Last Update : 20-April-2012, Friday

 

વલસાડ નગરપાલિકાનું લોલંલોલ તંત્ર
R.T.I હેઠળ માગેલી વિગતોને બદલે ભળતી જ વિગતો પધરાવી

વોર્ડ નં. ૩ના એપાર્ટમેન્ટની નકલો માંગી તો પાલિકાએ વોર્ડ નં. ૧૪ના એપાર્ટમેન્ટની વિગતો ૪૩ દિવસે આપતા સી.ઓ.ને ફરિયાદ

વલસાડ, ગુરૃવાર
વલસાડ પાલિકાની કામગીરી ખોરંભે ચડી હોય કે પછી તેની દાનત ખોરી છે. જેમાં આર.ટી.આઇ. હેઠળ સ્થાનિક રહીશે જે વિગતો માગી હતી તે વિગતો આ રહીશને આપવાને બદલે પાલિકાએ કોઇક અન્ય જ વિગતો નકલોની પૂરતી ચકાસણી કર્યા વગર વિગતો માંગ્યાના ૪૩ દિવસ પછી આ રહીશને આપતા ભોગ બનેલા રહીશે આ અંગે ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે અને હવે પછી યોગ્ય ચકાસણી કરી માંગેલી જ નકલો આપવા રજૂઆત કરી છે.
વલસાડના વોર્ડ નં. ૩ના રહીશ અશોકભાઇ ડાહ્યાભાઇ પટેલે ગત તા. ૧-૩-૨૦૧૨ના રોજ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) હેઠળ, વોર્ડ નં. ૩માં આવેલી સીટી સર્વે નં. ૩૦૬૮ અને ૩૦૬૯નો એપાર્ટમેન્ટનો પ્લાન પાસ કર્યાના ઠરાવની નકલ, ઇલેકટ્રીક ટ્રાન્સફર્મરની જગ્યા સાથેની પ્લાનની નકલ તથા પ્રાંત અધિકારીના રીપોર્ટની નકલો માંગી હતી. તેમજ જણાવ્યું હતું કે, આ ચાર માળના એપાર્ટમેન્ટ માટે ઓછામાં ઓછી ૩૦૦ ચો.મી. જગ્યા હોવી જોઇએ તેના સ્થાને માત્ર ૨૭૩.૮૦ ચો.મી. જગ્યામાં ચાર માળના એપાર્ટમેન્ટને મંજુરી આપી છે કે કેમ? તેની તપાસ કરી ડી.જી.વી.સી.એલ.ના ટ્રાન્સફર્મર પણ એપાર્ટમેન્ટની અંદરની જગ્યામાં જ હોવા જોઇએ તેની પણ ચકાસણી કરીને પરમીશન આપવામાં આવી છે કે કેમ? તેની વિગતો માંગી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આ એપાર્ટમેન્ટ જયાં બની રહ્યું છે ત્યાંનો વિસ્તાર અત્યંત સાંકડા રસ્તાવાળો છે. આથી એપાર્ટમેન્ટના બાંધકામની પરમીશન પાછળ જો કંઇ ગેરકાનૂની થયું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.
અશોક પટેલની આ માંગણીઓ સામે નગરપાલિકા તરફથી તેમને ૪૩ દિવસો બાદ તા. ૧૨-૪-૧૨ના રોજ એક નકલ આપવામાં આવી જેમાં વોર્ડ નં. ૩ની જગ્યાએ વોર્ડ નં. ૧૪ના બે એપાર્ટમેન્ટની વિગતોની નકલો હતી. આમ તેમણે માંગેલી નકલ કરતા કોઇ બીજી જ નકલ અશોકભાઇને પધરાવી દેવાતા અશોકભાઇ પાલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે અને તેમને માંગેલી નકલ પૂરતી ચકાસણી કરીને આપવા રજૂઆત કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved