ભારતના કૃષિ પ્રધાન શરદ પવારે આજે એનડીડીબી આણંદ ખાતે રાષ્ટ્રીય ડેરી યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રના કૃષિ અને ફુડ પ્રોસેસીંગ વિભાગના ર્ડા.ચરણદાસ મહંત, ભારત સરકારના સચિવ રૃદ્રગંગાધરન, એનડીડીબીના અધ્યક્ષા શ્રીમતી અમૃતા પટેલ તથા દૂધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા રાજ્યોના પશુપાલન અને ડેરી વિભાગના પ્રધાનો તથા સચિવો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર ઃ મનીષ બ્રહ્મભટ્ટ)