Last Update : 20-April-2012, Friday

 
નવસારીની ધુ્રતિ કેસમાં પતિ અને જેઠને ૭ દિવસના રિમાન્ડ

સસરા ગોરધનને રાહત અપાઇઃ કેસની તપાસ તટસ્થ અને સક્ષમ અધિકારીને સોંપવા ૧૩ પાનાના ચુકાદામાં કોર્ટે ખાસ નોંધ કરી

નવસારી, ગુરુવાર
નવસારીના ચકચારિત ધુ્રતિ અપમૃત્યુ કેસમાં આજરોજ નવસારી જીલ્લા સેશન્સ કોર્ટે ધુ્રતિનો આરોપી પતિ અને જેઠને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવાનો હુકમ કર્યો હતો. તેમજ આ કેસની તપાસ તટસ્થ અને સક્ષમ અધિકારીને સોંપાય એવી ખાસ નોંધ જજે રિમાન્ડ મંજુર કરતા પોતાના ચુકાદામાં કરી હતી.
નવસારીમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા ધુ્રતિ અપમૃત્યુ કેસમાં પોલીસે આરોપી પતિ દિવ્યેશ, જેઠ હિરલ અને સસરા ગોરધનના વધુ સાત દિવસના રિમાન્ડ મેળવવા માટે જીલ્લા સેશન્સ કોર્ટમાં રિવિઝન રિમાન્ડ અપીલ કરી હતી. જેમાં પોલીસે ધુ્રતિના શંકાસ્પદ મોતના દિવસે તેનો પતિ દિવ્યેશ અને જેઠ હિરલ પોતાના જ બંગલામાં હોવા છતાં અરસપરસ મોબાઇલ ફોનથી કેમ વાતચીતો કરી હતી ? જે તેમના મોબાઇલ લોકેશન અને કોલ્સ ડિટેઇલમાં મળ્યું હતું. તેની તપાસ કરવા માટે તેમના રિમાન્ડ જરૃરી હોવાનું કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.
તદ્ઉપરાંત ધુ્રતિના શંકાસ્પદ રીતે બાથરૃમમાં પાર્ટીશનના પાઇપ સાથે ટુવાલ બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હોવાનું કહેવાય છે. તેમાં બાથરૃમમાં થયેલી સાફસફાઇ અને પુરાવાઓનો કરાયેલા નાશ અંગે તપાસ માટે આરોપીઓના રિમાન્ડ જરૃરી હોવાનું જણાવામાં આવ્યું હતું. તે સિવાય અત્યંત મહત્વપૂર્ણ બાબત એવી છે કે, ધુ્રતિના શરીર ઉપર કુલ- ૧૪ જેટલી નાની-મોટી ઇજાઓના નિશાનો મળી આવ્યા હતા. જેમાં ધુ્રતિના પીએમ રિપોર્ટમાં ૧૨ ઇજાઓ તેના મોત પૂર્વે શરીર ઉપર થયાનું જણાવાયું છે. તે ઇજાઓ ક્યારે, કયા સંજોગોમાં અને કયા સાધનોથી કરવામાં આવી હતી ? તે જાણવા અને તેના પુરાવા ભેગા કરવા માટે આોપીઓના રિમાન્ડ જરૃરી હોવાની ધારદાર દલીલો ધુ્રતિના ફરિયાદી પિતા તરફે સ્પે.પબ્લીક પ્રોસીક્યુટર મનીષભાઇ દેસાઇએ કરી હતી.
જ્યારે આરોપીના તરફથી એવી દલીલો કરવામાં આવી હતી કે ધુ્રતિના તમામ સાસરીયાઓ જેલમાં હોવાથી ઘરે ધુ્રતિનો માસુમ પુત્ર વિહાણ એકલો હોય તેની કાળજી લેવા ાહત આપવી જોઇએ. તથા તેના સસરા-સાસુ વૃધ્ધ હોવાથી પણ તેમના પ્રત્યે માનવીય અભિગમ દાખવવો જોઇએ ! જ્યારે ફરિયાદ પક્ષે પણ સુપ્રિમ કોર્ટના જજમેન્ટો રજુ કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિના નિર્માણ માટે પણ ધુ્રતિના સાસરીયાઓ જ જવાબદાર છે. બંને પક્ષની દલીલ બાદ જજ એમ.એચ. શાહે પોલીસને ત્રણેયના રિમાન્ડ જરુરી છે એમ પુછતા પોલીસે, ધુ્રતિના પતિ દિવ્યેશ અને જેઠ હિરલના રિમાન્ડની રજુઆત કરતાં કોર્ટે ધુ્રતિના સસરા ગોરધનને રાહત આપી હતી અને તેનો પતિ અને જેઠને સાત દિવસના પોલીસ રિમાન્ડનો હુકમ કર્યો હતો. આજે બપોરે ૩.૦૦ વાગ્યાથી તા.૨૬-૪-૨૦૧૨ના રોજ બપોરે ૩.૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
નવસારી જીલ્લા સેશન્સ કોર્ટના જજ એમ.એચ. શાહે પોતાના ૧૩ પાનાના ચૂકાદામાં ધુ્રતિના શંકાસ્પદ મોતમાં સાસરીયા દ્વારા પુરાવાનો નાશ, તેના શરીર પરની ઇજાઓ, ટેલિફોનિક વાતચીત, તથા સમગ્ર કેસ દરમ્યાન પોલીસ કામગીરીની ગંભીર નોંધ સાથેના તારણોમાં આ કેસની તપાસ તટસ્થ અને સક્ષમ અધિકારી દ્વારા થાય તે ઇચ્છનીય છે એમ નોંધ્યું છે.

