Last Update : 20-April-2012, Friday

 
દેશના મુખ્ય આર્થિક સલાહકારનો અભિપ્રાય
૨૦૧૪ પહેલાં ભારતમાં મોટા આર્થિક સુધારાની શક્યતા નહિવત
'ભારત મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છ'
(પીટીઆઇ) વોશિગ્ટન,તા.૧૯
ભારતમાં આગામી ઇ.સ. ૨૦૧૪ ની સંસદીય ચૂંટણીઓ પહેલા મોટા આર્થિક સુધારા શક્ય નથી એમ ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કૌશિક બસુએ જણાવ્યું છે.
પ્રમાણમાં ઓછા મહત્વપૂર્ણ ખરડા સંસદ સમક્ષ આવે, એમ બસુએ વોશિંગ્ટનસ્થિત પ્રખ્યાત થિંકટેન્ક કાર્નેજી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસની બેઠકને સંબોધતા જણાવ્યું.
ઇ.સ.૨૦૧૪ પછી તમે મહત્વના સુધારા જોઇ શકશો અને ઇ.સ. ૨૦૧૫ પછી ભારત વિશ્વનું એક સહુથી ઝડપે વિકસતું અર્થતંત્ર હશે, એમ એમણે જણાવ્યુ.
નવી સરકાર, જો બહુમતીમાં હશે તો મોટા પાયે સુધારા શરૃ કરશે કારણ કે એ વેગ પકડે એ જરૃરી હોવાની દ્રષ્ટિ હશે એમ એમણે ઉમેર્યું.
એ સાથે જ કેટલાક સુધારા ઝડપભેર કરવાની જરૃર છે. રીટેલ ક્ષેત્રને ખુલ્લું કરવાનો સુધારો, પડતર મહત્વપૂર્ણ સુધારાઓમાં સ્થાન ધરાવે છે. એમ એમણે કહ્યું.
ભારતે ભારે સબસીડી લીકેજ અને કંગાળ આંતરમાળખાકીય વ્યવસ્થાની બાબતોને હલ કરવાની પણ જરૃર છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેન્કની વાર્ષિક સ્પ્રીંગ મીટીંગમાં હાજરી આપવા અહીં આવેલાં બસુએ ભારત સરકારના તાજેતરના કેટલાક નિર્ણયો તેમજ શ્રેણીબધ્ધ સુધારાના આગામી તબક્કાના આરંભ બાબત એની ઉદાસીનતાથી ચિંતિત થયેલા અમેરિકી કોર્પોરેટ જગતને સધિયારો આપતા જણાવ્યું કે ઇ.સ. ૨૦૧૪ ની ચૂંટણી પછી તત્કાલીન સરકાર ઝડપભેર સુધારાના માર્ગે આગળ વધશે.
નિર્ણય પ્રક્રિયામાં મંદી છે એમ જણાવતાં બસુએ કહ્યું કે ભ્રષ્ટાચારના બહાર આવેલાં સંખ્યાબંધ કિસ્સા અને કૌભાંડો જોખમ નહિ લેવા માગતા અધિકારીઓના મન પર એની આગવી અસર છોડે છે.
મોરચા સરકારના લીધે પણ સુધારામાં વાર લાગે છે ફુગાવા સામેની લડાઇ અને ઘટેલું કૃષિ ઉત્પાદન પણ એ માટેના અન્ય કારણો છે, એમ એમણે ઉમેર્યું.
અમે કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ ભારત મહેસુલી સંગીતના તરફ પાછા વળવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એમ નાણા પ્રધાન પ્રણવ મુખરજી સાથે અહીં આવેલા બસુએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved