Last Update : 20-April-2012, Friday

 
સુરત:MBAના વિદ્યાર્થીઓએ ઘર પાસેથી વાહન ચોર્યા

-ધો.૮ના વિદ્યાર્થીઓ પણ સામેલ

 

 

- દોઢ માસમાં એક એકટીવા અને બાઇક્સ ચોર્યા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
પોતાના ઘરની આજુબાજુથી જ વિતેલા દોઢ માસમાં એકટીવા અને મોટરસાકલ મળી કુલ પાંચ વાહનોની ચોરી કરનાર ધો.૮ના ત્રણ વિદ્યાર્થી અને એમબીએની પરીક્ષા આપનાર તેમના મિત્રની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી પાંચ વાહનો કબ્જે કર્યા છે.
ક્રાઇમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે આજે સાંજે પૂણા કુંભારીયા રોડ આઇમાતા સર્કલ પાસે એકટીવા અને મોટરસાયકલ ઉપર બેસી વાત કરતા વિજયકુમાર ઉર્ફે વસંત લીલાચંદ શાહ (ઉ.વ.૨૧) (રહે. બી/૨૦૧, અક્ષર ટાઉનશીપ, ઇન્ટરસીટી પાછળ, પરવત પાટીયા), કરણ લુનસિંહ રાજપુરોહિત (ઉ.વ.૧૩) (રહે. ૧૩, રાજુભાઇના મકાનમાં, હરેકૃષ્ણ સોસાયટી, પરવત પાટીયા), ચંપાલાલ ઉર્ફે ચિન્ટુ અમરજી માલી (ઉ.વ.૧૪) (રહે. ડી/૩૮, ૨૦૫, અક્ષર ટાઉનશીપ, પરવત પાટીયા) અને ભવાનસિંહ ઉર્ફે ગુડ્ડુ હિંમતસિંહ રાઠોડ (ઉ.વ.૧૪) (રહે. શાંતિકુંજ સોસાયટી, ડુંભાલ, ચોર્યાસી ડેરી પાસે)ને ઝડપી લીધા હતા.
ક્રાઇમ બ્રાંચે તેમની પાસેથ મળી આવેલી એકટીવા (નં.જીજે-૫, સીએ-૨૬૪૩) અને મોટરસાયકલ (નં. જીજે-૫, એફડી-૬૮૬૭) અંગે પૂછપરછ કરતાં તેમણે એકટીવા પૂણા પોલીસ મથકની હદમાં અક્ષર ટાઉનશીપમાંથી જ્યારે મોટરસાયકલ પરવત પાટીયા કેશવનગર ચોકીની સામે મારૃતિનગર કોમ્પલેક્ષમાંથી ચોર્યાની કબૂલાત કરી હતી.
એમબીએની હાલમાં જ પરીક્ષા આપનાર વિજય અને પરવત પાટીયા સ્થિત હિન્દી વિદ્યાલયના ધો.૮માં અભ્યાસ કરતા કરણ, ચિન્ટુ અને ગુડ્ડુએ ગત ૧૨ માર્ચના રોજ એકટીવા ચોર્યા બાદ ૨૨ માર્ચે પરવત પાટીયા માધવા બાગ રેસીડન્સીમાંથી મોટરસાયકલ (નં.જીજે-૫, એફસી-૮૯૭૪) ચોરી હતી. ત્યારબાદ ૩૦ માર્ચે તેમણે પરવત પાટીયા ટોરન્ટ પાવરના બિલ કલેકશન સેન્ટર પાછળથી મોટરસાયકલ (નં.જીજે-૫, ઇએચ-૬૪૦૦)ની ચોરી કરી હતી.
તેઓ જે મોટરસાયકલ સાથે ઝડપાયા હતા તે તેમણે ૧૧ એપ્રિલે ચોરી હતી. જ્યારે પાંચ દિવસ અગાઉ તેમણે પૂણા પાટીયા અક્ષર ટાઉનશીપમાંથી મોટરસાયકલ (નં.જીજે-૫, એફસી-૧૧૬૯)ની ચોરી કરી હતી. ઝડપાયેલા તરૃણો પૈકી કરણ સ્કુલમાં જતો ન હતો અને તેને સ્કુલમાંથી નોટીસ પણ આપી હતી.
કરણ અને ચિન્ટુ જ મોટરસાયકલ એકટીવા ચોરી શહેરના જુદા જુદા વિસ્તારમાં મૂકી દેતા હતા. મોજશોખ પૂરો કરવા તેને વેચવાની જવાબદારી એમબીએ સ્ટુડન્ટ વિજયને સોંપી હતી. પરંતુ તે ચોરીની મોટરસાયકલ વેચી શક્યો ન હતો. વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે.

ભવાનસિંહે 'માયા ગેંગ'ના નામે બાળકોનું સંગઠન બનાવ્યું છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
વાહન ચોરી કરતા ઝડપાયેલી ટાબરીયાઓની ટોળકીનો સભ્ય ભવાનસિંહ તેના વિસ્તારના ટાબરીયાઓનો નેતા છે. મધ્યમ વર્ગીય વિસ્તારના બાળકો માટે ભવાનસિંહે 'માયા ગેંગ'ના નામે સંગઠન બનાવ્યું છે અને તેના નેતા તરીકે તે બાળકોની મારા મારી, અન્ય સમસ્યાઓનું સમાધાન કરે છે.

 

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved