વિદ્યા બાલન રમૂજી પંજાબી મહિલા બનશે

- 'ઘનચક્કર' ફિલ્મ કોમેડી થ્રિલર હશે

 

- ઇમરાન હાશ્મી એક આળસુ પતિની ભૂમિકા ભજવશે

 

મુંબઈ, તા.૧૯

 

ગંભીર રોલની સિરિઝ બાદ વિદ્યા બાલન હેવ કોમેડી પાત્ર ભજવવા તૈયાર થઇ છે. રાજ કુમાર ગુપ્તાની આગામી ફિલ્મ 'ઘનચક્કર'માં વિદ્યા બાલન પંજાબી મહિલાનું પાત્ર ભજવશે.'' તેણે અત્યાર સુધી ભજવેલા પાત્રો કરતાં આ એકદમ અલગ જ હશે,'' તેમ રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું.

 

'ઘનચક્કર' ફિલ્મનું નિર્માણ યુટીવી મોશન પિકચર્સ કરવાની છે. આ એક કોમેડી થ્રિલર હશે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી એક આળસુ પતિની ભૂમિકા ભજવશે. જેને જીવનમાં હંમેશા નવું નવું જોઇતું હોય છે. વિધ્યા બાલન તેની મહત્વકાંક્ષી પત્નીની ભૂમિકામાં હશે,જે દુનિયાને પોતાના વિચારોથી જુએ છે.આ યુગલના એક ખરાબ નિર્ણયને કારણે તેમની મુલાકાત બે ઠગસાથે થાય છે જેમાંનો એક ગંભીરપણેમાંદો છે અને બીજાની વર્તણૂક ખરાબ છે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૃ થાય તેવી શક્યતા છે.

 

એક રાજ કુમાર ગુપ્તા જ એવા દિગ્દર્શક છે જેમની સાથે વિદ્યા બાલન બીજી વખત કામ કરી રહી છે. '' એમે ૨૦૧૧માં 'નો વન કિલ્ડ જેસિકા' ફિલ્મ કરતા હતા ત્યારે વિદ્યામાં રહેલી બીજી બાજુ મારા ધ્યાનમાં આવી હતી. હું જ્યારે 'ઘનચક્કર'ની સ્ક્રિપ્ટ પર કામ કરતો હતો ત્યારે જ મને વિદ્યાનો વિચાર આવ્યો હતો.આ રોલમ ાટે તે કામ કરવા રાજી થઇ તેના બદલ હું તેનો આભાર માનું છું,'' તેમ રાજ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું.

 

જોકે આ ફિલ્મમાં કામ કરવાના નિર્ણય બદલ વિદ્યાએ ઘણો સમય લીધો હતો.'' પરંતુ અમે એકબીજાને માનનીય ગણતા હોવાથી આપાત્ર ભજવવા માટે તેને હું સમજાવી શક્યો હતો. અને અંતે છેલ્લે તેણે પોતાની મંજૂરી આપી હતી,'' તેમ રાજકુમાર ગુપ્તાએ કહ્યું હતું.

 

'' અમે તેના લુક અને વર્તણૂક કેવી હશે તેના પર હાલ કામ કરી રહ્યા છીેએ. હું તેમન ીઇમેજ માટે જેવું વિચારી રહ્યો છું તેમાં બંધ બેસતા તેમને થોડો સમય લાગશે. ઇમરાનનો લુક પણ સામાન્ય કરતાં જુદો જ હશે. જોકે ઇમરાજની ઇમેજ તોડવાનો મારો દાવો નથી. પરંતુ તેના આ દેખાવથી તે અલગ જ લાઇમલાઇટમાં આવશે તેની મને ખાતરી છે,'' તેમ રાજકુમાર ગુપ્તાએ આ બન્ને કલાકારોના લુક બાબત માહિતી આપતાં જણાવ્યું હતું.

 

'ઘનચક્કર' ફિલ્મ રાજકુમાર ગુપ્તા માટે પણ નવો જ કોન્સેપ્ટ છે. તેમની છેલ્લી બે ફિલ્મામાંનીે ૨૦૦૮ની 'આમિર' અને ' નો વન કિલ્ડ જેસિકા' એ પ્રેરણાદાયર્ક વાર્ર્તોઓ હતી. '' કોમેડી વિષય પર હાથ અજમાવવાનો નિર્ણય ઇરાદાપૂર્વક લેવાયો ે નથી. પરંતુ એક ફિલ્મસર્જક તરીકે મારે અલગ વિષયનો અનુભવ લેવો છે,'' તેમ રાજ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું. '' મેં અને પરવેઝ શેખે મળીને સ્ક્રિપ્ટ લખી છે.મને જે વિષયની ફાવટ નથી તેવી પટકથાને યોગ્ય ન્યાય આપી શકું તે માટે મારે એક સહાયક-લેખકની જરૃર હતી, '' તેમ રાજ કુમાર ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું.