Last Update : 20-April-2012, Friday

 
રૃા.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડના કબજો લેવા ડીઆરઆઈની તજવીજ

વિદેશી રોબાઈ હુશેન તથા યુસુફ ઓસેલીએ સજા ભોગવ્યા બાદ નાઝર કસ્ટડીમાં જમા હીરાની હરાજી કરી નાણાં સરકારમાં જમા કરાશે

(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
સુરત ડીઆરઆઈએ વર્ષ-૨૦૦૮માં મહીધરપુરા વિસ્તારમાંથી રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડ સાથે ઝડપેલા વિદેશી નાગરિક યુસુફ ઓસેલી તથા રોબાઈ હુશેને વડોદરા જેલમાં સજા ભોગવી લીધા બાદ હવે સુરત ડીઆરઆઈએ કોર્ટની નાઝર કસ્ટડીમાં જમા કરાવેલા રૃ.૩.૮૫ કરોડના ડાયમંડનો કબજો લેવા તજવીજ હાથ ધરી છે.
વર્ષ-૨૦૦૮માં સુરત-અમદાવાદ ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશન દરમિયાન રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડ સાથે વિદેશી નાગરિક યુસુફ ઓસેલી તથા રોબાઈ હુશેનને ઝડપી પાડતા હીરા ઉધોગમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો. અલબત્ત દેશભરમાં સૌ પ્રથમવાર કેપીસી વિનાના બ્લડ ડાયમંડના જથ્થા સાથે ડીઆરઆઈએ ઝડપેલા વિદેશી નાગરિકો વિરુધ્ધ સુરત ચીફ કોર્ટમાં હાથ ધરાયેલી ન્યાયિક કાર્યવાહી બાદ કસ્ટમ્સ-સેન્ટ્રલ એક્ટના ભંગ બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.
અલબત્ત બ્લડ ડાયમંડ કેસમાં વડોદરા જેલમાં સજા ભોગવ્યા બાદ છૂટેલા વિદેશી નાગરિકો પાસેથી લેવા પાત્ર પેનલ્ટીની લાખો રૃપિયાની રકમ સુરત ડીઆરઆઈ વસુલ કરી શકવામાં નિષ્ફળ રહી છે.જ્યારે ગુનાના કામે કબજે કરવામાં આવેલા રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડ તથા રોકડા રૃ.૯૮ હજારની માલિકીના મુદ્દે કાનુની ગુંચ ઉભી થઇ હતી. તત્કાલીન ચીફ કોર્ટે સુરત ડીઆરઆઈના ફરિયાદી ઈન્ટેલિઝન્સ અધિકારીએ કબજે કરવામાં આવેલા ડાયમંડની માલિકી ડીઆરઆઈની ન હોવાનો નિર્દેશ આપ્યો હતો.
વધુમાં રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડના નિકાલ અંગે કોઈ અલગ માપદંડ કે જોગવાઈ ન હોઈ કોર્ટે બ્લડ ડાયમંડનો મુદ્દામાલ ચીફ કોર્ટની નાઝર કસ્ટડીમાં જમા લેવાનો હુકમ કર્યો હતો. તદુપરાંત કોર્ટે ફરિયાદી ડીઆરઆઈના ઈન્ટેલિઝન્સ અધિકારીની હાજરીમાં માન્ય વેલ્યુઅર પાસે ડાયમંડનું મુલ્યાંકન કરાવી જાહેર હરાજી કર્યા બાદ નાણાં સરકારની તિજોરીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો. જેથી લાંબા સમય બાદ સુરત ડીઆરઆઈએ ચીફ કોર્ટની નાઝર કસ્ટડીમાં જમા કરાવવામાં આવેલા રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડનો જથ્થાનો કબજો લઈ હરાજી કરવાની તજવીજ હાથ ધરી હોવાની વિગતો કોર્ટ સંકુલમાંથી સાંપડી છે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved