Last Update : 20-April-2012, Friday

 

પાર્લાના ક્રોસમાંથી પવિત્ર પાણી ઝરવાના
'ચમત્કાર'ને પડકારનારા રેશનાલિસ્ટ સામે એફ.આઇ.આર. નોંધાવાઇ

રેશનાલિસ્ટ સનાલને ચમત્કાર પાછળના વૈજ્ઞાાનિક સિદ્ધાંતને શોધી કાઢવાની સજા મળી

મુંબઇ, તા.૧૯
મુંબઇ ઇન્ડિયન રેશનાલિસ્ટ એસોસિયેશન (આઇઆરએ-ઇરા)નું જન્મસ્થળ છે. આર.પી. પરાંજપે નામના એક મુંબઇકરે ૧૯૩૦માં ઇરાની સ્થાપના કરી હતી. દાયકાઓ બાદ મુંબઇ ઇરાના પ્રમુખ સામે એફઆઇઆર નોંધાવનારા પ્રથમ શહેર બન્યું છે. પાછી એફઆઇઆર બીજા એક મુંબઇકર એગ્નેલો ફરનાન્ડીસે નોંધાવી છે, જેઓ મહારાષ્ટ્ર ક્રિશ્ચનયુથ ફોરમના પ્રમુખ છે.
જુહુ પોલીસ સ્ટેશનમાં ચમત્કારોનો ભાંડો ફોડવા માટે જાણીતા સનાલ ઇડામારુકુ વિરુદ્ધ સીઆર ૬૧/૨૦૧૨ નોંધાવાઇ છે. સનાલ રેશનાલિસ્ટ ઇન્ટરનેશનલના સ્થાપક- પ્રમુખ પણ છે. રિચાર્ડ ડોંકિંગ્સ જેવા વિજ્ઞાાનીઓ એની સાથે જોડાયેલા છે. આઇપીસીની કલમ ૨૯૫ એ હેઠળ એફઆઇઆર નોંધાવાઇ છે, જે કોઇ ધર્મ કે ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને સમાજના કોઇ એક વર્ગની ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણી દુભાવવા સંબંધી છે. આ કલમ હેઠળનો ગુનો દખલપાત્ર અને બિનજામીનપાત્ર છે.
આ વાર્તાના મંડાણ ૫ માર્ચ થયા હતા જ્યારે દિલ્હીમાં એક ટીવી કાર્યક્રમ દરમિયાન સનાલે વિલે પાર્લેના વેલણકણી ચર્ચની બહાર ક્રોસમાંથી પવિત્ર જળ ઝરતુ હોવાના બનાવને ચમક્તાર ગણવાનો ઇન્કાર કર્યો હતો. ટીવી ૯ ચેનલે એમને આ બાબત તપાસ કરવા જણાવતા તેઓ ૧૦ માર્ચે વિમાનમાં મુંબઇ પહોંચ્યા હતા. સનાલે ઘટનાસ્થળની મુલાકાત લઇ ફોટા લીધા રેશનાલિસ્ટ મા-બાપના સંતાન સનાલ છેલ્લા ૩૦ વરસથી આખા દેશમાં ફરી આવા કહેવાતા ચમત્કારો પાછળના વિજ્ઞાાન વિશે લોકોને સમજ આપે છે. એમણે સાબરીમાલાની 'દિવ્ય જ્યોત' પાછળના માનવીય હાથનો પર્દાફાશ કર્યો છે અને ટીવી પર હિન્દુ બાવા- સાધુઓને પડકાર્યા છે.
પછીથી ૧૦ માર્ચે સનાલે ઇશુ ખ્રિસ્તની મૂર્તિમાંથી પાણી ઝરવા પાછળ ક્રોસ નજીક જમા થયેલા ભૂગર્ભ જળનું કેશાકર્ષણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. ટીવી-૯ ચેનલ પર બતાવાયેલા એમના ફોટામાં ક્રોસના સ્થંભ નજીકની જમીનમાં અને ક્રોસની પાછળની દીવાલ પર પાણી ઝમતુ હોવાનું દર્શાવાયું હતું. 'મેં નજીકના ગંદા પાણીના નાળા પરનો એક પથ્થર ઉંચકીને જોયુ કે ત્યાં પાણી જમા થયું છે. એકવાર પાણીનો માર્ગ અવરોધાય એ ટલે એ બહાર નીકળવાનો માર્ગ શોધી લે છે. પાણીને જો નીચેની તરફ વહેવા ન મળે તો એ ઉપરની તરફ જાય છે. દરેક વિદ્યાર્થી જાણે છે કે, વૃક્ષોને કેશાકર્ષણના સિદ્ધાંત મુજબ જ પાણી મળે છે' એમ સનાલ કહે છે.
એમના જણાવવા મુજબ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યાર એક પાદરી ક્રોસ નજીકના રોડ પર યોજાયેલી પ્રાર્થનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. ક્રોસમાંથી ઝમતા પાણીની બાલ્ટી ભરીને એ ત્યાં ભેગા થયેલા લોકોમાં વહેંચાઇ રહ્યું હતું. એમને કેમીકલ એનાલિસીસ માટે પાણીનો નમૂનો નહોતો લેવા દેવાયો.
પછીથી દિલ્હી અને મુંબઇમાં ટીવી પર યોજાયેલી ચર્ચા દરમિયાન સનાલે યોજાયેલી ચર્ચા દરમિયાન સનાલે કેથલિક ચર્ચ પર 'ચમત્કાર'ના નામે ગતકડુ ચલાવવાનો આરોપમ ૂક્યો હતો. જોવાની વાત એ છે કે મુંબઇમાં ટીવી પરની ચર્ચામાં જોડાયેલા આક્રબિશપ એગ્નેલો ગ્રેસિયાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચર્ચે ઉક્ત બનાવને ચમત્કાર તરીકે નથી વર્ણવ્યો અને આ બાબતમાં તપાસ કર્યા બાદ જ ચર્ચ એને ચમત્કાર ગણશે.
ચર્ચા દરમિયાન બીજા પેનાલિસ્ટો સનાલને સતત એવી ચેતવણી આપતા રહ્યા હતા કે તેઓ ચર્ચ વિરુદ્ધના એમના આક્ષેપો બદલ માફી નહિ માગે તો તેઓ એમની વિરુદ્ધ એફઆઇઆર નોંધાવશે.
૧૦ એપ્રિલે એગ્નેલો ફરનાન્ડીસે જૂહુ પોલીસ સ્ટેશનમાં સનાલ સામે ફરિયાદ નોંધાવી હતી. એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધાવાઇ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved