથે કહું છું કે હું એક આદર્શ પ્રેમિકા છું અને ભવિષ્યમાં એક આદર્શ પત્ની સાબિત થઈશ. જો કે નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી.
શું તને લાગે છે કે તારી ફિલ્મો કરતા તુ તારા જીવનના પુરુષોને કારણે જ વઘુ ચર્ચામાં છે?
* મને એમ લાગતું નથી. મારી સાથે જેટલા પુરુષોનું નામ જોડાયું છે એ બધા નવોદિતો હતા. તેઓ લોકોમાં જાણીતા નહોતા. પરંતુ, લોકો મને ઓળખતા હતા અને હું મારા કામ માટે લોકપ્રિય હતી. આજે અહીં મારું અસ્તિત્વ માત્ર દર્શકો અને મિડિયાના ટેકાને કારણે જ છે.
લગ્ન સંસ્થામાં તને વિશ્વાસ છે?
* હા, પરંતુ પારંપારિક લગ્નવિધિ મને કંટાળાજનક લાગે છે. લગ્નને દિવસે ભારે કપડા અને અલંકારોથી સજવું મને ગમતું નથી. મને જીન્સ પહેરીને લગ્ન કરવા ગમશે.
સંતાનો માટે લગ્ન જરૂરી હોવાનું તને લાગે છે?
* હા, બીજા વિશે હું જાણતી નથી અને તેમને માટે મારે અભિપ્રાય પણ આપવો નથી. આ બાબતે હું જરા જૂનવાણી છું. લોકોને મારા વિશે એક ભ્રમ છે જે મારે દૂર કરવો છે. મારા આવા વિચારો વિશે લોકો જાણે છે ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થાય છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારના કોઈ પુરુષ સાથે પ્રેમમાં પડવાની શક્યતા તારે માટે ઘણી ઓછી હોય એમ તને લાગે છે?
* બહારના લોકો સાથે મારો સંપર્ક ઘણો ઓછો છે. તમે જે બિઝનેસમાં હો એ બિઝનેસના લોકોને મળવાના વઘુ પ્રસંગો આવે છે. હું ફિલ્મો સાથે જ સંકળાયેલી છું અને અહીં મારા ઘણા મિત્રો છે. બીજા ક્ષેત્રના લોકોને મળવાનો મોકો ખાસ મળતો નથી.
જ્હોન સાથેના તારા બ્રેક અપ પૂર્વે તારું નામ રાણા દગ્ગુબાટી, જોશ હાર્નેટ અને શાહિદ કપૂર સાથે સંકળાયું હતું.......
* આ બકવાસ છે. મારો જે પુરુષ સાથે સંબંધ હતો એના સિવાય મારા જીવનમાં બીજો કોઈ પુરુષ નહોતો. આગળ જણાવ્યું તેમ હું એક આદર્શ પ્રેમિકા અને ‘વન મેન વુમન’ છું. વિશ્વ વિરુઘ્ધ હું મારા પ્રેમીને પડખે ઊભી રહીશ. પરંતુ મારો આ સંબંધ તૂટ્યા પછી મારું નામ ઘણા પુરુષો સાથે જોડાય છે.
તો શું આ બધી અફવાઓ એક ‘શિડ્યૂક્ટ્રેસ’ તરીકેની તારી ઈમેજને વેગ આપવા માટે ફેલાવવામાં આવે છે?
* હું ‘શિડ્યૂક્ટ્રેસ’ નથી. હું પુરુષોને ફોસલાવતી નથી. હું સીધી સાદી છું. મારું નામ જેની સાથે જોડાયું છે એ પુરુષોને પૂછશો તો તેઓ આ વાત હસવામાં ઊડાડી દેશે.
પરંતુ, ‘જિસ્મ’ પછી તુ સેક્સી ઈમેજમાં કેદ થઈ ગઈ છે.....
* મેં મારી કોઈ પણ ઈમેજ બનાવી નથી. ‘જિસ્મ’ કરી ત્યારે મેં મારા દિલનો અવાજ સાંભળ્યો હતો. લોકોએ મને કહ્યું હતું કે હિરોઈનો આવું કામ કરતી નથી. પરંતુ મારે આ કામ કરવું હતું. જ્હોન મારો મિત્ર હતો. તે તેની કારકિર્દીની શરૂઆત કરતો હતો. અને તેમની પાસે હિરોઈન નહોતી. આથી મેં આ ફિલ્મ કરી હતી. મને ફિલ્મની વાર્તા ગમી હતી. આ ઈન્ડસ્ટ્રીના ૧૦ વરસ દરમિયાન મને એ વાતનો ગર્વ છે કે મેં ક્યારે પણ મારી સફળતા માટે કોઈ પુરુષનો ટેકો લીધો નથી. તેમજ મારો કોઈ ગોડફાધર પણ નથી કે મારી ભલામણ કરવા માટે મેં કોઈ ટીમની નિમણુંક કરી નથી. મારે ખાન કલાકારો સાથે કામ કરવું છે પરંતુ હજુ સુધી મને એનો મોકો મળ્યો નથી. મને એ વાતનો ગર્વ છે કે મેં મારી શરતો પર જ કામ કર્યું હતું.
આ વખતે પ્રેમ સંબંધમાં તું કઈ વસ્તુ સહન કરશે નહીં?
* હમણા મારું એ તરફ ઘ્યાન નથી. મારું બઘુ જ ઘ્યાન મારા કામ પર છે અને નવ વરસ સુધી મને પ્રેમ કરતા મારા પરિવારના સભ્યો અને મારા મિત્રો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું તેમના પર ઘ્યાન આપવું છે. મારા જીવનમાં કોઈ પુરુષને આવવું હશે તો તેણે શાંતિથી આવીને મારા જીવનમાં ગોઠવાઈ જવું પડશે તે મને ખરા દિલથી પ્રેમ કરતો હશે તો હું જેવી છું તેવી રીતે તેણે મને સ્વીકારવી પડશે.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved