Last Update : 20-April-2012, Friday

 
અમેરિકાના અબજોપતિ ઈન્વેસ્ટર વોરેન બફેટને પ્રોસ્ટેટ કેન્સર

જોકે જિંદગીને ભય નથી ઃ જુલાઈથી સારવાર શરૃ કરશે ઃ શેર હોલ્ડરોને પત્ર દ્વારા જાણ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૮
અબજોપતિ વ્યવસાયકાર વોરેન બફેટે જણાવ્યું છે કે તેમને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે પણ તેમણે તેમના શેર હોલ્ડરોને ખાતરી આપી હતી કે તેમના જીવન પર જોખમ આવી પડે તેવી કોઈ સ્થિતિ નથી અને તેઓ સો ટકા સ્ફુર્તિ અનુભવી રહ્યા છે.
ફોર્બસવાળાએ તાજેતરમાં બહાર પાડેલી અબજોપતિની યાદીમાં બફેટ ત્રીજું સ્થાન ધરાવે છે. તેમની આ જાહેરાતને પગલે તેમની કંપની બર્કશાયર હાથવેની સફળતાનો માર્ગ સરળ બની રહેશે તેમ માનવામાં આવે છે.
બફેટ છેલ્લા ૫૦ વર્ષથી બર્કશાયરના વડાનું પદ સંભાળી રહ્યાં છે તે અમેરિકાના મોટા કોર્પોરેશનો પૈકીનું એક ગણાય છે. તેની માર્કેટ વેલ્યુ ૨૦૧ બીલીયન અમેરિકન ડોલરની ગણાય છે. બફેટની વ્યક્તિગત સંપત્તિ ૪૪ બીલીયન ડોલરની ગણાય છે. તેમણે સૌપ્રથમવાર ફેબુ્રઆરીમાં એવી જાહેરાત કરી હતી કે તેમણે અનુગામીની પસંદગી કરી લીધી છે. જોકે તેમણે તેમના અનુગામીનું નામ આપ્યું નહતું.
ભારતીય મુળના અજીત જૈન જે કંપનીના રીઈન્શ્યુરન્સ કાર્યોના વડા છે તેઓ બફેટના અનુગામી હોવાની પુરેપુરી શક્યતા છે. આમ વીમા વ્યવસાય માર્ગ પરીવહન તેમજ અન્ય કેટલાક વ્યવસાયના સામ્રાજ્યના વડા અજીત જૈન બને તેવી શક્યતાઓ ઉજ્જવળ જણાય છે. દરમ્યાન બફેટને કેન્સર હોવાના સમાચાર વહેતા થતા શેર હોલ્ડરો ફેબુ્રઆરીમાં અનુગામીની પસંદગીની જાહેરાત અને બફેટની વય તેમના રોગનું નિદાન વગેરે બાબતોને સાંકળવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે બફેટે પોતાના શેર હોલ્ડરોને એક પત્ર લખીને પોતાની માંદગી અંગે વિગતવાર માહિતી આપી દીધી છે.
પોતાના શેર હોલ્ડરોને લખેલા પત્રમાં ૮૧ વર્ષીય બફેટે જણાવ્યું છે કે ૧૧મી એપ્રિલે મને પ્રથમ તબક્કાનું પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું છે. અને તેને માટે રેડીયેશન અંગેની સારવાર જુલાઈથી રોજીંદા ક્રમમાં ચાલુ થશે. બફેટે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે બર્કશાયરના શેર હોલ્ડરોની બેઠક આડે ગણત્રીના દિવસો બાકી છે. શેર હોલ્ડરોની બેઠક પાંચમી મેના રોજ તેમના જ વતન ઓમાહા ખાતે યોજાવાની છે.
આ સંદર્ભે બફેટે સ્પષ્ટતા કરી છે કે ''મારા ડોક્ટરો દ્વારા મને કહેવામાં આવ્યું છે કે મારી સ્થિતિ જીવન માટે જોખમી નથી કે જીવન માટે હાનિકર નથી.''

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved