Last Update : 20-April-2012, Friday

 

વિશ્વની પાંચ મહાસત્તાની હરોળમાં ભારત
અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ

૫,૦૦૦ કિમી સુધી ત્રાટકી શકવાની ક્ષમતાઃ ચીન પણ મિસાઇલની રેન્જમાંઃ ભારતની તાકાતમાં વધારો

(પી.ટી.આઇ.) ધમાશ, તા. ૧૯
ભારતે આજે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું પરીક્ષણ કરીને મિસાઇલ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે. અગ્નિ-૫એ અણું શસ્ત્ર સાથે ૫૦૦૦ કિ.મી. દૂર પ્રહાર કરી શકે છે. આમ ચીન પણ તેના પ્રહારક્ષેત્રમાં આવી જાય છે. ભૂમિથી ભૂમિ પર પ્રહાર કરી શકતી અગ્નિ-૫ મિસાઇલ ઓડીશાના સાગર કિનારે વ્હીલર ટાપુ પરથી મોબાઇલ લોંચ વ્હીકલ પરથી છોડવામાં આવી હતી. સવારે ૮ઃ૦૭ મિનિટે આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું. આ મિસાઇલના પરીક્ષણ બાદ ભારત આંતરખંડીય પ્રહારક્ષમતા (આઇ.સી.બી.એમ.એસ.) ધરાવતા પાંચ દેશોના સમુહનો સદસ્ય દેશ બની ગયો છે.
૧૭.૫ મિટર ઉંચી, બે મિટર પહોળી આ મિસાઇલ ૫૦ ટન (૫૦,૦૦૦ કિલો) વજન ધરાવે છે. જેમાં ૧.૫ ટન જેટલો નકલી બોજ (ડમી વોરહેડ) સાથે લઇને આ મિસાઇલે પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. જેની પાછળ નારંગી ધુમાડો છુટતો જોઇ શકાતો હતો.
સંરક્ષણ સુત્રોએ જણાવ્યા અનુસાર આ પરીક્ષણ ગઇકાલે સાંજે કરવાનું હતું પણ ખરાબ હવામાનના કારણે મુલતવી રાખવામાં આવ્યુ હતું. આ પ્રથમ એવો બનાવ છે જ્યારે ભારતે બેજીંગ સહિત ચીન, પૂર્વ યુરોપ, પૂર્વ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના સાગર કિનારાના લક્ષ્યને ભેદી શકે તેવું સંપૂર્ણ સ્વદેશી મિસાઇલ વિકસાવીને હિન્દ મહાસાગરમાં તેમનો સફળતાપૂર્ણ પ્રયોગ પણ કર્યો છે.
આ મિસાઇલના પ્રોપલ્યુસન સ્ટેજ ડી.આર.ડી.ઓ દ્વારા સંપૂર્ણ સ્વદેશી ઢબે વિકસાવાયા છે. મિસાઇલના તમામ ભાગોએ તેમને સોંપાયેલી ફરજ પૂર્ણ સ્તરે બજાવી હતી. તેનું નિરીક્ષણ કરવા માટે હિન્દ મહાસાગરમાં રડારસજ્જ ત્રણ બોટ રાખવામાં આવી હતી. જેમણે અવકાશમાં ૬૦૦ કિ.મી. ઉંચે ચડેલી મિસાઇલે અગનગોળાનું સ્વરૃપ ધારણ કરીને લક્ષ્ય પર ત્રાટકતી મિસાઇલની ઝીણામાં ઝીણી પ્રકિયાની નોંધ લીધા બાદ પરીક્ષણ તમામ માપદંડો અનુસાર સફળ રહ્યાનું જાહેર કર્યું હતું.
અગ્નિ શ્રેણીની અન્ય મિસાઇલ્સની જેમ અગ્નિ-૫ પણ પૂર્ણ સ્વદેશી મિસાઇલ છે જેનું એન્જિન, વોરહેડ, માર્ગશોધન (નેવીગેશન) માર્ગદર્શન (ગાઇડન્સ) સહિતની તમામ પ્રણાલીઓ પૂર્ણ સ્વદેશીરૃપે વિકસાવવામાં આવેલી છે. આ મિસાઇલને વિકસાવવામાં ડી.આર.ડી.ઓ.ની સંપૂર્ણ વૈજ્ઞાાનિક ટીમને ૪ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
આ પ્રસંગે સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ તમામ વૈજ્ઞાાનિકો, ટેકનીશીયનો ઉપરાંત ડો. સારસ્વત, ડો. ચંદર ઉપરાંત પૂર્વ વડા ડો. એમ. નટરાજનને અભિનંદન આપ્યા હતા. સંરક્ષણ ક્ષેત્રે મહત્વની યોજનાઓ જેવી કે એમ.બી.ટી. અર્જુન, એલ.સી.એ. તેજસ તેમજ પીનાકા એમ.બી.આર.એલ.માં આ વૈજ્ઞાાનિકો ખાસ કરીને ડી.આર.ડી.ઓ.ના પૂર્વ વડા એમ. નટરાજનનું યોગદાન મહત્વનું ગણવામાં આવે છે.
હવે ઉપગ્રહ વિરોધી સિસ્ટમને તોડી પાડતી મિસાઇલ બનાવાશે
સારસ્વતે અગ્નિ-૫ મિસાઇલનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સંતોષનો શ્વાસ લેતાં આ મિસાઇલ સાથે સંકળાયેલા અન્ય પરીક્ષણોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મિસાઇલનું સફળ પરીક્ષણ એ તો મિસાઇલની નવી શ્રેણીના વિકાસની શરૃઆત છે. સારસ્વતે જણાવ્યું હતું કે અમે આ ટેકનોલોજીથી એવી મિસાઇલ વિકસાવવા માંગીએ છીએ જેમાં એમ.આર.આઇ.વી. (મલ્ટીપલ ઇન્ડીપેન્ડન્ટલી ટાર્ગેટબલ રી-એન્ટ્રી વ્હીકલ) ક્ષમતા હોય જે ઉપગ્રહ વિરોધી ઉપકરણને લક્ષ્ય બનાવી શકશે. સ્વતંત્ર નિર્ણય સાથે લક્ષ્ય ભેદી શકશે.
તે ઉપરાંત આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માઇક્રો, મીની અને નેનો સેટેલાઇટને લોંચ કરવા માટે પણ ઉપયોગ કરાશે જે સેનાના ઉપયોગ માટે ખુબ ટુંક નોટીસ સાથે છોડવાના હોય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved