Last Update : 20-April-2012, Friday

 
મુંબઇના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટસ પર પાર્કિંગ મોંઘું થયું
દેશના બીજા કોઇ એરપોર્ટ પર અડધા કલાકના પાર્કિંગ માટે રૃા. ૯૦ લેવાતા નથી
મુંબઇ, તા.૧૯
છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ (સીએસઆઇએ) ખાતે ફોર વ્હીલર અડધો કલાક પાર્ક કરવા માટેનો ચાર્જ વધારીને ડોમેસ્ટિક ટર્મિનલમાં રૃા. ૯૦ અને ઇન્ટરનેશનલ ટર્મિનલમાં રૃા. ૧૦૦ કરી દેવાયો છે. અગાઉ બંને ટર્મિનલો પર અડધા કલાકના પાર્કિંગ માટે રૃા. ૭૦ લેવાતા હતાં.
આ વધારાએ મુંબઇ એરપોર્ટ પર વાહનોનું પાર્કિંગ શહેરના બીજા કોઇ પણ સ્થળ કરતા વધુ મોંઘુ બનાવી દીધું છે. દેશના બીજા કોઇ પણ એરપોર્ટ પર લેવાતા પાર્કિંગ ચાર્જ કરતા પણ મુંબઇ એરપોર્ટનો પાર્કિંગ ચાર્જ ઉંચો છે.
'પેસેંજરો અને બીજા લોકો પાસે એરપોર્ટ પર વાહનો પાર્ક કરવા સિવાય બીજો વિકલ્પ નથી,' એમ વોર્ડન રોડના બિઝનેસમેન વિનોદ ડુગર કહે છે. ડુગર દુબઇથી આવનાર પોતાના એક સગાને લેવા એરપોર્ટ આવ્યા હતા, 'અમારી પાસે વાહનો પાર્ક કરવા બીજી કોઇ જગ્યા નથી. શું એટલા માટે તેઓ અમને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે?' એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.
મુંબઇ એરપોર્ટનું સંચાલન જીવીકે નામની એક ખાનગી કંપની કરે છે. આ જ કંપની બેંગ્લોર એરપોર્ટનું પણ સંચાલન કરે છે, જ્યાં બે પહેલા બે કલાક માટે ફક્ત રૃા. ૬૦ પાર્કિંગ ચાર્જ લેવાય છે. જ્યારે જીએમઆર દ્વારા સંચાલિત દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટસ પર પહેલા અડધા કલાક માટેનો મિનીમમ ચાર્જ રૃા. ૫૦ છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ચેન્નઇ એરપોર્ટ પર ચાર કલાકના પાર્કિંગ માટે રૃા. ૬૦ ઉઘરાવાય છે.
મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ)ના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'પાર્કિંગ ચાર્જનો વધારો ફુગાવાના પ્રમાણમાં કરાયો છે અને એ અનિવાર્ય હતો.'
એમઆઇએએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'બીજા બધા મહાનગરોમાં પાર્કિંગ લોટસ મેન ટર્મિનલથી ઘણાં દૂર છે, જેને કારણે પેસેંજરોને અગવડ પડે છે. મુંબઇ એરપોર્ટ એકમાત્ર એવું એરપોર્ટ છે જ્યાં પાર્કિંગ લોટ માત્ર ૨-૩ મિનિટના અંતરે છે.'
પાર્કિંગ ચાર્જીસ સંબંધમાં એરપોર્ટ સાથે સ્પર્ધામાં ઉતરી શકે એવા સ્થળોમાં ફિનીકલ મૉલ, મલાડના ઇનઓર્બિટ મૉલ અને બીકેસી ખાતેના એમએમઆરડીએ ટ્રાઇડન્ટનો સમાવેશ થાય છે.
તાજેતરના પાર્કિંગ ચાર્જીસના વધારાને કારણે મુંબઇ એરપોર્ટને રોજની આશરે રૃા. ૧.૫ લાખની વધારાની આવક થશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved