Last Update : 20-April-2012, Friday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(1) વર્ષમાં બે વખત જમ્મુ-કાશ્મીરની રાજધાનીને જમ્મુ અને શ્રીનગર વચ્ચે ફેરવવાને 'નાણાંનો વ્યય' ગણાવતા મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા. જોકે આ વ્યવસ્થાનો અન્ય કોઈ ટકાઉ વિકલ્પ સામે આવ્યો ન હોવાનું પણ સ્વીકાર્યું.
(2) રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગણી કરતી જનતા પક્ષના વડા સુબ્રમણિયમ્ સ્વામીની અરજી અંગે કેન્દ્ર સરકારે કોઈપણ નિર્ણય લેવાનું ટાળ્યું છે... ટૂંકમાં, રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરતાં સરકાર ખચકાય છે!
(3) બીજેડીના ધારાસભ્ય ઝિના હિક્કાને છોડવવા માટે કેટલાક માઓવાદીઓને મુક્ત કરવાના નિર્ણય પર ઓડિશા સરકારે મક્કમતા દર્શાવી છે. સરકારે કહ્યું હતું કે તેના આ નિર્ણય પર સર્વોચ્ચ અદાલતે કોઈ મનાઈ હુકમ આપ્યો નથી.
(4) રામ રાખે તેને કોણ ચાખે... જલંધરમાં ધરાશાયી થયેલી ઈમારતના કાટમાળમાંથી સેનાએ ૭૩ કલાક બાદ બિહારના યુવક નીતેશને જીવતો બહાર કાઢ્યો. રોજગારી માટે નીતેશ બિહારથી જલંધર આવ્યો હતો અને ત્રણ વર્ષથી આ ધાબળાના કારખાનામાં કામ કરતો હતો.
(5) ભાજપે અંતે તમામ મતભેદોને પડતા મુકીને રાજ્યસભા માટે ઝારખંડથી એસ.એસ. આહલુવાલીયાનું નામ નક્કી કરી દીધું છે. જોકે ભાજપના આ નિર્ણયથી ઝારખંડનાં ગઠબંધનનો ઘટકપક્ષ ઝારખંડ મુક્તિ મોરચા નારાજ છે કારણ કે તેઓ આ પદ માટે પોતાના ઉમેદવારની અગાઉ જાહેરાત કરી દીધી છે.
(6) ટેટ્રા કૌભાંડમાં સીબીઆઈએ બીઈએમએલના વડા બીઆરએસ નટરાજન્ અને તમિલનાડુ સ્થિત એસ્ટ્રાલ કન્સલ્ટન્ટ્સના નિર્દેશક સી.એસ. શ્રીવાત્સન સામે કેસ દાખલ કર્યો છે. સૈન્યમાં 'હલકાં' ટ્રક ઘુસાડયાનું 'ભારે' પરિણામ અનેક લોકોને અડફેટે લેશે તેવી પૂરી શક્યતા છે!
(7) લંડનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ચીજવસ્તુઓની લિલામીનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં કોલકાતાના બેલિયાઘાટમાં આવેલી હૈદરી મંઝિલ નામની ઈમારત વેચાય તેવી શક્યતા છે. આ ઈમારત ગાંધી ભવનના નામે ઓળખાય છે અને ૧૯૪૭ના કોમી હુલ્લડ વખતે ગાંધીજીએ આ ઈમારતમાં ઉપવાસ કર્યા હતાં. જોકે 'ગાંધી ભવન' છેલ્લા ૫૦ વર્ષથી બેંકમાં ગીરો છે અને હવે તેની લિલામી હાથ ધરાઈ શકે છે.
(8) વડાપ્રધાન મનમોહન સિંહની એકદિવસીય આસામ મુલાકાતને ધ્યાનમાં રાખીને સલામતીનો સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. બીજીબાજુ વાટાઘાટોનો વિરોધ કરી રહેલા ઉલ્ફાના એક જૂથે આવતીકાલે ૧૨ કલાકની હડતાળનું એલાન કર્યું છે.
(9) મધ્યપ્રદેશમાં ખાણ માફીયા દ્વારા કરાયેલી પોલીસ અધિકારીની હત્યાના વિવાદ વચ્ચે ખાણ માફીયાઓએ એક મહિલા અધિકારીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનું સપાટી પર આવ્યું છે. જોકે કનોદના મહિલા અધિકારી મીણા પાલનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો.
(10) દેશભરની ૧૭૦૦ જેટલી ફાસ્ટ ટ્રેક અદાલતોને ભંડોલ બંધ કરવાની કેન્દ્ર સરકારની નીતિને સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખી છે. પડતર કેસોનો ઝડપી નિકાલ માટે ૧૦ વર્ષ પહેલા આ અદાલતો ઊભી કરાઈ હતી.

આંતરરાષ્ટ્રીય
(1) સીરિયામાં યુધ્ધવિરામ માટે નિરીક્ષકોને તૈનાત કરવા અંગે સીરિયા અને સંયુક્ત રાષ્ટ્રો વચ્ચે પ્રાથમિક કરાર થયા છે. યુએનના શાંતિદૂત કોફિ અન્નાનના પ્રવકતાએ જણાવ્યું હતું કે આ કરારમાં નિરીક્ષકોની કામગીરી અને સીરિયાની સરકારની જવાબદારીઓ નક્કી કરાઇ છે.
(2) નોર્વેમાં હત્યાકાંડ સર્જનારા એન્ડર્સ બેહરિંગ બ્રેવિકે સુનવણીમાં અદાલતને જણાવ્યું હતું કે તે આ હત્યાકાંડમાં માત્ર ૬૯ નહીં પણ 'તમામ' લોકોને મારી નાખવા માગતો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન ગ્રો હાર્લેમને પકડીને તેનો શિરચ્છેદ કરવાની પણ તેની યોજના હતી.
(3) મ્યાનમાર સામેના યુરોપીય સંઘના મોટાભાગના નિયંત્રણો રદ્ કરવા અંગે યુરોપીય દૂતોને પ્રાથમિક કરાર કરવામાં સફળતા મળી છે. નિયંત્રણો એક વર્ષ માટે ઉઠાવી લેવાશે અને રાજકીય સુધારણાના સંદર્ભે મ્યાનમારની પ્રગતિ પર નજર રખાશે. અગાઉ આ કોલમમાં લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અમેરિકા પણ પ્રતિબંધો ઊઠાવી લેશે.
(4) ઈરાકના જુદા જુદા ૬ પ્રાંતોમાં થયેલા બોમ્બ વિસ્ફોટ તેમજ ગોળીબારમાં ઓછામાં ઓછા ૪૦ લોકો માર્યા ગયા છે અને ૧૫૦થી વધુને ઈજા પહોંચી છે. બીજી બાજુ પહેલેથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલી ઈરાકની રાજકીય સ્થિતિ આ ઘટનાને પગલે વધુ તંગ બની છે.
(5) આગામી મહિને યોજાનારી પરમાણુ વાટાઘાટો અગાઉ યુરોપીય સંઘ સકારાત્મક સંકેતો ન આપે તો ઓઇલના વેચાણમાં હજુ પણ વધુ કાપ મૂકવાની ઈરાને ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે વિશ્વસમૂદાયના દબાણ છતાં તેહરાન તેના પરમાણું કાર્યક્રમને આગળ ધપાવવા મક્કમ છે.
(6) અવકાશમાં ચીનની વધતી ક્ષમતાએ અમેરિકાના પેટમાં તેલ રેડયું છે. અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અવકાશમાં ચીનની પ્રગતિ અમેરિકી રાષ્ટ્રીય સલામતી માટે પડકાર ઊભા કરી શકે છે.
(7) અમેરિકાની જેમ આયર્લેન્ડમાં પણ હવે ગર્ભપાતને કાયદેસરતા મળે તેવી શક્યતા છે. આયર્લેન્ડની સર્વોચ્ચ અદાલત ગર્ભપાતને કાયદેસર કરવાનું વિચારી રહી છે. જોકે ગર્ભવતી મહિલાની જિંદગીને જોખમ હોય તેવા સંજોગોમાં ગર્ભપાતને કાયદેસરતા આપવામાં આવશે.
(8) અમેરિકી પ્રમુખપદ માટેના ભૂતપૂર્વ રીપબ્લિકન ઉમેદવાર જ્હોન મેક્કેને જણાવ્યું હતું કે હકાની નેટવર્ક સાથે સંબંધો ન તોડવા માટે કાશ્મીર મુદ્દો પાકિસ્તાન માટે કોઇ 'બહાનું' નથી. ઉલ્લેખનીય કે અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા હુમલાઓ માટે તેમણે હકાની નેટવર્કને જવાબદાર ગણાવ્યું હતું.
(9) આગામી મહિને યોજાનારા નાટો સમ્મેલનમાં ભાગ લેવો કે કેમ તે અંગે પાકિસ્તાન હજુ કોઇ નિર્ણય લઇ શક્યું નથી. જોકે પાક. સંસદની માર્ગદર્શિકા મુજબ અમેરિકા સાથેના સંબંધોને ફરીથી જીવંત કરવા અંગે ઈસ્લામાબાદ ગંભીરતાથી વિચારી રહ્યું છે.
(10) ઉત્તર કોરિયાના સ્થાપક કિમ- દ્વિતીય સુંગના જન્મદિવસની ઉજવણીમાં દક્ષિણ કોરિયાએ ભંગ પાડતા નારાજ ઉ.કોરિયાએ તેને યુધ્ધની ધમકી આપી છે. સામે જવાબમાં દક્ષિણ કોરિયાએ નવી ક્રુઝ મિસાઇલ તૈનાત કરતાં બંને વચ્ચે તણાવ વધ્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved