Last Update : 20-April-2012, Friday

 

ચીનનો સૂર બદલાયો
અગ્નિ-૫નાં પરીક્ષણ અંગે ચીનનો પ્રતિભાવ ઃ ભારત દુશ્મન નથી

ભારતનો અપ્રસારનો રેકર્ડ અમેરિકાએ વખાણ્યો
(પીટીઆઇ) બેજીંગ, તા. ૧૯
ભારતના અગ્નિ-૫ મિસાઇલના સફળ પરીક્ષણ સંદર્ભે ચીને ઠંડો પણ મીશ્ર પ્રતિભાવ આપ્યો હતો. ચીને જણાવ્યું હતું કે બન્ને દેશો પરસ્પર દુશ્મન નથી અને સુદ્રઢ સંબંધો ધરાવે છે. તેમ છતાં ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલના પરીક્ષણને કારણે 'શસ્ત્ર દોડ'ના બીજા તબક્કાને વેગ મળશે.
આ સંદર્ભે ચીનના વિદેશ વિભાગના પ્રવકતા લીઉ વેમીને પરીક્ષણ અંગે પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે 'તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા બ્રીકસ સંમેલનમાં બન્ને દેશના નેતાઓએ સંબંધને આગળ ધપાવવા નિર્ણય કર્યો હતો. દ્વિપક્ષીય સંબંધોને તેમજ સહકારી ભાગીદારીને આગળ ધપાવવા નિર્ણય કર્યો હતો.'
જ્યારે દિલ્હી ખાતેના ચીની દુતાવાસના સુત્રોએ દબાતો વિરોધી સુર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગ્નિ-૫ના પરીક્ષણથી વિશ્વના આ હિસ્સામાં શસ્ત્રદોડના બીજા તબક્કાને વેગ મળશે. તેમણે મિસાઇલની ૫૦૦૦ કી.મી. રેન્જ અંગે પણ વિરોધી સુર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે થોડું ઉશ્કેરણીજનક (પ્રોવોકેટીવ) હોવાનો ભાવ ઊભો થઇ રહ્યો છે.
ચીન સમગ્રતયા અગ્નિની પ્રહાર ક્ષમતામાં આવતું હોવાના અનુસંધાને ચીન સચિંત છે કે કેમ તેવા સવાલના જવાબમાં લીઉએ કહ્યું હતું કે બન્ને દેશો વિકસતા રાષ્ટ્રો છે. અમે વિરોધી નથી. અમે સહકાર આપનાર સાથીઓ છીએ. અમે પરસ્પર સહકારની સુદ્રઢ ભાવના ધરાવીએ છીએ. જોકે ચીનના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે આ અંગે ઉગ્ર પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે ચીન ભારત કરતા મજબુત છે અને ભારત તેને આંબી શકે તેમ નથી.
દરમ્યાન અમેરિકાએ અગ્નિ-૫ના પરીક્ષણ સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપતા ભારતના અણુ અપ્રસાર કાર્યક્રમને નક્કર ગણાવ્યો હતો. સાથોસાથ તેમણે અણુ ક્ષમતા ધરાવતા દરેક દેશોને પોતાની ક્ષમતા પર કાબુ રાખવા સલાહ આપી હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવકતા માર્ક ટોનરે જણાવ્યું હતું કે અણુ અપ્રસારનો ભારતનો રેકોર્ડ નક્કર છે. અણુ અપ્રસાર મુદ્દે તેઓ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંકળાયેલા છે. અને ભારતના વડાપ્રધાન મનમોહનસિંહે બન્ને અણુ સલામતી સંમેલનમાં ભાગ લીધો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved