Last Update : 20-April-2012, Friday

 

ઉપરાઉપરી બે હાર્ટઅટેક જેવી સ્થિતિ
કુર્લા સિગ્નલ કેબિનમાં આગની થોડી સેકન્ડોમાં વિદ્યાવિહારમાં પણ આગ

કુર્લાનો પટ્ટો રેલ-ટ્રાફિક માટે સૌથી વ્યસ્ત ગણાય છેઃ રોજ ૯૦૦ લોકલ, ૬૩ બહારગામની ટ્રેનો અને કેટલીય માલગાડીની અવરજવર

મુંબઈ, તા.૧૯
મધ્ય રેલવેના ટ્રેન વ્યવહારને ખોરવી નાખવા માટે જવાબદાર કુર્લા સિગ્નલીંગ કેબિનની આગ બાદ ગણતરીની સેકન્ડોમાં જ વિદ્યાવિહારના સિગ્નલ રૃમમાં પણ આગ ભભૂકી ઊઠી હતી. પરિણામે સાયન અને વિદ્યાવિહાર વચ્ચે તેમજ ચુનાભઠ્ઠી- કુર્લા વચ્ચે મેઈન તેમજ હાર્બર લાઈનના ૩.૪ કિલોમીટરના પટ્ટામાં આવેલા તમામ સિગ્નલો બંધ થઈ ગયાં હતાં.
કુર્લા અને વિદ્યાવિહાર વચ્ચેના જે ભાગમાં સિગ્નલો ખોરવાયા એ ભાગની ગણના ટ્રેનોની અવરજવર માટેના સૌથી વધુ વ્યસ્ત ભાગમાં થાય છે. સામાન્ય દિવસોમાં કુર્લાથી ૯૦૦ લોકલ ટ્રેન અને ૬૩ બહારગામની ટ્રેનો પસાર થાય છે. આ ઉપરાંત માલગાડીઓ પણ કુર્લાથી પસાર થાય છે. એક સિનિયર રેલવે ઓફિસરે જણાવ્યું હતું કે કોઈ માણસને હાર્ટએટેક આવ્યા પછી થોડી જ વારમાં બીજો અટેક આવે એવી જ રીતે પહેલાં કુર્લામાં અને પછી વિદ્યાવિહારમાં આગ લાગતા અનેક સિગ્નલ પોઈન્ટ, વાયરો અને સ્વીચો બળીને ખાખ થઈ ગઈ હતી. એટલે જ કુર્લાનાં ૩.૪ કિલોમીટરના પટ્ટામાં મેન્યુઅલી સિગ્નલનું સંચાલન કરવાની ફરજ પડી હતી. બે સિગ્નલ વચ્ચે ૪૦૦થી ૬૦૦ મીટરનું અંતર હોય છે. એટલે એક ટ્રેન ૬૦૦ મીટરનું અંતર વટાવે પછી પાછળની ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે. પણ ઓટોમેટીક સિગ્નલ વ્યવસ્થા ખોરવાતા અત્યારે કુર્લાનો ૩.૪ કિલોમીટરનો પટ્ટો એક ટ્રેન વટાવે એ પછી જ પાછળની ટ્રેનને આગળ વધવાનો સિગ્નલ અપાય છે. આને લીધે અટકી અટકીને તેમજ અત્યંત ધીમી ગતિએ આ ક્ષેત્રમાં ટ્રેનો દોડાવવામાં આવે છે.

આજે મધ્ય રેલવેની સેવા પૂર્વવત થશે એવી અધિકારીઓએ આશા દર્શાવી
ડાઉન દિશાની સિગ્નલ યંત્રણાનું સમારકામ લગભગ પૂરું થતાં ૮૫ ટકા ગાડીઓ દોડાવી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૧૯
કુર્લા સ્ટેશન નજીક સિગ્નલ પેનલની કેબિનમાં લાગેલી ભીષણ આગમાં તમામ ઓટોમેટિક સિગ્નલના પેનલ બળીને ખાખ થવાથી મધ્ય રેલવેમાં ગત ૪૨ કલાકથી શરૃ 'ફાયર' બ્લોકથી મુસાફરોને પૂર્ણપણે છૂટકારો મેળવવા હજી થોડોક સમય રાહ જોવી પડશે એમ મધ્ય રેલવેના સત્તાવાળાએ કહ્યું હતું.
દરમિયાન 'ડાઉન' દિશાની સિગ્નલ યંત્રણા મોટાભાગે પૂર્વવત થતાં આજે ૮૫ ટકા જેટલી ગાડીઓ દોડાવી હોવાનો દાવો મધ્ય રેલવેના સત્તાવાળાએ કર્યો હતો. અને આવતીકાલે રેલવે સેવા યથાવત્ થાય એવી શક્યતા પણ મધ્ય રેલવેએ વ્યક્ત કરી હતી.
જો કે આજે સિગ્નલ મેન્યુઅલ રીતે આપવાથી ગાડીઓ લગભગ ૩૦થી ૪૦ મંનિટ વિલંબથી દોડતી હતી. લાલ અને લીલી ઝંડી દેખાડવાની પદ્ધતિ ૧૫ વર્ષ પછી હાથ ધરવામાં આવી હતી. આ મેન્યુઅલ સિગ્નલ થકી ગાડી દોડતી હોવાથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખવી પડે છે. એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિદ્યાધર માલેગાંવકરે જણાવ્યું હતું.
ગઇકાલ કરતાં આજે વધુ ગાડીઓ દોડાવી છે અને લગભગ ૮૫ ટકા ગાડીઓ દોડાવી હોવાનું દાવો તેમણે કર્યો હતો. કુર્લાથી વિદ્યાવિહાર વચ્ચે ૬ કિ.મીના પટ્ટા પરના તમામ સિગ્નલો ખરાબ થઇ ગયા છે. તેમની કેબિનના સિગ્નલ પેનલ પણ ખરાબ થઇ ગયા હોવાથી ત્યાં અહોરાત્ર સમારકામં તેમજ નવી સઘન સામગ્રી બેસાડવાનું કાર્ય ચાલી રહ્યું છે.
કલ્યાણ અને કર્જત તરફના રૃટ પરની સિગ્નલ યંત્રણા પૂર્વવત થઇ એવા સુખદ સમાચાર માલેગાંવકરે આપ્યા હતા. પરિણામે ડાઉન રૃટની ગાડીઓ ધીમે ધીમે રાબેતા મુજબ દોડતી થઇ હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ સી.એસ.ટી. દિશા તરફ જતી ટ્રેન ૩૦થી ૪૦ મિનિટ વિલંબથી દોડતી હોવાનું તેમણે કબૂલ કર્યું હતું.
જે તરફના સિગ્નલ બંધ છે. ત્યાં કલાકના ૪૦ કિ.મી.ના વેગે ગાડી દોડાવવામાં આવે એવી લેખિત સૂચના મોટરમેનને આપી હોવાથી ગાડીઓ વિલંબથી દોડે છે, એમ તેમણે જણાવ્યું હતું.
આવતીકાલે બપોર સુધી લોકલ સેવા રાબેતા મુજબ દોડશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આજે બહારગામની એકપણ ગાડી રદ્દ કરવામાં આવી નથી, એમ તેમણે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved