Agni-5ની સફળતા પાછળ મહિલા વૈજ્ઞાનિક ટેસી
- ટેસી 'અગ્નિપુત્રી' તરીકે જાણીતાં છે

 

- રી-એન્ટ્રી વ્હીકલ સિસ્ટમ વિકસાવી

 

હૈદરાબાદ, તા. ૧૯

 

અગ્નિ-૫ના સફળ પરીક્ષણમાં અનેક વૈજ્ઞાાનિકોનો ફાળો રહેલો છે. ટેસી થોમસ તેના પરિવાર માટે તો ગૃહિણી છે પણ બાકીના વિશ્વ માટે તે 'અગ્નિપુત્રી' છે. તેમણે મિસાઈલ ટેકનોલોજીમાં જે લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે તે જોતાં તેમને માટે આ નામ યોગ્ય છે.

 

'અગ્નિપુત્રી' ટેસી થોમસનો જીવન પ્રવાસ કેરળના એલેપે ખાતેથી ચાલુ થયો હતો. ત્રિસુરની ઈજનેરી કોલેજમાંથી બી.ટેક.નું પ્રમાણપત્ર હાંસલ કર્યા બાદ રડાર અને મિસાઈલ ટેકનોલોજી પ્રત્યેનો તેનો લગાવ તેમને 'ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ.)માં દોરી ગયો અને તેમાં તેમણે એટલી માહેરત હાંસલ કરી કે અત્યારે તેઓ આ કાર્યક્રમમાં ચાવીરૃપ સ્થાને બેસે છે.

 

આ સંદર્ભે ટેસી થોમસે જણાવ્યું હતું કે 'હું આશરે ૨૦ વર્ષ પહેલા ડી.આર.ડી.ઓ.માં જોડાઈ હતી. હવે હું પ્રોગ્રામ ડાયરેક્ટર છું. પોતાના સંસ્થા પ્રવેશ સંદર્ભે થોમસે જણાવ્યું હતું કે મેં અરજી કર્યા બાદ તરત જ મને ડી.આર.ડી.ઓ. તરફથી જોડાવાનું જણાવાયું હતું. એક માસ આરામ કરવા ઈચ્છતી હતી પણ મને રજા મળી શકી નહીં.'

 

થોમસે જણાવ્યું હતું કે જોડાયા બાદ મેં શાંત રહેવાને બદલે અલગ તરાહથી કાર્ય કરતી આર.વી.એસ. અથવા રી-એન્ટ્રી વ્હીકલ સિસ્ટમ વિકસાવી. આના કારણે પોતાના સ્થાન પરથી છુટેલી મીસાઈલ વાતાવરણની બહાર ગયા બાદ ફરી વાતાવરણમાં પ્રવેશીને પોતાના લક્ષ્ય પર ભયાનક વેગથી ત્રાટકે છે તેમ છતાં તેની માર્ગદર્શક પ્રણાલીમાં કોઈજ ક્ષતિ સર્જાતી નથી. વાતાવરણમાં ફરી પ્રવેશતી મીસાઈલ ગુરૃત્વાકર્ષણ બળની દિશામાં ઘસતી હોવાને કારણે તેનો વેગ પ્રચંડ હોય છે અને વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે તેનું ઉષ્ણતામાન ૩૦૦૦ સેલ્સીયસ પર પહોંચી જાય છે. આ સંદર્ભે અમને કોઈએ સહેજ પણ માહિતી આપી નથી. અમે અમારી જાતે આ પ્રણાલી વિકસાવી છે તેમ તેઓએ ઉમેર્યું હતું.