 

હેડક્વાર્ટરના ડીવાયએસપી ચૌહાણ ધુ્રતિ કેસની તપાસ કરશે
નવસારી, ગુરુવાર
નવસારી જીલ્લા સેશન્સ કોર્ટે આજરોજ ધુ્રતિ અપમૃત્યુ કેસમાં તેનો પતિ દિવ્યેશ અને જેઠ હિરલના સાત દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. જેમાં કોર્ટે પોતાના તારણમાં આ કેસની તપાસ તટસ્થ અને સક્ષમ અધિકારીને સોંપાય તે ઇચ્છનીય છે. એવું જણાવ્યું હતું. કોર્ટના આ તારણનો આજે બપોરે તુરંત અમલ કરવામાં આવ્યો હતો. જીલ્લા પોલીસ વડા નિલેશ જાંજડીયાએ ધુ્રતિ અપમૃત્યુ કેસની તપાસ હાલમાં જલાલપોર પીઆઇ એમ.આર. ચાવડા કરી રહ્યા હતા. તેમની પાસેથી લઇને તપાસ ડીવાયએસપી એમ.એ. ચૌહાણ (એચ.ક્યુ.)ને સોંપી છે. આ અંગે ડીવાયએસપી ચૌહાણને પૂછતાં તેમણે આ વતાને સમર્થન આપી જણાવ્યું હતું કે તપાસનો દોર મારી પાસે આવ્યો છે. પરંતુ મારી સાથે તપાસમાં પીઆઇ એમ.આર. ચાવડા, એલસીબીના પીઆઇ કે.એન. પટેલ પણ રહેશે અને જરૃરી જણાય ત્યાં વધુ અધિકારીને તપાસમાં સામેલ કરવામાં આવશે. તેમજ તપાસ પારદર્શીય અને તટસ્થપણે કરવામાં આવશે. આમ આ કેસમાં પ્રારંભમાં ટાઉન પોસઇ શ્રીમાળી, પીઆઇ ભાગર્વ પંડયા ત્યારબાદ ડીવાયએસપી બી.એન. ચાવડાએ તપાસ કરી હતી. ત્યારબાદ વિવાદ થતાં જલાલપોર પીઆઇ એમ.આર. ચાવડાને તપાસ સોંપાઇ હતી અને હવે હેડક્વાર્ટરના ડીવાયએસપી ચૌહાણ તપાસ કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved