Last Update : 20-April-2012, Friday

 

સુરતમાં હવે ખાદ્ય સામગ્રી ખરીદવી જોખમી
સુરતમાં બે જ મહિનામાં ફુડના ૭૭ સેમ્પલ લેબ ટેસ્ટમા નાપાસ

સુરત પાલિકાએ ફુડ સેફ્ટી એકટ અંતર્ગત બે મહિનામાં ૪૯૯ ફુડ સેમ્પલ લીધા હતાઃ નાપાસ સેમ્પલના કેસમાં કાર્યવાહી થશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાએ ફુડ સેફ્ટી એકટ હેઠળ બે મહિનામાં લીધેલા ખાદ્ય સામગ્રીના ૪૯૯ સેમ્પલ પૈકી ૭૭ સેમ્પલ લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ થયા છે. એટલે કે ૭૭ સેમ્પલવાળી ખાદ્ય સામગ્રી ખાવા માટે જોખમી હોવાનું બહાર આવ્યું છે. આવી ખાદ્ય સામગ્રી વેચનારા સામે પાલિકા દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ફુડ સેફ્ટી એકટ હેઠળની કામગીરી શરૃ કરવામાં આવી છે. અગાઉ પાલિકાની આ કામગીરી ઢીલી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે નવા નિયમો આવ્યા બાદ તે અંતર્ગત પાલિકાના તમામ ૧૧ ફુડ ઈન્સ્પેક્ટરોને સંખ્યાબંધ સેમ્પલ લેવા માટે પાલિકા કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.
જેના પગલે સુરત મહાનગરપાલિકાના ફુડ ઈન્સ્પેક્ટરો દ્વારા ફેબુ્રઆરી માસમાં ૨૨૩ તથા માર્ચ માસમાં ૨૫૬ મળી કુલ ૪૯૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલો પાલિકા દ્વારા લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામા આવ્યા હતા. જેમાંથી ફેબુ્રઆરી માસમાં લેવામા આવેલા સેમ્પલમાંથી ૪૨ સેમ્પલ જ્યારે માર્ચ માસમાંથી લેવામાં આવેલા સેમ્પલમાંથી ૩૫ મળી કુલ ૭૭ ેફુડ સેમ્પલ લેબોટરેટી પરીક્ષણમાં નાપાસ થયાં છે.
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સેમ્પલની માહિતી ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવી છે. ફુડ સેફ્ટી એક્ટ હેઠળ ગાંધીનગર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, બે જ માસમાં પાલિકાએ લીધેલા ૫૦૦ જેટલા ફુડ સેમ્પલમાંથી ૭૭ જેટલા લેબોટરી ટેસ્ટમાં નાપાસ થતાં સુરતમાં વેચાતા ખાદ્ય પદાર્થોનું સ્ટાન્ડર્ડ નીચું હોવાનું ચિત્ર ઉપસી રહયું છે.

 

૭૭માંથી પાંચ સેમ્પલ અન સેઈફ જાહેર થયાં
કેક-મીઠાઈ પર ચાંદીને બદલે એલ્યુમીનીયમ વરખ
લોકોના આરોગ્યને નુકસાન પહોંચાડે તેવા પદાર્થનો ખાદ્ય પદાર્થમાં ઉપયોગ કરનારા સામે પગલાં ભરાશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાગનરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલમાં ૭૭ સેમ્પલ નાપાસ થયાં છે. જેમાંથી ૭૨ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ તથા પાંચ સેમ્પલ અન સેઈફ માનવ શરીરને હાની પહોંચાડે તેવા સાબિત થયાં છે. આવા ખાદ્ય પદાર્થ વેચનારા સામે આગામી દિવસોમાં પગલાં ભરવામાં આવશે.
સુરત પાલિકા દ્વારા લેવામા આવેલા ૪૯૯ સેમ્પલમાંથી ૭૭ જેટલા સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં નાપાસ થયાં છે. જેમાંથી ૭૨ જેટલા સેમ્પલ સબ સ્ટાર્ન્ડડ-મીસ બ્રાન્ડેડ ( હલકી ગુણવત્તા ધરાવતાં) જાહેર થયાં છે. જ્યારે પાંચ જેટલા સેમ્પલ અન સેઈફ માનવ શરીરને હાની પહોંચે તેવા પદાર્થનો ઉપયોગ કરતાં હોવાનું લેબોરેટરી તપાસમાં બહાર આવ્યું છે.
પાંચ અન સેઈફ સેમ્પલ છે તેમાં મોટાભાગના કેસમાં નોન પરમીટેડ કલરનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે એક કિસ્સામાં મીઠાઈ અને કેક પર લગાવવામાં આવતી ચાંદીની વરખને બદલે એલ્યુમીનીયમની વરખ હોવાનું બહાર આવ્યું છે.
પાલિકા દ્વારા આ તમામ સેમ્પલની માહિતી ગાંધીનગર ખાતેના એજ્યુડીકેટર ખાતે મોકલવામા આવ્યા છે. તેઓ દ્વારા પગલાં લેવાનું સુચવવામાં આવશે તે મુજબ પાલિકા દ્વારા કામગીરી કરાવમાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved